Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બને છે તે યાદ રાખવું.
જૈનશાસનની આ લોકોત્તર દીક્ષા છે. એમાં કાંઈ પણ આડું-અવળું થાય તો બહુ મોટું જોખમ છે. આ ભવમાં ફજેતો ને પરભવમાં દુર્ગતિ ! તેની જવાબદારી ગુરુની કહેવાય.
આટલા જોખમ બતાવી હવે ફાયદા બતાવે છે.
ગુરુ તેને (શિષ્યને) આગમોક્ત વિધિથી ગ્રહણ તથા આસેવનશિક્ષાથી સમૃદ્ધ બનાવે. એને પણ ભવથી પાર ઉતારે, પોતે પણ ઉતરે. આમ થતાં મુક્તિનો માર્ગ પણ ચાલુ રહે છે.
સારા તૈયાર થયેલા શિષ્યો જૈનશાસનની જે પ્રભાવના કરે, વિનિયોગ કરે તેનો લાભ ગુરુને મળે.
જ્ઞાનની પરિણતિ – ઉપયોગ વધતાં ગુણ સમૃદ્ધિ અચૂક વધશે જ.
વૈરાગ્યશતક વગેરે શા માટે કંઠસ્થ કરાવવાના ? અમને પૂ. કનકસૂરિજી મ.એ આવા વૈરાગ્યવર્ધક પ્રકરણો કંઠસ્થ કરાવેલા. કુલક સંગ્રહ વગેરે પણ.
વાચના સાંભળીએ ત્યાં સુધી પરિણતિ સારી, પણ પછી ? કંઈક હેયે - હોય હશે તો કામ લાગે. ગુરુની ગેરહાજરીમાં આ જ (પ્રકરણ ગ્રંથો) કામ લાગે. તો જ આત્મા દોષથી બચે, ગુણ-સમૃદ્ધ બને. દોષો સાથે શત્રુની જેમ યુદ્ધ કરવું પડશે. ગુણોને મિત્ર માનવા પડશે. ક્ષમા-નમ્રતાદિ મજબૂત હશે તો ક્રોધાદિ નહિ નડી શકે. ક્રોધાદિને કાઢવા ક્ષમાદિને સાધવા પડશે.
क्षमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति ? ( પુરાણની કથા : પાંચ પાંડવો કૃષ્ણ સાથે જય મેળવી પાછા ફરતા હતા. રસ્તામાં હિંસક પ્રાણી-ભૂતાદિવાળું જંગલ આવ્યું. આથી સૌ વારાફરતી જાગતા. સૌ પ્રથમ ભીમ જાગતો હતો ત્યારે એક રાક્ષસ આવ્યો. તે બોલ્યો : “બધાને ખાઈ જઈશ.'
ભીમ : “યુદ્ધ કર.'
યુદ્ધ થયું. ત્રણ પ્રહર યુદ્ધ ચાલ્યું. બીજાઓનો નંબર આવતાં તે બધાની સાથે પણ યુદ્ધ થયું. કૃષ્ણના નંબર વખતે આવેશથી વધતો રાક્ષસ જોઈને તેઓ (શ્રીકૃષ્ણ) સમજી ગયા :
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * * ૫૯