Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાંચમા વ્રત માટે પારિષ્ઠાપનિકા. પરઠવતાં મૂર્છા ટાળવાના સંસ્કારો પડે. આમ પાંચ સમિતિ પાંચ વ્રતો પાળવામાં સહાયક છે.
શમ, સંવેગાદિ ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે. ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્યથી ઉત્ક્રમ સમજવાનો છે. પ્રથમ આસ્તિકતા, પછી અનુકંપાદિ એમ ઉલટું સમજવું.
૧લા વ્રતથી સમ્યક્ત પ્રગટે. હિંસા સમ્યગ દર્શનનો નાશ કરે. ૧લા વ્રતથી દયા પ્રેક્ટીકલ બને છે. અહિંસા સમ્યક્તીના હૃદયમાં હોય છે પણ વ્રતધરને અમલમાં આવી છે.
વિરતિ લીધા પછી જો જયણા વગેરેમાં કોઈ ઉપયોગ ન રાખીએ ૩-૪ દિવસે કાપ કાઢીએ, પાણી અનાપસનાપ ઢોળીએ તો ક્યાં રહ્યું ૧લું વ્રત ?
જયણા વિના જીવનો ઉદ્ધાર નથી. મહાનિશીથમાં આવે છે કે એક ઉગ્ર તપસ્વી નિગોદમાં ગયો. કારણ જયણાનું જ્ઞાન નહોતું.
જયણા-અજયણાનું ભાન જ ન હોય તે શું જયણા પાળવાનો ? પાપકર્મનો બંધ અજયણાથી નહિ અટકે.
૧૮ હજાર શીલાંગના પાલનથી અજયણા અટકે.
પેલા તપસ્વીને ગુરુએ અજયણા માટે ટકોર કરી, પ્રાયશ્ચિત્ત આપ્યું, પણ પેલો ન જ માન્યો. હા, એ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત તપ દ્વારા પૂરું કરતો, પણ જયણા તો જીવનમાં નહિ જ.
આથી તે મરીને ૧લા દેવલોકમાં ગયો. ત્યાંથી વાસુદેવ બન્યો. ત્યાંથી નરકમાં ગયો. પછી હાથીના ભવમાં ને પછી અનંતકાળ માટે ઠેઠ નિગોદમાં ચાલ્યો ગયો.
વધુ ઉંચાઈએથી વધુ નીચે ગબડે. રસ્તામાં ચાલનારો પડે ને ઉપરની બિલ્ડીંગથી કોઈ પડે, તો ફરક પડે ને ?
તમારા કરતાં મને ૧૦ ગણું વધુ પ્રાયશ્ચિત્ત આવે; જો હું ભૂલ કરું !
૨જું વ્રત : જૂઠું બોલવામાં અભિમાન મુખ્ય કારણ છે. આ બાજુ બીજો કષાય અભિમાન છે.
જૂઠું બોલીને પણ માણસ પોતાના ખભાને ટટ્ટાર રાખશે. એને ઉપમિતિમાં “શૈલરાજ કહ્યો છે. પર્વત જેવો અક્કડ !
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
*
*
*
*
*
*
*
* *
*
૦૧