Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અભિમાન આવ્યું એટલે વિનય ગયો. વિનય ગયો એટલે જ્ઞાન ગયું. અભિમાન, જ્ઞાનમાં ભોગળ છે. દા.ત. સ્થૂલભદ્ર. ઘણા જ્ઞાનને ઘટાડવાનો ઉપાય છે, અભિમાન. અભિમાન કરો એટલે તમારું જ્ઞાન ઘટી જાય. જરાક પ્રભાવ બતાવવા ગયા સ્થૂલભદ્ર તો નવો પાઠ બંધ થઈ ગયો.
૨જું વ્રત નમ્રતા દ્વારા જ્ઞાનની સમૃદ્ધિ આપે.
૩જું વ્રત : નીતિમત્તા આપે. નીતિ ગઈ તો આચરણ શું રહ્યું ? ન્યાયપૂર્વકનું વર્તન વિશ્વસનીય બને છે.
ચોરીમાં સહયોગી માયા છે. ૩જો કષાય પણ માયા છે. " વેપારી ભેળ-સંભેળ માયા વિના કરે છે? કિંમત સાચા માલની લો, અને માલ નકલી પધરાવો, આમાં ચોરી અને માયા બંને ખરા કે નહિ ?
સરકાર ૪૨૦મી કલમનો, છેતરપીંડીનો કાયદો લગાવે ને?
૪-પમું વ્રત અનાસક્તિ આપે છે. કંચન-કામિનીનો પણ લોભ હોય છે. અસલમાં ચાર જ મહાવ્રત છે. ૨૨ ભગવાનના કાળમાં અને મહાવિદેહમાં હંમેશ માટે ચાર મહાવ્રતો જ છે. આ તો આપણે વક્ર-જડ છીએ માટે ૪થું વ્રત અલગ લેવું પડ્યું છે.
જે વીર્ય આપણને અજન્મા બનાવવામાં સહાયક બને, ઉત્સાહ વધારે, તે દ્વારા આપણે આપણા જન્મ વધારીએ છીએ. કોઈને જન્મ આપવો એટલે પોતાના જન્મ વધારવા.
“વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે મેરે પ્યારે ! એ વ્રત જગમાં દીવો.” બ્રહ્મચર્યનો મહિમા એમ વીરવિ. ગાય છે.
બ્રહ્મચર્યનું રક્ષણ નવ વાડથી કરવાનું. બ્રહ્મ એટલે આત્મા. તેમાં ચરવું તે બ્રહ્મચર્ય.
૪થું વ્રત આપણને આત્મામાં લીન બનાવે. જે તેનો ભંગ કરે તે આત્મામાં રમણ ન કરી શકે.
પણું વ્રત અપરિગ્રહ, વિપક્ષમાં લોભ.
એકેન્દ્રિય જીવ પણ પરિગ્રહ સંજ્ઞાથી પોતાના મૂળીયા નિધાન પર ગોઠવે. આસક્તિવાળા જીવો એકેન્દ્રિય બનીને આમ કરે.
આપણા માટે (સાધુ માટે) પરિગ્રહ ત્યાગ. ગૃહસ્થો માટે પરિગ્રહ પરિમાણ.
૦૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧