Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પડે, વંદન કરે, મોટરમાં બેસવાનો આગ્રહ કરે. વાહનમાં નહિ બેસવાની પ્રતિજ્ઞા સાંભળી આશ્ચર્ય વ્યક્ત કરે. માંસભક્ષી, મદિરાપાયી હોવા છતાં સદ્ગુરુ પ્રત્યે અપાર બહુમાન ! હૃદયના સરળ ! સમજાવીએ એટલે તરત જ માંસાદિ છોડવા તૈયાર થઈ જાય.
જે પ્રકારનું વિજ્ઞાન શિષ્યાદિ ગુરુ પાસેથી ગ્રહણ કરે તેનાથી તેમનો મોક્ષમાર્ગ ખુલ્લો થાય. પ્રયાણમાં આગળ વધે. જેઓ આવા હોય, તેમણે પોતાનું ગુરુપદ સફળ બનાવ્યું છે. લઘુ = હલકું, ગુરુ = મહાન.
ઉત્તમ જીવન જીવીને, ગુરુ, ‘ગુરુ' શબ્દને સાર્થક બનાવે
છે.
ગુરુના બધા ગુણોમાં ‘અનુવર્તક’ ગુણને ખૂબ જ મહત્તા આપી છે, જેથી શિષ્યો ખૂબ જ સારા તૈયાર થાય.
પ્રેરણા ઇચ્છા પ્રયત્ન વગેરે ખૂબ જ હોવા છતાં શિષ્યો તૈયાર ન થાય તો ગુરુ દોષના ભાગી થતા નથી. ગુરુએ તે માટે સંપૂર્ણ પરિશ્રમ કરેલો છે.
ભગવાનના સમયમાં જમાલિ સ્વયં ભગવાનનું નથી માન્યા. ભગવાન શું કરી શકે ? ગુરુ શું કરી શકે ? પ્રેરણા ઉપદેશ વગેરે હિતશિક્ષા આપે, પણ પેલાએ ન માનવાનું જ નક્કી કર્યું હોય તો ? તો હવે ગુરુ પર કોઈ જ દોષ નથી. આખરે ગુરુની પણ મર્યાદા હોય છે.
પ્રશ્ન ઃ અપરાધ શિષ્યનો, ગુરુને શાનું પાપ ? કરે તે ભોગવે.
-L
ઉત્તર : આજ્ઞા-ભંગ થવાથી દોષ લાગે, શિષ્યના પાપ ગુરુને આવી જાય એમ નહિ, પણ ભગવાનની આજ્ઞાનો લોપ થયો તેનો દોષ લાગે.
જે આજ્ઞા પાળી શકે તેવો ન હોય તેને પહેલાથી ગુરુએ દીક્ષા માટે ના પાડી દેવી જોઈએ ઃ હું તમને સંભાળી શકું તેમ નથી. ના પાડવા માટે બહુ જ સત્ત્વ જોઈએ.
ગુરુની જઘન્ય યોગ્યતા :
સૂત્રાર્થ
કહે કલાપૂર્ણસૂરિ-૧
—
વિશ, સાધ્વાચારના પાલક, શીલવાન,
૬૩