Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગુરુને મળે.
આવા સદ્ગુરુ શાસનના શણગાર છે. શિષ્યોમાં જિનશાસનનો પ્રેમ ઉભો કરીને તેઓ બહુ મોટું કાર્ય કરે છે. વરઘોડા વગેરે આ જ કામ કરે છે શાસન પ૨ અનુરાગ પેદા કરાવવાનું. ગુણાનુરાગી મધ્યસ્થ જીવોને આવો અનુરાગ પેદા થાય.
‘આ શાસન ભવ્ય છે, સુંદર છે.' જોનારના મનમાં આવા વિચારો આવ્યા એટલે ધર્મનું (સમ્યક્ત્વનું મોક્ષનું) બીજ એમનામાં પડી ગયું, માનજો.
કેટલાકને એકવારના દર્શન મિલન શ્રવણથી હંમેશ માટે આવવાનું મન થાય.
સં. ૨૦૨૬માં નવસારી મધુમતી ચાતુર્માસ હતું. પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રા હતી. એક સેલટેક્ષ ઓફીસરે રોજ ચાલતા યોગદૃષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાન સાંભળ્યા. ગમ્યા. પછી તો એ રોજ અચૂક આવે જ. ૯ થી ૧૦।। વ્યાખ્યાન સાંભળવા માટે જ ખાસ ટિફીન ઓફિસમાં મંગાવતો. ગીતા વગેરેની જ જાણે અહીં વાત સાંભળવા મળે છે એમ એને લાગ્યું. ચાતુર્માસ પરિવર્તન એને ત્યાં કર્યું. દીકરાઓને બહારથી બોલાવ્યા.
✩
-
જંબુસરના K. D. પરમાર પણ આ જ રીતે પામેલા છે. પં.પૂ. મુક્તિવિ. મ.ના સમાગમથી ધર્મ પામેલા છે. તેઓ બહુ જ ગુણાનુરાગી છે.
એક વખત પૂ. મુક્તિવિ. એ એમને ૨૦૫૫માં મારી પાસે પોતે લઈ આવેલા. તેમનામાં ભક્તિયોગ હતો જ. સ્તવનાદિ ગમ્યા. આજે તો દૃઢશ્રદ્ધાળુ છે. જૈનધર્મી પણ ન બોલી શકે તેવું સરસ બોલી શકે છે.
અમે જ્યારે જંબૂસરમાં ગયેલા તે વખતે તેમણે પોતે જ બધો લાભ લીધેલો.
ઉત્તમ શિષ્યોના શિષ્યો પણ પ્રાયઃ ઉત્તમ પાકે. એ પરંપરા ચલાવવામાં ગુરુ નિમિત્ત બને છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
-
૬૧