Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અન્યદર્શની પણ જે કેવળજ્ઞાન પામી જાય છે, તે આ કારણે ! અન્યદર્શનીઓમાં સમ્યકત્વીઓ જ હોય એવું નથી, વિરતિધરો પણ હોય, અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો દેશવિરતિધરો હતા. વૈક્રિય લબ્ધિ એવી એમની પાસે હતી કે ૭૦૦ ઘરે એક જણ એકી સાથે ભિક્ષા માટે જઈ શકતો.
- સાધુજીવનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી, જેમાં કોઈ અશુભ વિચાર આવી શકે. આપણી ખામીના કારણે અશુભ વિચારો આવી જાય તે જુદી વાત છે. શુભ અનુષ્ઠાનોમાં પણ જો આપણું લક્ષ શુદ્ધ અને શુભ ન હોય તો આત્મશુદ્ધિ ન થઈ શકે, મોક્ષ ન મળી શકે. હા, સ્વર્ગાદિના સુખો મળી શકે.
ઉવસગહરંમાં શ્રી ભદ્રબાહસ્વામી કહે છે : ચિંતામણિ કરતાં પણ સમ્યક્ત ચડિયાતું છે. જેનાથી જીવો પરમપદના સ્થાન સુધી સહેલાઈથી પહોંચી શકે છે
જેઓ (સ્થાનકવાસીઓ) નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે નથી માનતા, તેઓ ભૂલા પડ્યા છે. તેઓએ મૂર્તિનો જ નહિ, આગમોનો પણ નિષેધ કર્યો કહેવાય. આ મોટી આશાતના કહેવાય. .
એકલા સૂત્રથી ચાલી જ ન શકે. સૂત્રનો આશય ટીકા વિના સમજી ન શકાય. કયું સૂત્ર કયા નયની અપેક્ષાએ ? કોના માટે ? જિનકલ્પી માટે કે સ્થવિરકલ્પી માટે છે ? તે ટીકા દ્વારા જ જાણી શકાય.
હમણા જ સમાચાર આવ્યા છે કે અમદાવાદમાં બેડાવાળા જવાનમલજીના ૧૮ વર્ષના છોકરાએ પોતાના પર બંદૂકની ગોળી છોડી આપઘાતનો પ્રયત્ન કર્યો છે. અત્યારે જીવન-મરણ વચ્ચે ઝૂલી રહ્યો છે. સંયમમાં વિરાધના કરવી એટલે જાતે જ આપઘાત કરવો. પેલા છોકરાએ તો એક જ વાર આપઘાત કયો. આપણે રોજ-રોજ આપઘાત (ભાવપ્રાણોની હત્યા) નથી કરતા ?
છે. શારીરિક શક્તિ હતી ત્યાં સુધી સાત દિવસમાં એકવાર ઉપવાસ થઈ જ જતો. ભગવાને બતાવેલા આ
૨૨
*
*
*
*
*
*
*
*
*
* – કહે