Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
. विधिकथनं विधिरागो विधिर्मागस्थापनं विधीच्छूनाम् ।
अविधिनिषेधश्चेति, प्रवचनभक्ति, प्रसिद्धा नः ॥
વિધિને કહેવી, વિધિ પર રાગ રાખવો, વિધિવાંછુઓને વિધિ માર્ગમાં જોડવા, અવિધિનો નિષેધ કરવો. આ જ અમારી પ્રવચન ભક્તિ છે, એમ કહેતા પૂ. યશોવિજયજી મ.સા.માં આપણને ઉત્કટ શ્રદ્ધાના દર્શન થાય છે. એમણે તે યુગના ઢંઢક, બનારસીદાસ વગેરેના કુમતોના ખંડન માટે ગ્રંથો બનાવી અવિધિનો નિષેધ પણ કર્યો છે.
- વિધિનો રાગ એટલે આગમ, ભગવાન અને ગુરુનો રાગ સમજવો.
પૂર્ણપદની અભિલાષા સાચી ત્યારે મનાય, જ્યારે આપણે આપણા તપ, જ્ઞાન, દર્શનાદિને યથાશક્ય પૂર્ણકક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરીએ.
શુદ્ધિના મારા પક્ષપાતથી ન ચાલે, યથાશક્ય જીવનમાં ઉતારવું જોઈએ.
છે જેઓ બાહ્ય ક્રિયાના આડંબરથી, મેલા કપડા કે શુદ્ધ ગોચરી કે ઉગ્ર વિહારથી અભિમાન ધારણ કરે છે - તેઓ જ્ઞાની પણ નથી ને ચારિત્રાથી પણ ભ્રષ્ટ છે, એમ માનવું.
જેમાં જ્ઞાન પરિણામ ન પામ્યું હોય તેઓ જ બાહ્યક્રિયાના આડંબરનો અભિમાન રાખે. અભિમાની નિંદક હોવાના.
એક મહાત્મા વહોર્યા વગર ગયા. બીજા અને ત્રીજા મહાત્મા વહોરીને ગયા. ત્રીજાને વહોરાવ્યા પછી પૂછતાં તેમણે કહ્યું : નહિ વહોરનારા ઢોંગી છે. અમે જેવા છીએ તેવા છીએ.
આમાં નહિ વહોરનારા સત્ય સંયમી હતા. બીજા વહોરનારા સંવિગ્નપાક્ષિક હતા. ત્રીજા દંભી, ઢોંગી અને નિંદક હતા.
બહિર્મુદ્ધિ લોકો બાહ્યક્રિયાના રસિક હોય છે. તેઓ અંત:કરણ તપાસનારા નથી હોતા.
બાલબુદ્ધિ જીવો માત્ર વેષ જુએ. મધ્યમબુદ્ધિ માત્ર આચાર જુએ પણ પંડિત તો આગમતત્ત્વને સર્વપ્રયત્નથી જુએ, પરખે. – એમ ષોડશકમાં પૂ. હરિભદ્રસૂરિજી મ.સા.એ કહ્યું છે.
ᎦᏙ .
*
*
*
*
*
*
*
એ
જ નો
૩૧