Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નિશ્રામાં રહેનાર શિષ્યને શો લાભ ? આ પ્રશ્નનો જવાબ એ છે કે, એમના તરફ શિષ્યોના ભક્તિ અને બહુમાન વધે. નવદીક્ષિતો ગુણરત્નસાગર ગુરુ પર ભક્તિ - શ્રદ્ધા - બહુમાનથી તરી જાય.
જ્યાં ભાવથી ગુરુભક્તિ હોય ત્યાં ચારિત્રમાં સ્થિરતા હોય. આ વ્યાપ્તિ છે. ચારિત્રમાં સ્થિરતા થઈ, આ જ શિષ્યને ગુરુ દ્વારા લાભ થયો. શ્રદ્ધા – સ્થિરતા ચ વર મવતિ तथाहि गुरुभक्ति-बहुमानभावत एव चारित्रे श्रद्धा स्थैर्य च મતિ | નાન્યથા .
બહુમાન નથી તો ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા નહિ જ રહે. એનો અર્થ એ થયો કે આજે જો આપણામાં ચારિત્રમાં કાંઈ પણ શ્રદ્ધા કે સ્થિરતા હોય તો ગુરુભક્તિનો જ પ્રભાવ છે.
સમાપત્તિ : ધ્યાતા - ધ્યેય અને ધ્યાનની એકતા.
ધ્યાતા-આત્મા, ધ્યેય-પરમાત્મા અને ધ્યાનની એકતા એટલે ઐકશ્ય સંવિત્તિ.
સંવિત્તિ = જ્ઞાન.
શ્રુતજ્ઞાનથી બોધ મળે તે બોધને ભગવાનમાં એકાગ્રપણે લગાડી લેવો તે ધ્યાન.
સમાપત્તિમાં ધ્યાતા, પરમાત્માની સાથે સંપૂર્ણ ડૂબી ગયો હોય છે.
આ પ્રભુ સાથેની સમાપત્તિ આપણે કદી કરી નથી. સાંસારિક પદાર્થો સાથે ઘણીવાર કરી છે. આજે પણ કરીએ છીએ.
ઉચ્ચકોટિનો જીવ સમાપત્તિ સમયે, તીર્થકર નામકર્મ પણ બાંધી શકે, એમ હરિભદ્રસૂરિ કહે છે.
“ગુરુ બહુમાન એ જ સ્વયં મોક્ષ છે.' એમ પંચસૂત્રના ૪થા સૂત્રમાં કહ્યું છે.
“વૃતમાયુ:”ની જેમ ગુરુ-બહુમાન મોક્ષનું અનન્ય કારણ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર થયો છે.
ગુરુભક્તિના પ્રભાવથી આવી સમાપત્તિ આ કાળમાં પણ થઈ શકે છે. મહાવિદેહની રાહ જોવાની જરૂર નથી.
પs
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧