Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
पूज्यश्री का सुरेन्द्रनगर में प्रन
Reo,
અષાઢ સુદ 9 ૧૯-૦૭-૧૯૯૯, સોમવાર
દીક્ષા આપનાર કેવા હોવા જોઈએ ? દીક્ષા આપવા તો આપણે ઉતાવળ કરીએ પણ તે માટે, ગુરુ બનવા માટે આપણે યોગ્ય છીએ ? તે જોવું જોઈએ.
દીક્ષા લેનારમાં ૧૬ ગુણો હોવા જોઈએ. ૧૬ ગુણો હોય તો ૧૦૦% સફળતા ! મોક્ષ નક્કી ! ભગવાનની દીક્ષા સ્વીકારનારને મોક્ષ ન મળે તો શું ચોર-લૂંટારાને મળે ?
ગુરુએ કૃપા કરીને ઓછા ગુણો હોવા છતાં દીક્ષા આપી હોય તો હવે પૂરા કરવા પ્રયત્ન કરવો. કોઈ કઠિન વાત નથી.
૧૬ કળાથી ચન્દ્ર પૂર્ણ બને. ૧૬ આનાથી રૂપિયો બને, તેમ ૧૬ ગુણોથી પૂર્ણ દીક્ષાર્થી બને.
દીક્ષાર્થીના ૧૬ ગુણો : (૧) માર્ચા -સમુત્પન્ન: આર્યદેશમાં ઉત્પન્ન થયેલો હોય.
(૨) શુદ્ધાતિનાન્વિત: શુદ્ધ કુળ અને શુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલો હોય.
( ૩ ) ક્ષીપ્રાયક્રર્મમઃ ક્લિષ્ટ કર્મમળ જેનું ક્ષીણ થઈ ગયું હોય.
(૪)વિમત્રવૃદ્ધિઃ નિર્મળ બુદ્ધિવાળો હોય. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * – ઝૂ
૪૦
કહે