Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બાલબુદ્ધિને અભિગ્રહાદિની, મધ્યમને આચારની, ગુરુસેવાની વાત કરવી જ્યારે પંડિતને તત્ત્વની વાત કરવી.
બાળ જીવોની શ્રદ્ધા વધારવા તેની સમક્ષ આચારોનું સંપૂર્ણ પાલન કરવું. ભલે તમે ધ્યાનયોગમાં ગમે તેટલા આગળ વધી ગયા હો, પણ બાહ્યાચાર નહિ છોડવો જોઈએ.
૩નૃત્યે નોસંગ્રામ્ લોકસંજ્ઞાનો સંપૂર્ણ ત્યાગ કરી યોગીએ શ્રદ્ધા અને વિવેકપૂર્વક જીવવું.
૧ પૂ. ઉપા. યશોવિજયજીમાંથી કોઈ, આટલી ભૂલ પણ કાઢી શકે નહિ. એમ પૂ. સાગરજી મ. પણ કહેતા. એમનો દર્શનપક્ષ કેટલો મજબૂત હશે ? તે આથી જણાય છે.
પૂ. ઉપાધ્યાયજી મ.ની ૨૯ શિખામણ.
(૨) નિત્તો ન ઋષિ , (૨) પાપBધ્વપિ મવસ્થિતિન્યા છે - બીજા કોઈની નિંદા નહિ કરતા. બહુ જ મન થાય તો પોતાની જાતની જ નિંદા કરજો.
નિંદાથી નુકશાન શું ? એમ પૂછો છો ? હું કહું છું કે ફાયદો શું ? કરનારને, સાંભળનારને કે જેની નિંદા થઈ રહી છે તેને ફાયદો ? નિંદાથી એ સુધરશે તો નહિ, પણ ઉલ્યું, તમારા પર દ્વેષ રાખશે.
પણ પાપીની તો નિંદા કરવાની છૂટને ?
અવિનીત, ઉદ્ધત, પાપી પર પણ ભવસ્થિતિનો વિચાર કરવો, નિંદા નહિ.
પાપીઓને આપણે તો શું ? સાક્ષાત તીર્થકરો પણ સુધારી શકતા નથી. તેના પર દ્વેષ કરવો કે તેની નિંદા કરવી એ કોઈપણ હિસાબે વાજબી ઠેરવી શકાય નહિ.
૩૨
*
*
*
*
*
*
*
*
* *
* * કહે