Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગુણીની પૂજા કરવી. કઈ રીતે પૂજા કરીશું ? મન, વચન અને કાયાથી. મનથી બહુમાન, વચનથી પ્રશંસા અને કાયાથી સેવા કરીને.
આનું નામ જ પૂજા છે. ગુણીની પૂજા ક્યારે થશે ? ગુણો પર આદર થશે ત્યારે. (૪) થાર્યો રો નિવેડપિ | થોડો પણ ગુણ ક્યાંય દેખાય, આદર-ભાવ થવો જોઈએ.
બીજાના ગુણ પર રાગ ધરવાથી આપણને શો ફાયદો ? એના પુણ્યધર્મની અનુમોદના થશે. પુણ્ય વિના ગુણ આવતા નથી. પુણ્યધર્મની અનુમોદનાથી આપણામાં પણ તે ગુણ આવશે.
હવે, આનાથી ઉલ્ટે કરો : થોડો પણ પોતાનો દોષ હોય તેના પર ધિક્કાર ભાવ પેદા કરી હાંકી કાઢો, પણ આપણે ઉછું કરીએ છીએ.
બીજાના પહાડ જેટલા ગુણો પણ જોઈ શકતા નથી ને પોતાના કણ જેટલા ગુણને પણ મણ જેટલો માનીએ છીએ.
(ક) પ્રાિં વનિવિપિ હિતમ્ !'
હિતકારી વાત બાળક પાસેથી પણ સ્વીકારી લેવી જોઈએ. પૂ.પં. ભદ્રંકરવિજયજીની પાસે આ બહુવાર જોવા મળ્યું. નાનકડો પણ બાળક નવકાર ગણે તો એ જોઈને રાજી થતા.
( ૬ )‘મનિાવે: ટુર્નની ન MP ' દુર્જનના બકવાસથી ગુસ્સે નહિ થવું.
ઘણીવાર શાસ્ત્રકારો સજ્જનથી પહેલા દુર્જનોની સ્તુતિ કરે છે. કારણ કહે છે : દુર્જનો નહિ હોય તો મારું શાસ્ત્ર શુદ્ધ કોણ કરશે ?
દુર્જનો ન હોત તો સજ્જનની કદર શી રીતે થાત ? સજ્જનોને આડકતરી રીતે પ્રસિદ્ધ કરનારા દુર્જનો જ છે. રામને પ્રસિદ્ધ કરનાર રાવણ હતો એ જાણો છો ?
રાવણનું કાળું બેકગ્રાઉન્ડ ન હોત તો રામની શુભ્રતા આપણને ન દેખાત.
૩૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧