Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૭) રાસાના વિષય અને રાસકારોની રાસાનું કથાનક કહેવાની પદ્ધતિ જોતાં એમ લાગે છે કે
રાસકારોનો હેતુ કોઈ શ્રેષ્ઠ પ્રકારની સાહિત્ય રચના રચવાનો રહેતો નહિ, પણ આ પ્રકારની રચનાઓ દ્વારા પોતાનાં કર્મોની નિર્જરા કરવાનો, જૈનધર્મનો પ્રચાર કરવાનો અને એ ધર્મમાં લોકોને સ્થિર કરવાનો હતો. માટે જ ખાસ કરીને ચરિત્રાત્મક રાસાના ઉત્તરાર્ધ ભાગમાં
વૈરાગ્ય પ્રેરક ઉપદેશ, સંસારની અસારતા તેમ જ સંયમની મહત્તા વગેરે દર્શાવતાં. (૮) રાસાની રચના ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે થતી હોવાથી પ્રાયઃ દરેક રાસના અંતે શાંતરસનું
નિરૂપણ થતું. રાસાના અંતે ફલશ્રુતિમાં રાસના પઠનથી શ્રવણથી કે વાંચનથી થતાં લાભ વર્ણવતાં. રાસ રચનારા જૈન સાધુઓ રાસના અંતે પોતાના ગચ્છ, ગુર્નાવલિ, ગુરુ અને સ્વનામનો નિર્દેશ કરતાં
જ્યારે ગૃહસ્થ રચયિતાઓ રાસના અંતે પોતાના વંશ, પૂર્વજો, માતાપિતાદિ, સ્વજનો, ગચ્છ, અને ધર્મગુરુનો ઉલ્લેખ કરતાં. આ ઉપરાંત રાસાના અંતે રચના સમય, રચના સ્થળ, રચનામાં
ઢાલ અથવા ગાથા (પદ્ય)ની સંખ્યા અને ક્યારેક રચનામાં વપરાયેલા છંદોનાં નામ આપતાં. (૧૦) કોઈ કોઈ રાસામાં એના રચયિતા દ્વારા એ રચનાની ચિરંજીવિતા ઈચ્છતી. જૈનશાસનની
વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો એ બદલ મિચ્છામિ દુક્કડમ્' કરાતું. રચનામાં જાણતાં કે અજાણતાં પોતાનાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ બદલ વિદ્ય%નો પાસે ક્ષમા યાચના કરાતી તથા પૂર્વકાલીન અને સમકાલીન મહાન ગ્રંથકારોનું સ્મરણ કરાતું. તેમ જ પોતાની લઘુતા તથા નમ્રતા દર્શાવાતી અને છેવટે સૌની કલ્યાણભાવના વ્યક્ત કરાતી.
રાસાનાં ઉપર્યુક્ત લક્ષણો ઉપરથી અનુમાન કરી શકાય કે, આ રાસાની રચનાનું સાહિત્યિક મૂલ્ય ઊંચું ગણાય. કારણ કે તેમાં વિવિધ છંદો દ્વારા પદોની સુરચના, વિવિધ ઢાળ, રાગ રાગિણીની ગેયતા તેમ જ અલંકારોથી મંડિત શબ્દાવલી, દષ્ટાંતો અને કથાનકો દ્વારા સર્જાયેલી સંવાદશૈલી વગેરે રાસાઓને વિશિષ્ટ સ્થાન અર્પે છે. રાસ/રાસોનો વિકાસ
રાસ/રાસો અર્થાત્ (૧) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર છે.
મૂળમાં રાસ' એક નૃત્ય પ્રકાર હતો. મંદિરમાં સ્ત્રી-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાન-વાદન સહિત આવા રાસ રમતા.
રેવંતગિરિરાસુમાંની “રંગિહિ એ રમઈ રાસુ' જેવી પંક્તિ તેમ જ “સપ્તક્ષેત્રિ રાસ'માં ‘તાલ રાસ’ અને ‘લકુટા રાસ' એમ બે પ્રકારના રાસ મળતાં ઉલ્લેખો દર્શાવે છે કે રાસ રમાતા-ખેલાતા હતા. આજે જે રાસ રમવામાં આવે છે એમાં “રાસનો એ અર્થ સચવાયેલો જોઈ શકાય છે. આ રાસ રમતાં જેનું ગાન કરવામાં આવતું એ રચના પણ પછી “રાસ' કહેવાવા લાગી હોય એવું અનુમાન છે.
અપભ્રંશ કાળમાં કેટલા ગેય છંદો “રાસક' નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ' કહેવાની પરંપરા અપભ્રંશમાં ઊભી થઈ અને તે ગુજરાતીમાં પણ ઊતરી આવી.
આરંભની આ સુગેય રાસરચનાઓ પ્રમાણમાં ટૂંકી અને ઊર્મિતત્ત્વના પ્રાધાન્યવાળી હતી,