________________
જીવ-વિચાર-મણિકા.
અને તે સારા પ્રમાણમાં છે, પરંતુ તેને મુખ્ય આશય તે જીવ-વિચારના અર્થ–ભાવ-રહસ્યને પ્રકાશ કરવાનું જ છે, એટલે આ નામ પસંદગી પામ્યું છે. ' , " :
વૃત્તિ, સામાન્ય રીતે ગાથાઓને અનુસરીને લખવામાં આવે છે અને તે સળંગ લખાય છે, પરંતુ અમે આ પદ્ધતિમાં થોડું પરિવર્તન કરીને પ્રસ્તુત ગ્રંથના ત્રણ ખંડ પાડ્યા છે. તેમાં પ્રથમ ખંડનું નામ “ભૂમિકા” રાખ્યું છે, કારણ કે તે આ વિષયની તાત્વિક-ઐતિહાસિક–સાહિત્યિક ભૂમિકા પૂરી પાડે છે. બીજા ખંડનું નામ “જીનું વગીકરણ” રાખ્યું છે, કારણકે તેમાં સમસ્ત જીવરાશિના વર્ગો અને પિટાવર્ગો દર્શાવ્યા છે. [ જીવ-વિચાર-પ્રકરણની પચીશમી ગાથા સુધીનું વિવેચન અહીં પૂરું થાય છે.) અને ત્રીજા ખંડનું નામ પંચદ્વાર” રાખ્યું છે, કારણકે તેમાં જીવેનાં શરીર, આયુષ્ય, સ્વકાસ્થિતિ, પ્રાણ અને ચેનિ, એ પાંચ દ્વારની રજૂઆત કરવામાં આવી છે. - આ વૃત્તિ લગભગ લખાઈ રહેવા આવી, ત્યારે કેટલાક વિદ્વાન મિત્રોએ એવું સૂચન કર્યું કે આ ગ્રંથ સામાન્ય વાચક વર્ગને પણ અતિ ઉપયોગી હોઈ તેનું સ્વતંત્રનામા રખાય તે ઈચછવા છે, તેથી તેનું અપરનામ
જેનધર્મનું પ્રાણીવિજ્ઞાન” રાખવામાં આવ્યું કે જે વિષયને સ્પષ્ટ બંધ કરાવનારું છે.
અહીં એ પણ જણાવી દેવું જોઈએ કે આ વિષય ઘણે ગહન છે અને તેના વિષે જેટલું લખીએ તેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org