________________
1
[૧]
પ્રાસ્તાવિક :
| - -
જિજ્ઞાસુજનોએ જપનો વિષય જાણવા-સમજવા જે છે. ખાસ કરીને જેઓ ઉન્નતિ, પ્રગતિ કે વિકાસની ઈચ્છા રાખે છે અથવા જીવનના કેઈ પણ ક્ષેત્રમાં સફળતાના સ્વસ્તિક પૂરવાની અભિલાષા ધરાવે છે, તેમણે તે જપ સંબંધી જરૂરી જ્ઞાન મેળવી લઈ તેમાં પ્રવૃત્ત થવું જ જોઈએ. આ વિષયમાં યંગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આ જપ-રહસ્ય” નામનો ગ્રંથ નિર્માણ કરવામાં આવ્યો છે.
છેલ્લાં ચાલીશ વર્ષોથી અમે અનેકવિધ સાહિત્યનું - સર્જન કરી રહ્યા છીએ, તેમાં જપ વિષે લખવાના પ્રસંગે
આવ્યા છે. પરંતુ ત્યાં અમે આવશ્યકતા અનુસાર તેને ટૂંક - પરિચય આપ્યું છે કે સંક્ષેપમાં તેનું વર્ણન-વિવેચન કર્યું
છે, જ્યારે અહીં તેની સર્વાગી ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. અને તે સંબંધી બને તેટલી વધારે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ