________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪
દીક્ષા લીધેલ સાધ્વી માતાને સમાચાર મળ્યા કે અરણિક મુનિ ચારિત્ર છોડી ક્યાંક ચાલ્યા ગયા છે. આ આઘાત માતાજીથી સહન ન થયો. અરણિકને શોધવા જ્યાં ત્યાં જવા લાગી. રસ્તા વચ્ચે બૂમો પાડે. મારો અરણિક ક્યાં ગયો ? ઓ અરણિક તું વ્યાં છે? ઓ અરણિજ્યિા તને કોણે દીક્ષા પર્યાયમાંથી ઝૂંટવી લીધો ? ક્યાં છે? ક્યાં છે ? વૃદ્ધ સાધ્વી બૂમો માર્યા કરે છે અને પાછળ ગાંડી સાધી છે એમ સમજી લોકોનું ટોળું હોહા હોહા કરતું દોડે છે.
એક દિવસ આ તમાસો અરણિક ગોખમાંથી જુએ છે. માતાજીની ચીસો સાંભળી મન પાછું પીગળે છે. મારી માતાજીની આ દશા? મારા માટે? - નીચે ઊતરી માને પગે પડે છે અને માતા વિનવે છે : તેં શું કર્યું. મારી કૂખ લજવી ? દીક્ષા છોડી ? કોણે તેને લોભાવ્યો?
માતાજી - અરણિક કહે છે. દુષ્કર, દુષ્કર. હું સંયમ પાળી શકું એમ નથી.
માતાજી સમજાવે છે કે, સંયમ વિના આ ભવ ભ્રમણામાંથી કોઈ છોડવી શકે એમ નથી. આ એક જ તરી જવાનો ઉપાય છે. ગમે તે થાય ફરી સંયમ લેવો જે પડશે.
અરણિક એક શરતે ફરીથી સંયમ લેવા હા કહે છે. સંયમ લઈ તરત જ અનસન કરી પ્રાણ ત્યાગીશ - આ શરત મા માન્ય રાખે છે. ગમે તેમ થાય, તું પ્રાણ ત્યાગેએ માન્ય છે પણ આ રીતે સંસાર ભોગવી ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તે નથી સહી શકાતું. માતા, પુત્રની આ શરત પર સહમત થઈ. અરણિક ફરીથી દીક્ષા લઈ એ જ દિવસે ધગધગતી શીલા ઉપર સૂઈ જઈ અનશન લઈ શરીર ગાળી નાખે છે અને કાળક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. માતા આ જાણી આનંદ પામે છે. બચાવ્યો - એક જીવ જે દુર્ગતિ જાત તેને કેવળજ્ઞાની બનાવવા બોધ આપ્યો. ધન્ય માતા - ધન્ય મુનિ અરણિક.
સુખ દુખ જે દ્રવ્ય, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇન્દ્રાદિ
પણ ફેરફાર કરવાને શક્તિમાન નથી.