________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ રે
સોની તો લેધ કરતો જ ગયો. સાચી વાત તે જાણતો નથી જવલા રાજાજીને ન પહોંચાડે તો રાજાજી ભારે દંડ કરશે - એમ વિચારી સાધુ મુનિને ભારે શિક્ષા કરવા મનથી નક્કી કરી, પાસે પડેલ ચામડાનું વાધરું પાણીમાં પલાળી મુનિના મસ્તકે તાણી તાણીને બાંધી દીધું. વાધરું મસ્તકની ગરમીથી સુકાશે તેમ તેમ મસ્તકની નશો ખેંચાશે અને મુનિ માની જશે, જવલા આપી દેશે ... એમ સોની માનતો હતો.
મુનિ તો સમતા ધારી ઊભા છે. કેવા કેવા ઉપસર્ગો સહન કરી ભૂતકાળમાં મહાનુભાવો મોક્ષે ગયા છે, તે વિચારતાં વિચારતાં મસ્તકની અસહ્ય વેદના સહન કર્યો જાય છે. ચામડું ખેંચાતું જાય છે. મસ્તકની નશો તૂટતી જાય છે અને મુનિ અંતરથી સર્વે જીવોને ખમાવતા જાય છે. પોતાનાં જ કર્મો ખપતાં જાય છે. સોનીનો કોઈ દોષ નથી - ચક્લાનો પણ કંઈ દોષ નથી. એમ વિચારતાં સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી મુનિ કેવળજ્ઞાની થાય છે. થોડીક વારમાં દેહ ઢળી પડે છે. મુનિનો આત્મા મોક્ષે જાય છે.
થોડા વખત પછી એક બાઈ લાકડાનો ભારો ઝાડ નીચે નાખે છે. તે અવાજથી ચોકી જઈ બેંચ પક્ષી ચરકી જાય છે અને તેના ચરકમાં જવલા દેખતાં જ સોની કંપી ઊઠે છે. અરરર ! સાચું જાણ્યા વિના કેવો અનર્થ કર્યો. મુનિના પ્રાણની જવાબદારી કોની? આ ગુના માટે રાજાજી ભારે શિક્ષા કરશે જ.
ગભરાયેલા સોનીએ મુનિનો ઓઘો લઈ તેમનાં વસ્ત્રો પહેરી તેઓ અણગાર (સાધુ) બની ગયા, કાળે કરી પોતાના આત્માને તાર્યો
માટી કહે કુંભારસે, તું જ્યાં રૌદે મોય; એક દિન ઐસા હોયગા, મેં રોદંગા તોય.
આપે છે સો જાયેંગે, રાજા ફકીર, - એક સિહાસન યઢ ચલે, એક બંધ જેજર, કબીર ખાપ ઠગાઈએ, ઔર ન મીય કોય; આપ ઠગે સુખ ઊપજે, ઔર ઠગે દુખ હોય.
કિ