________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧
મેતારજ મુનિ
ભગવાન મહાવીરનું ચોમાસું રાજગૃહી નગરીમાં, રાજા શ્રેણિક, તેમની રાણીઓ પુત્રો-નગરજનો વગેરે દેશના સાંભળે છે -
શ્રેષ્ઠી શ્રી મેતાર્યને દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગ્યો. ભગવાનને ચારિત્ર આપવા વિનંતી કરી
સંસારી સગાઓએ અને ખુદ શ્રેણિક રાજા મેતાર્યને સમજાવે છે : આ વૈભવ. નવ નવ નારીઓ છોડી આ દુષ્કર પંથે ક્યાં જાઓ છો. વિચારો ?
મેતાર્ય - ભગવાને દેશનામાં કીધલ ઘેટાનો દાખલો એ આપી સમજાવે છે. ઘેટાને સારું સારું ખવરાવી કસાઈ છેવટે કાપવાનો જ છે.
એ ઘેટું સમજતું નથી એમ જીવ ખાઈ-પી મોજ માણે છે પણ એક દિવસ યમરાજ જીવ લઈ જવાના છે તે જીવ સમજે તો ચારિત્ર એ જ એક માત્ર ઉપાય આત્મા માટે ભવ ભ્રમણમાંથી છૂટવાનો છે.
ભગવાન મેતાર્ય શ્રેષ્ઠીને દીક્ષા આપી મેતારક મુનિ બનાવે છે. મુનિ મેતારજે આકરાં ત૫ શરૂ કર્યો - ઘણા વખત બાદ પાછા રાજગૃહ આવ્યા.
એક મહિનાના ઉપવાસ બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા એક સોનીને ઘેર પધાર્યા. સોની રાજા શ્રેણિક માટે સોનાના જવલા ઘડતો હતો. વહોરાવવા માટે ગોચરી લેવા અંદરના ભાગમાં ગયો. સોની અંદર ગયો એટલે એક ચકલો ત્યાં આવી સાચા જવ સમજી જવ ચરી ગયો અને સોની બહાર આવે ત્યાર પહેલાં ઊડી બાજુના ખડ ઉપર જતો રહ્યો.
સોનીએ બહાર આવી મુનિને ભાવથી ગોચરી વોહરાવી અને મુનિ વિદાય થયા. સોની પાછો કામે બેઠો અને જોયું તો જવલા ન મળે - ક્યાં જાય જવલા, ચોક્કસ મુનિ લઈ ગયા - ઘડ્યો, મુનિને પકડ્યા, ઘરે પાછા લાવી ધમકાવ્યા - જવલા લાવો. મુનિ તો સાચા વૈરાગી - સાચું બોલે તો ચકલાને મારી જવલા મેળવે જેથી હિંસાનું પાપ લાગે - જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે. મુનિ મૌન જ રહ્યા.