Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર
39
સતત શાસ્ત્રવચનને યાદ કરીને દીર્ઘ સમય સુધી આરાધના કરવાથી પડેલા પ્રબળ સંસ્કારના કારણે તે-તે શાસ્ત્રવચનને યાદ કર્યા વિના જ સહજભાવે સ્વભૂમિકાયોગ્ય આરાધના પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ કરે છે. આવી આરાધનાના એકસરખા ધારાબદ્ધ પરિણામો તેમને પ્રગટ થયા કરે છે. તેને જ અસંગ અનુષ્ઠાન કે સત્પ્રવૃત્તિ પદ કહેવાય. આ અસંગ અનુષ્ઠાનને સાંખ્યો પ્રશાંતવાહિતા નામથી, બૌદ્ધો વિસભાગપરિક્ષય નામથી, શૈવ દર્શનીઓ શિવવર્ત્ય નામથી અને મહાવ્રતિકો ધ્રુવાખ્વા નામથી બોલાવે છે. (ગા.૨૧-૨૨)
•
પાતંજલ દર્શનની પ્રક્રિયાને લક્ષમાં રાખીને પ્રશાંતવાહિતા (અસંગ અનુષ્ઠાન સ્થાનીય) સારી રીતે ઓળખાવવા માટે ગ્રંથકારશ્રીમદ્દ યોગસૂત્રના આધારે જણાવે છે કે સર્વાર્થતા ચિત્તનો વિક્ષેપ. તે ન હોય તો જે એકાગ્રતા પ્રગટે તેને સમાધિપરિણામ કહેવાય. નિરોધજન્ય શુભ સંસ્કારનો આવિર્ભાવ અને વ્યુત્થાનજન્ય અશુભ સંસ્કારનો તિરોભાવ એટલે વૃત્તિનિરોધપરિણામ. અતીતકાળના પ્રત્યયો શાંત પ્રત્યયો. અને વર્તમાનમાં સ્ફુરેલા પ્રત્યયો = ઉદિત પ્રત્યયો. એકાગ્રતા પરિણામ એટલે તુલ્ય શાંતઉદિત પ્રત્યયવાળી અવસ્થા. પ્રભાદૃષ્ટિના યોગી આ ત્રણ પરિણામને સાધે છે. માટે આ દષ્ટિ સત્પ્રવૃત્તિપદને લાવનારી કહેવાયેલ છે. કારણ કે આનાથી પરિપૂર્ણ પ્રશાંતવાહિતા પ્રગટે છે. (ગા.૨૩-૨૪-૨૫)
=
આઠમી પરાષ્ટિમાં સમાધિ નામનું યોગનું આઠમું અંગ મળે છે. આસંગ નામનો દોષ અહીં નથી રહેતો અને તત્ત્વપ્રવૃત્તિ નામનો ગુણ પ્રગટે છે. આવા યોગીના આત્મામાં સર્વપ્રકારે વિશુદ્ધિ પ્રગટેલી હોય છે. અને તેમનું મન નિર્વિકલ્પ હોય છે. આ દૃષ્ટિ સમાધિનિષ્ઠ હોય છે. (ગા.૨૭) ‘હું જાણું છું, હું વિચારું છું આ બધા જ્ઞાનના આકારો = પ્રત્યયાકારો કહેવાય. ‘હું ધ્યાન કરું છું’ આને ધ્યાનાકાર કહેવાય. આ બન્ને રવાના થાય તેવી ઉચ્ચતમ આત્મદશાને સમાધિ કહેવાય. અથવા ધ્યાતા-ધ્યેય-ધ્યાનનું જ્યાં સંકલન હોય તેને ધ્યાન કહેવાય. અને તે ધ્યાનમાંથી તેવું સંકલન/પ્રતિભાસ નીકળી જાય અને અભેદભાવે ધ્યેયસ્વરૂપ જ માત્ર અનુભવાય તો તેને સમાધિ કહેવાય. (ગા.૨૭)
ભોજન ભૂખ્યા માણસને જરૂરી છે. તૃપ્ત જીવને ભોજન ક્રિયાની આવશ્યકતા હોતી નથી. તે રીતે પરાષ્ટિવાળા જીવોને અતિચારો જ નથી લાગતા. માટે તેમને પ્રતિક્રમણ વગેરે ચારિત્રાચાર, વાચનાપૃચ્છનાદિ જ્ઞાનાચાર અને સાધર્મિકવાત્સલ્ય વગેરે દર્શનાચાર વગેરે હોતા નથી. આ યોગીઓની ભિક્ષાટન વગેરે પ્રવૃત્તિ પણ સામાન્ય જીવ કરતા નિર્જરાની અપેક્ષાએ વિલક્ષણ હોય છે. જેમ નજર નજરમાં ફરક હોય છે તેમ ક્રિયા ક્રિયામાં પણ ફરક હોય છે. રત્નના વેપારથી જેમ રત્નનો જાણકાર કૃતાર્થ થાય છે તેમ અપૂર્વકરણ ગુણસ્થાનકે ધર્મસંન્યાસનો વિનિયોગ કરવાથી આ યોગીઓ કૃતાર્થ થાય છે. ઉત્સુકતા નિવૃત્ત થવાથી આ યોગીઓ સર્વ લબ્ધિઓના ફળને મેળવી છેવટે કેવળજ્ઞાનને સંપ્રાપ્ત કરે છે. પછી પોતાના પુણ્ય અને જીવની યોગ્યતા પ્રમાણે જીવો ઉપર ઉપકાર કરીને યોગનો છેડો શૈલેશીકરણ પ્રાપ્ત કરે છે. યોગનિરોધ દ્વારા અઘાતિ કર્મની નિર્જરા કરીને લોકાંતે પરમાનંદમાં મગ્ન બને છે. (ગા.૨૮-૩૨)
=
આવું કહીને ૨૪મી બત્રીસી ગ્રંથકારશ્રીએ પૂર્ણ કરેલ છે.
Jain Education International
૨૫. ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા : ટૂંક્સાર
મોક્ષમાં જવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં પણ જીવને મોક્ષે જવામાં જે તત્ત્વ નડતરરૂપ થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org