Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१७६४ • ઇન્જિનિયતિવાલીનીવાર: •
द्वात्रिंशिका-२५/२९ कार्यवृत्तियावद्धर्माणां कार्यताऽवच्छेदकत्वे चैत्राऽवलोकित मैत्रनिर्मितघटत्वादेरपि तथात्वप्रसङ्गात् । तथा च नियतितत्त्वाऽऽश्रयणाऽऽपत्तेरिति दिक् ।।२९।।।
एतेन → अर्थसमाजसिद्धत्वेऽपि चरमत्वस्य तत्त्वज्ञानकार्यताऽवच्छेदकत्वमस्तु, कार्यवृत्तीनां यावतामेव धर्माणां कार्यताऽवच्छेदकत्वे बाधकाऽभावादिति निरस्तम्, कारणाऽप्रयोज्यत्वेऽपि कार्यवृत्तियावद्धर्माणां कार्यताऽवच्छेदकत्चे स्वीक्रियमाणे तु चैत्रावलोकित-मैत्रनिर्मितघटत्वादेरपि = घटत्वस्येव चैत्रदृष्टत्व-मैत्रकृतत्व-यज्ञदत्तस्वामिकत्व-कान्यकुब्जत्व-वासन्तिकत्व-श्यामत्वादेरपि तथात्वप्रसङ्गात् = दण्डादिकार्यताऽवच्छेदकत्वाऽऽपत्तेः। न च भिन्नसामग्रीजन्यतयैकवस्तुस्वरूपव्याघाताऽऽपत्तेस्तावद्धर्मकत्वमेव कार्यताऽवच्छेदकत्वमिति नाऽर्थसमाजकल्पना सङ्गतिमङ्गतीति वाच्यम्, तथा च सति एकान्ततो नियतितत्त्वाऽऽश्रयणाऽऽपत्तेः । नैयत्यनियामकनियत्यभिधानतत्त्वान्तराऽभ्युपगमे च नैयायिकानामपसिચૈત્રઅવલોકિતઘટત્વ, મૈત્રનિર્મિતઘટત્વ વગેરેને પણ દંડાદિના કાર્યતા-વિચ્છેદક માનવાની આપત્તિ આવશે.
તથા તેવું માનવામાં તો નિયતિ તત્ત્વનો આશ્રય કરવાની સમસ્યા ઊભી થાય. અહીં જે કાંઈ કહેલ છે તે તો એક દિગ્દર્શનમાત્ર છે. આના આધારે આગળ ઘણું વિચારી શકાય તેમ છે.(૨૫/૨૯).
હ જાતિ તથા અખંડ-સખંડ ઉપાધિની સમજણ છે વિશેષાર્થ :- નૈયાયિકોનો સિદ્ધાન્ત એવો છે કે જે ગુણધર્મને જાતિરૂપે માની શકાય તે સર્વ કાર્યમાં અનુગત અને એક હોવાથી લાઘવતર્કસહકારના લીધે કાર્યતાઅવચ્છેદક બની શકે. તથા સાંકર્ય વગેરે દોષના કારણે જેને જાતિ સ્વરૂપ માની શકાય તેમ ન હોય તેને અખંડ ઉપાધિ સ્વરૂપે માનવામાં આવે છે. જેની કોઈ પણ પ્રકારે વ્યાખ્યા થઈ ન શકે તથા જાતિ તરીકે પણ જેને ન માની શકાય તે ગુણધર્મ અખંડ ઉપાધિ સ્વરૂપ બને. જેમ કે પ્રતિયોગિતાવ વગેરે. પરંતુ જે ગુણધર્મને જાતિરૂપે ન માની શકવા છતાં તેની વ્યાખ્યા થઈ શકતી હોય તો તે ગુણધર્મ સખંડ ઉપાધિ કહેવાય. સખંડ ઉપાધિ કાયમ અનેક પદાર્થોથી ઘટિત હોય છે. પ્રસ્તુતમાં ચમત્વ જાતિસ્વરૂપે સંભવિત નથી તથા તેની વ્યાખ્યાઓળખાણ કરી શકાય છે. માટે તેને સખંડ ઉપાધિસ્વરૂપે માન્ય કર્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી.
પ્રસ્તુતમાં ચરમત્વની વ્યાખ્યા દર્શાવાય છે. અમુક જીવમાં જે દુઃખ વગેરે આવ્યા પછી ભવિષ્યમાં દુઃખ વગેરે ક્યારેય પણ આવવાનું ન હોય તે દુઃખાદિ તે જીવ માટે ચરમ કહેવાય છે. ત્યાર બાદ બીજું દુઃખ કદાપિ આવવાનું નથી એનો અર્થ એ થયો કે તે જીવમાં દુઃખનો પ્રાગભાવ નથી રહ્યો. કારણ કે ત્યાં દુઃખમાગભાવ હોય તો ભવિષ્યમાં કોઈક દુઃખ અવશ્ય આવે. તેમ જ તે દુઃખ તે જીવના દુઃખપ્રાગભાવનું સમાનકાલીન નથી. માટે તે દુઃખ ચરમ દુઃખ કહેવાય છે. તેથી ચમત્વનો અર્થ થશે દુઃખના સમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનું અસમાનકાલીનત્વ.
સમાનાધિકરણ શબ્દ ન કહેવામાં આવે તો સર્વ જીવોનો મોક્ષ ન થાય ત્યાં સુધી કોઈ પણ દુઃખ ચરમદુઃખ બની ન શકે. કારણ કે એક જીવનો મોક્ષ થવા છતાં બીજા જીવોનો મોક્ષ બાકી હોવાથી મોક્ષગામી જીવનું છેલ્લું દુઃખ અન્યજીવગત દુઃખપ્રાગભાવનું સમાનકાલીન જ બનશે. તેથી દુઃખપ્રાગભાવઅસમાનકાલીનત્વ કહેવાના બદલે સમાનાધિકરણદુઃખપ્રાગભાવનું અસમાનકાલીનત્વ ચરમત્વ છે. - એમ કહેવું નૈયાયિક માટે જરૂરી બની જાય છે. *....* ત્રિદયમવર્તી કૃત્રિ-તયા ઢીઈ વાઢો દૃસ્તાર નાસ્તિ |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org