Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• द्रव्यविशेषयोगादपि सिद्धिसमर्थनम् •
१८३१ चित्तप्रणिधानार्थं त्वालम्बनमात्रं क्वाऽपि न वारयामः । केवलमात्मप्रणिधानपर्यवसान एव सर्वः संयमः फलवानित्यात्मनो ज्ञेयत्वं विना सर्वं विलूनशीर्णं भवेदित्यधिकं स्वयमूहनीयम् ।।२२।। गामित्वं समिताचार्यकालीनतापसादीनां आवश्यकनियुक्तिवृत्त्यादौ श्रूयते गगनगामित्वमपि तथाविधपादलेपादिना श्रीपादलिप्तसूरि-नागार्जुनश्रावकादीनां श्रूयते । पक्षिरुतज्ञानमपि संयममन्तरेणैव तथाविधग्रहणशिक्षादिपाटववशेन अष्टाङ्गमहानिमित्तवेदिनां सम्भवति ।
तथाविधपटप्रावरणेनाऽपि संयममन्तरेणैव देहान्तर्धानं समरादित्यकथायां पञ्चमभवे मनोरथदत्तनयनमोहनवस्त्र समेतसनत्कुमारकथायां (स.क.भव.५/पृष्ठ-४००) श्रीहरिभद्रसूरिभिरुपदर्शितम् । तथाविधाञ्जनाधुपयोगेनापि देहान्तर्धान-व्यवहितविप्रकृष्टादिज्ञानमुपजायते । चन्द्रगुप्तभोजनभोक्तृक्षुल्लकद्वयादिदृष्टान्तयोजनाऽत्र कार्या । 'अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभाव' इति प्रसिद्धमेव ।
इत्थमन्वय-व्यतिरेकव्यभिचाराभ्यां न पतञ्जल्युक्तसंयमस्योक्तसिद्धिहेतुता सम्भवति । परं चित्तप्रणिधानार्थं = अन्तःकरणैकाग्रताकृते आलम्बनमात्रं तु क्वाऽपि न वारयामः । केवलं आत्मप्रणिधानपर्यवसानः = मुख्यवृत्त्या सकलोपाधिविशुद्धस्वकीयसच्चिद्रूपाभिव्यक्तिपर्यन्त एव सर्वः संयमः फलवानिति आत्मनो ज्ञेयत्वं = ज्ञानविषयत्वं विना सर्वं संयमगताऽतीताऽनागतादिविषयकत्वकल्पनादिकं विलूनशीर्ण भवेत्। कायव्यूहज्ञानाऽऽक्षेपकनाभिचक्रसंयमस्तु तथाविधयोगिनां वैराग्योत्कर्षाऽऽधायकतयोपयुज्यतेऽपि રૂલ્ય મૂહનીયં તનયા વિશા સાર૬/રર .
બાકી અંતઃકરણની એકાગ્રતા માટે જ જો અલગ-અલગ વિષયોનું આલંબન લેવામાં આવે તો તેમાં અમને કોઈ વાંધો નથી. ફક્ત છેવટે આત્માનું પ્રણિધાન આવે તો જ તમામ સંયમ સફળ બને. આત્માને જ્ઞાનનો વિષય બનાવ્યા વિના તો બધું જ ભાંગી પડે. આ બાબતમાં બહુશ્રુત પુરુષોએ સ્વયં જ અધિક વિચારણા કરવી.(૨૬/૨૨)
વિશેષાર્થ:- પાતંજલ યોગદર્શનમાં “સંયમ' શબ્દનો અર્થ છે કોઈ પણ એક જ વિષયમાં ધારણા-ધ્યાનસમાધિની એકાગ્રતા. તથા જૈનદર્શન મુજબ સંયમનો અર્થ છે, સાવદ્ય = સદોષ પ્રવૃત્તિનો ત્યાગ અને નિરવદ્ય શાસ્ત્રવિહિત પ્રવૃત્તિનો સમન્વય. પાતંજલ દર્શન માન્ય સંયમથી મનની એકાગ્રતા આવી શકે છે. પરંતુ મોહનીય કર્મ વગેરેનો ક્ષય કે ક્ષયોપશમ વગેરે થઈ ન શકે. કારણ કે તેમાં આત્મવિશુદ્ધિનું પ્રણિધાન જ ભળતું નથી. જે વિષયમાં એકાગ્રતારૂપ સંયમ કરવામાં આવે તે જ વિષયનું કે તેની સાથે સંકળાયેલા વિષયનું જ્ઞાન થાય એવું પાતંજલ વિદ્વાનો માને છે. માટે જ તો પૂર્વે આઠમી ગાથામાં સૂર્યસંયમ કરતાં તારાબૃહ સંયમને જુદું બતાવેલ છે. એક જ વિષયના પ્રણિધાનરૂપ સંયમથી જ જો અનંતા વિષયોનું જ્ઞાન થઈ શકતું હોય તો સૂર્યસંયમ, તારાબૃહસંયમ, નાભિચક્ર સંયમ, કૂપકંઠ-સંયમ વગેરે જુદા-જુદા સંયમ કરવાની કોઈ આવશ્યકતા જ ન રહે.
તથા ત્રણ કાળના સર્વ ક્ષેત્રના સર્વ અવસ્થાયુક્ત સ્વરૂપે તમામ વિષયોનું પ્રણિધાન-સંયમ તો અલ્પજીવી યોગીને કેવી રીતે સંભવી શકે? તથા અનંત કાળ સુધી તો કોઈ દેહધારી જીવવાના નથી. માટે સર્વથા સર્વદા સર્વત્ર સર્વ વિષયોનું જ્ઞાન પ્રણિધાનરૂપ સંયમના કારણે થાય તેવી કોઈ જ શક્યતા નથી. હા, દોષયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ અને શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ - આ બે બાબત ઉપર પ્રણિધાન પ્રકૃષ્ટ રીતે કરવામાં આવે તો જ્ઞાનાવરણ-મોહનીય કર્મ વગેરેનો ક્ષય થવાથી સર્વજ્ઞતા આત્મામાં પ્રગટી શકે. પણ બધે જ આત્મા તો રુચિપૂર્વક જ્ઞાનનો વિષય બનવો જ જોઈએ. આત્માને જાણ્યા વિના તો બધું વ્યર્થ બને. તથા પાતંજલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org