Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१८४२
• સવાલ અમારા, જવાબ તમારા • द्वात्रिंशिका-२६
૪ ૨૬- નયલતાની અનપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પાતંજલ યોગદર્શનમાં પરિણામમાં ૩ પ્રકાર ક્યા છે તે જણાવીને યોગનાં ફળસ્વરૂપે પશુ-પક્ષીનાં
અવાજનું જ્ઞાન કઈ રીતે થાય છે? તે જણાવો. ૨. હૃદયમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન કઈ રીતે થાય ? ૩. સિદ્ધિ કોને કહેવાય ? અને તે સમાધિમાં ઉપસર્ગરૂપ કઈ રીતે બને ? ૪. શરીરબંધ કોને કહેવાય ? ને યોગફળરૂપ પરકાયપ્રવેશની સિદ્ધિ કઈ રીતે થાય ? ૫. સમાનવાયુ, ઉદાનવાયુ ક્યાં રહેલા છે ને તેના જયથી કઈ સિદ્ધિઓ પ્રગટ થાય છે ? ૬. વિશોકા સિદ્ધિ કોને કહેવાય ? તેના ઉપર પણ વૈરાગ્ય આવવાથી શું થાય ? ૭. પાતંજલ યોગદર્શનમાં “સંયમ' શબ્દનો અર્થ શું ? તથા જૈનદર્શનમાં “સંયમ' શબ્દનો અર્થ શું? ૮. પ્રાયશ્ચિત્ત અને ધર્મસંન્યાસ પણ કઈ રીતે યોગ છે ? તે સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. યોગનું માહાસ્ય સમજાવો. ૨. યોગનું ફળ જણાવો. ૩. સૂર્ય અને ચંદ્રને વિષે સંયમ કરવાથી શાનું જ્ઞાન થાય છે ? ૪. ધ્રુવ નામના તારાને વિષે અને નાભિચક્રમાં સંયમ કરવાથી શાનું જ્ઞાન થાય ? ૫. પ્રાતિભ કોને કહેવાય ? ૬. તારકશાન કોને કહેવાય ? ૭. આદર્શ એટલે શું અને તે કઈ ઈન્દ્રિયથી થાય ? ૮. આસ્વાદન કઈ ઈન્દ્રિયથી થાય છે ? અને તેનાથી શાની અનુભૂતિ થાય છે ? ૯. મહાવિદેહી વૃત્તિ અને પ્રકાશ કોને કહેવાય ? ૧૦. અન્યતાજ્ઞાન તાત્ત્વિક કોને કહેવાય ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ગંધનું સંવેદન ....... કહેવાય છે. (આદર્શ, આસ્વાદ, વાર્તા) ૨. ....... પૂર્વભવોમાં કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત છે. (તપ, પ્રવ્રજ્યા, જાપ) ૩. ....... નું રાત-દિવસ ધ્યાન કરવામાં આવે તો પાપકર્મનો પ્રવેશ થતો નથી.
(અરિહંત, યોગ, તપ) ૪. યોગનો દુરુપયોગ ........ ને કરનાર છે. (ઉપદ્રવ, અજ્ઞાન, બંધન) ૫. ........ને યોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. (ભરઢ, સ્થૂલભદ્રજી, વજસ્વામી) ૬. ........ ના સંયમથી યોગી અદશ્ય બને છે. (રૂપ, મન, ચિત્ત)
........ નો અર્થ છે કાર્યનાં કારણોની અભિમુખતા. (સોપક્રમ, નિરુપક્રમ, ઉપક્રમ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org