Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
Jain Education International
अन्यमतदूषणेन निर्व्यूढं स्वमतमुपन्यस्यन्नाह•
द्धान्तप्रसङ्गः । एकान्तनियतिवादनिराकरणं तु उपदेशपद - (गा. ४० ) शास्त्रवार्तासमुच्चय- (शा. वा. स्त. २/ ૬૧-૭૩) સમ્મતિતર્દ્ર (જાન્ડ-૩/૧૩) સૂત્રકૃષ્ટતાના (સમવસ.૧૨ શ્રુત.ર/પાઁ.-૧૭) સ્વિસૂત્રવૃત્તિ (પૃ. ૪૬ માય.વૃત્તિ:) ત્રિશિના ાપુરુષ (ત્રિ.પુ. ૧૦।૭।રૂ૨૪-૮) પ્રકૃતિતોઽવસેયમ્ । યથા ઘ ઘરમવું:વध्वंसस्य तत्त्वज्ञानसाध्यस्य परमपुरुषार्थत्वाऽसम्भवस्तथा विस्तरतोऽभिहितमस्माभिः भानुमतीनाम्यां न्यायालोकटीकायामिति बुभुत्सुभिरधिकं ततोऽवसेयम् ।।२५ / २९ ।।
अन्यतदूषणेन क्लेशहानोपायगोचरस्य पातञ्जल - नैरात्म्यवादि-नैयायिकसिद्धान्तकलापस्य निराकरणेन निर्व्यूढं निष्कृष्टं स्वतं जैनमतं उपन्यस्यन् ग्रन्थकृद् आह- 'सुखमिति । શુકદેવજીનો મોક્ષ થયો તેની પૂર્વક્ષણે જે દુઃખ હતું તે પોતાના અધિકરણમાં શુકદેવજીમાં રહેનાર એવા દુ:ખપ્રાગભાવનું અસમાનકાલીન હતું. તેથી તેમાં ઉપરોક્ત ચરમત્વ રહી જશે. અને તે ચરમત્વવિશિષ્ટ દુઃખ તત્ત્વજ્ઞાનનું કાર્ય છે- તેમ નૈયાયિક વિદ્વાનોનું કથન છે.
પરંતુ આના પ્રતિવાદમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ઉપરોક્ત સખંડ ઉપાધિસ્વરૂપ ચરમત્વને તત્ત્વજ્ઞાનનું કાર્યતાઅવચ્છેદક માની ન શકાય. કારણ કે તે ચરમત્વ અર્થસમાજસિદ્ધ છે. તે કાંઈ તત્ત્વજ્ઞાનપ્રયોજ્ય નથી. આનું કારણ એ છે કે દુ:ખપ્રાગભાવ તો અનાદિકાલીન છે. તથા એક જીવમાં રહેલા એક સિવાય તમામ દુઃખપ્રાગભાવો દુઃખોત્પાદક સામગ્રી દ્વારા નાશ પામી ગયા હોય અને છેલ્લા જે દુઃખપ્રાગભાવનો નાશ દુઃખ કરે તે દુઃખમાં સમાનાધિકરણ દુઃખપ્રાગભાવનું અસમાનકાલીનત્વ રહી જશે. મતલબ કે અનેક સામગ્રી અર્થસમાજ દ્વારા તથાવિધ ચરમત્વ દુઃખમાં આવે છે. તથા જે ગુણધર્મ અનેકસામગ્રીપ્રયોજ્ય હોય તે કોઈનો પણ કાર્યતાઅવચ્છેદક ધર્મ ન બની શકે. જેમ કે નીલઘટત્વ. માટે તત્ત્વજ્ઞાનના કાર્યતાઅવચ્છેદક તરીકે દુઃખત્વવ્યાપ્ય ચરમત્વ સખંડ ઉપાધિ બની ન શકે.
ન
કાર્યમાં રહેલા તમામ ગુણધર્મો કાર્યતાઅવચ્છેદક ન બને. પરંતુ કાર્યગત જે ગુણધર્મ કારણપ્રયોજ્ય હોય, અન્યૂનવૃત્તિ અને અનતિરિક્તવૃત્તિ હોય તે જ ગુણધર્મ તે કારણનું કાર્યતાઅવચ્છેદક બની શકે આવો નિયમ છે. ચરમત્વ કે ચરમદુંઃખત્વ તો અનેક સામગ્રીથી પ્રયોજ્ય ગુણધર્મ છે. કેવળ તત્ત્વજ્ઞાનપ્રયોજ્ય નથી. માટે તત્ત્વજ્ઞાનનું કાર્યતાઅવચ્છેદક ચરમત્વ કે ચરમદુઃખત્વ બની ના શકે.
જો કાર્યગત તમામ ગુણધર્મોને કાર્યતાઅવચ્છેદક માનવામાં આવે તો દંડકાર્યતાઅવચ્છેદક ધર્મ ફક્ત ઘટત્વ ન બનતાં, નીલઘટત્વ, મૈત્રનિર્મિતત્વ, ચૈત્રદંષ્ટત્વ, દેવદત્તક્રીતત્વ, યજ્ઞદત્તવિક્રીતત્વ વગેરે ઢગલાબંધ ગુણધર્મો પણ દંડકાર્યતાઅવચ્છેદક બની જશે; કારણ કે ઉપરોક્ત તમામ ગુણધર્મો વિવક્ષિત ઘડામાં રહેલા છે. તથા ‘આટલા ગુણધર્મો તેમાં જ કેમ રહ્યા ? બીજા ઘડામાં તે તે ગુણધર્મો કેમ ન રહ્યા ? તેમાં ‘આટલા જ ગુણધર્મો કેમ રહ્યા ?' આ પ્રમાણે કોઈ પૂછે તો ઉપરોક્ત તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે નૈયાયિકે નિયતિનો જ આશ્રય લેવો પડશે કે તેવી નિયતિ હોવાના કારણે તે ઘડામાં તેટલા જ ગુણધર્મો રહ્યા, બીજા ઘડામાં નહિ. પરંતુ નૈયાયિક તો નિયતિને માનતા નથી. જો સાપેક્ષ નિયતિ માન્ય કરવામાં આવે તો નૈયાયિકનો જૈનમતમાં પ્રવેશ થવાની સમસ્યા ઊભી થશે. એકાંત નિયતિને માન્ય કરવામાં આવે તો પણ પરમતપ્રવેશ આપત્તિ તો નૈયાયિકને માથે ઊભી જ છે. અધિક જિજ્ઞાસુએ ન્યાયાલોક ગ્રંથ ઉપર અમે બનાવેલી ‘ભાનુમતી’ ટીકાને જોવી. (૨૫/૨૯) અન્ય મતની સમીક્ષા કરવાથી ફલિત થયેલ પોતાના મતને ગ્રંથકારશ્રી જણાવે છે કે
For Private & Personal Use Only
=
• સાપેક્ષનિયતિસ્વીાર:
=
=
१७६५
=
www.jainelibrary.org