Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१७८०
• ઉહાપોહની ઉંડાઈ અને ઊંચાઈ • द्वात्रिंशिका-२५
૪ ૨૫- નયલતાની અનુપ્રેક્ષા હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. બૌદ્ધમતે નિરાત્મદર્શન મોક્ષનો હેતુ છે એ કઈ રીતે સિદ્ધ કરે છે ? ૨. આત્મા વિના વક્તા કે વિકલ્પ કઈ રીતે સંભવતો નથી ? ૩. એકાંતક્ષણિકવાદમાં પ્રત્યભિજ્ઞા વગેરે અસંગત થાય છે તે કઈ રીતે ? ૪. વિવેકખ્યાતિના ૭ પ્રકાર જણાવો. ૫. અભિનિવેશનું સ્વરૂપ ઓળખાવો. ૬. તાપ અને સંસ્કારથી કર્મનું ફળ દુઃખરૂપ કઈ રીતે છે ? તે સમજાવો. ૭. “આ રાજા છે આવું કહેવાથી શાતાબંધ, સાપની શંકાથી અશાતાબંધ કહેવું એ કઈ રીતે નિરર્થક છે? ૮. નૈયાયિકમાન્ય મોક્ષપુરુષાર્થનું નિરાકરણ ગ્રંથકારશ્રી કઈ રીતે કરે છે ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. નૈરાભ્યદર્શન એટલે શું ? ૨. કલેશ વિના સ્નેહ-રાગ જન્મતો નથી એમ કહીને બૌદ્ધની કઈ વાતનું ખંડન કરે છે. ૩. પ્રસુપ્ત અવસ્થાવાળા ક્લેશ કોને કહેવાય ? ૪. તનુ ક્લેશ કોને કહેવાય ? ૫. રાગ અને દ્વેષ ક્લેશ કોને કહેવાય ? ૬. ભ્રમ કોને ક્લેશ કહેવાય ? ૭. અસ્મિતા કોને કહેવાય ? ૮. મુક્તિકાલીન જ્ઞાન કેવું હોય ? તેનું કારણ શું ? ૯. જૈનમતે વિવેકખ્યાતિ કેવી હોય ? તે કારણ સાથે જણાવો. ૧૦. ચમત્વ એ દુઃખત્વની વ્યાપ્યજાતિ કેમ નથી ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. પાતંજલમતે ..... અન્ય ક્લેશની જન્મભૂમિ છે. (અસ્મિતા, અવિદ્યા, ઉદાર) ૨. અવિદ્યા સ્વરૂપ કલેશનો પ્રતિપક્ષ ..... છે. (સમ્યગ્વારિત્ર, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન) ૩. રાગ અને દ્વેષ નામના ક્લેશનો વિરોધી ...... છે. (ભદદર્શન, સમ્યજ્ઞાન, મધ્યસ્થભાવ) ૪. ...... એ દુઃખનું ઘર, રોગનું ધામ અને હાલતી ચાલતી ગટર છે. (શરીર, આત્મા, મન) ૫. મુક્તિકાલીન જ્ઞાન ..... જ હોય. (નિર્વિષયક, સવિષયક, શૂન્ય) ૬. નૈયાયિકમતે ચરમદુઃખધ્વસ એટલે જ ...... (સંસાર, મોક્ષ, સ્વર્ગ) ૭. કર્મક્ષય ...... થી થાય છે. (યોગ, ભોગ, ક્રિયા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org