Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• માર્યાનાર્થસિદ્ધિપ્રમ્ •
१८०५ चन्दिमसूरिये एवंमहिद्धिके एवंमहानुभावे पाणिना परामसति परिमज्जति । याव ब्रह्मलोकापि कायेन वसं वत्तेति । अयं, भन्ते, इद्धि सासवा सउपधिका, नो अरियाति बुच्चति ।.. भिक्खु स चे आकङ्खति-पटिकूले अप्पटिकूलसञ्जी विहरेय्य'न्ति, अप्पटिकूलसञ्जी तत्थ विहरति । स चे आकङ्खति'अप्पटिकूले पटिकूलसञी विहरेय्य'न्ति, पटिकूलसञ्जी तत्थ विहरति । स ये आकखति- ‘पटिकूले च अप्पटिकूले च अप्पटिकूलसञ्जी विहरेय्य'न्ति, अप्पटिकूलसञ्जी तत्थ विहरति । स चे आकङ्खति'पटिकूले च अप्पटिकूले च पटिकूलसञी विहरेय्य'न्ति, पटिकूलसञ्जी तत्थ विहरति । स चे अकङ्खति'पटिकूलञ्च अप्पटिकूलञ्च तदुभयं अभिनिवज्जेत्वा उपेक्खको विहरेय्यं सतो सम्पजानो'ति, उपेक्खको तत्थ विहरति सतो सम्पजानो । अयं, भन्ते इद्धि अनासवा अनुपधिका अरियाति बुच्चति (વી.નિ. સમ્પનીય સુત્ત-રૂ//૧૨ પૃ.૮૩) રૂત્યુન્ | પદ્ઘનુમતિ = પ્રત્યેનુમતિ, દુત્વ = મૂત્વા, तिरोकुटुं = तिर्यक्कुड्यं, तिरोपाकारं = तिर्यक्प्राकारं, तिरोपब्बतं = तिर्यक्पर्वतं, पथवियापि = पृथिव्यामपि, पल्लङ्केन = पर्यङ्काऽऽसनेन, कमति = गच्छति, परामसति = परामृशति, स्पृशतीति यावत् । परिमज्जति = परिमार्टि, पटिकूले = प्रतिकूले आहार-वस्त्रादौ शत्रुप्रभृतौ च अप्पटिकूलसञ्जी = 'इदं मे न प्रतिकूलमिति संज्ञानवान्, अभिनिवज्जेत्वा = अभिनिवर्य, विहरेय्यं = विहरेयं, सतो = स्मृतिमान्, सम्पजानो = सम्प्रजानानः, शिष्टं स्पष्टम् । यथाऽऽगमञ्चैतदपीहाऽनुयोज्यं विदितस्वપરત–પરમાર્થે: સાર૬/૧૧TI
છે સિદ્ધિ છતાં ઉપસર્ગ હ વિશેષાર્થ :- યોગ સાધના કરતાં કરતાં પુરુષસંયમના પ્રભાવે યોગીને દિવ્ય રૂપ-રસ-ગંધ વગેરેની અનુભૂતિ થતાં તેને “હું સાચા માર્ગે ચાલી રહ્યો છું.' આ સાધના માર્ગે આગળ વધવાથી મને અવશ્ય સમાધિયોગ મળશે જ. હવે હું વધુ સારી રીતે નિયમિત અષ્ટાંગ યોગની સાધના કરું...' આ પ્રમાણે યોગીનો ઉત્સાહ સાધનામાર્ગે વધતો જાય છે. સમાધિપ્રાપ્તિ માટેનો ઉત્સાહ વધારવાના લીધે તે દિવ્યજ્ઞાનો સિદ્ધિ કહેવાય છે. પ્રાતિજજ્ઞાન, દિવ્યજ્ઞાન વગેરેના કારણે વિશિષ્ટ અનુભૂતિઓ - અણિમા-મહિમા વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. માટે તે વ્યવહારદશામાં રહેલા યોગી માટે સિદ્ધિ કહેવાય છે.
પરંતુ દિવ્ય અનુભૂતિઓ થવાથી હું બીજા કરતાં ઘણો આગળ છું. બીજાને ન મળે તેવી લબ્ધિઓ મને પ્રગટી છે. મારું જીવન સફળ થઈ ગયું. હું કૃતકૃત્ય થઈ ગયો. બીજા મારા કરતાં ઘણા પાછળ છે. હું કેવો ભાગ્યશાળી અને મહાન છું ! અહો! મારી અદ્ભુત ચમત્કારશક્તિ !” આવો અહંકાર-આનંદનો અતિરેક-આશ્ચર્ય વગેરે ભાવોમાં યોગી અટવાય તો તે યોગી માટે તે તમામ સિદ્ધિઓ સમાધિને મેળવવામાં ઉપસર્ગરૂપ બની જાય. સમાધિમાર્ગે આગળ વધવાના બદલે તે દિવ્ય સુધારસ આસ્વાદ-અપ્સરાસ્પર્શ વગેરેમાં અટવાઈને અટકી જાય છે. સાધના માટેનો ઉત્સાહ ઓસરવા માંડે છે. પ્રમાદ-અભિમાન-આસક્તિ વગેરે મિથ્યા ભાવોમાં યોગી ફસાઈ જાય છે. સાધનાનું સત્ત્વ, આત્માનું ઓજસ અને મનની પવિત્રતા રવાના થાય છે. તેવી દિવ્ય અનુભૂતિઓ ફરીથી થાય તેની રાહ જોવામાં તે અટકી પડે છે. તેવી અનુભૂતિ ન થાય તો તે વિષાદ પામે છે. દિવ્ય અનુભૂતિ ફરીથી થાય તો તેની આસક્તિ વધે છે. આમ અસંગઅલિપ્ત-અતીન્દ્રિય આત્મતત્ત્વ પ્રત્યેથી તેની નજર ખસી જાય છે. અને ફરીથી તે સાંસારિક ભાવોમાં ફસાઈ જાય છે. આમ અપરિપક્વ સાધક માટે તે જ સિદ્ધિઓ સમાધિની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ ઉપસર્ગસ્વરૂપ બની જાય છે. “જે પોષતું તે મારતું' - આ ઉક્તિ અહીં મર્તવ્ય છે.(૨૬/૧૧)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org