Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર
અનુષ્ઠાનનું પ્રણિધાન કરવા સ્વરૂપ સંયમથી જ મોહનીય કર્મ રવાના થતાં શેષ અઘાતિકર્મત્રિક-ઉન્મૂલન દ્વારા સર્વ વિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. (ગા.૨૨)
આગળ વધતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રાયશ્ચિત્ત પાપનું નાશક છે. માટે તે પણ યોગ છે. તથા અંતઃકોટાકોટીની સ્થિતિવાળા કર્મોનો નાશ કરવામાં સહાયક ધર્મસંન્યાસ પણ યોગ છે. તેવા યોગથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે. કુટિલ વૃક્ષોને જેમ આગ સળગાવે છે તેમ યોગ ક્ષણવારમાં કુટિલ કર્મોને ખતમ કરે છે. પક્ષપાત વિના વરસતા વરસાદ અને પથરાતા સૂર્યપ્રકાશ જેવો યોગ પાપી-ધર્મ બધાને તારવાનું કામ કરે છે. આત્મામાં પ્રવેશતા પાપોને અટકાવવા ‘યોગ’ એવા બે અક્ષરનું ધ્યાન પણ વજ્રની સ્ટોપર છે. (ગા.૨૩-૨૭)
45
રસોઈ કરી જીવાડનાર આગની સાથે અટકચાળા કરવાથી તે આગ મારક બની શકે તેમ તારક એવા યોગનો આજીવિકા માટે ઉપયોગ કરવાથી (= પેટ ભરવા દીક્ષા લેવી વગેરેથી) તે યોગ સંસાર વધારનાર બની શકે છે. સાચા આશયથી યોગની ઝંખના/સ્પૃહા કરવામાં પણ સંસારનો તાપ શાંત થાય છે. સ્વર્ગ-સરોવરની શીતળ લહેરીઓનો સ્પર્શ થાય છે.
ભરતચક્રીએ આ યોગના બળે જ આરિસામહેલમાં પણ કૈવલ્યલક્ષ્મી મેળવી હતી. અને પૂર્વે (અનાદિ નિગોદ રાશિમાં અને કેળના ઝાડના ભવમાં) ધર્મ ન મેળવવા છતાં આ યોગના માહાત્મ્યથી જ મરૂદેવા માતાએ મોક્ષપદને પ્રાપ્ત કર્યું હતું - આમ જૈનદર્શન સંબંધી વક્તવ્ય દર્શાવીને યોગમાહાત્મ્ય બત્રીસી ગ્રંથકારશ્રીએ પૂર્ણ કરેલ છે. (ગા.૨૮-૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org