Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સાત ઘરમતં ન ગતિઃ •
१७६१ चरमत्वं च दुःखत्वव्याप्या जातिर्न जातितः । तच्छरीरप्रयोज्यातः साङ्कर्यान्नाऽन्यदर्थवत् ।।२९।।
_चरमत्वं चेति । चरमत्वं च दुःखत्वव्याप्या जातिः न, तच्छरीरप्रयोज्यातो जातितः साङ्कर्यात्, मैत्रीयचरमसुखचैत्राऽचरम दुःखाऽवर्तिन्योस्तयोश्चैत्रचरमदुःख एव समावेशात् । च्छेदकं स्यात्, तच्च न सम्भवतीति न ततः चरमदुःखोत्पादो युज्यत इत्याशयेन ग्रन्थकार आह'चरमत्वमिति। दुःखत्वव्याप्या = दुःखत्वन्यूनवृत्तिः जातिः चरमत्वं = चरमत्वाऽऽख्या न सम्भवति, तच्छरीरप्रयोज्यातो जातितः साङ्कर्यात् । तथाहि चैत्रीयशरीरप्रयोज्या दुःखनिष्ठा दुःखत्वजातिः चैत्रीयाऽचरमदुःखे वर्तते परं तत्र चरमत्वं नास्ति । मैत्रीयचरमसुखे चरमत्वं वर्तते परं चैत्रीयशरीर-प्रयोज्या दुःखत्वजातिः न वर्तते । इत्थं परस्परव्यधिकरणयोः यथाक्रमं मैत्रीयचरमसुख-चैत्राऽचरम-दुःखाऽवर्तिन्योः तयोः = दुःखत्व-चरमत्वयोः चैत्रचरमदुःखे एव समावेशात् स्पष्टमेव साङ्कर्यम्, पर-स्परव्यधिकरणयोरेकत्र
જ ચમત્વ દુઃખત્વવ્યાપ્ય જાતિ નથી - જૈન હ ગાથાર્થ - ચમત્વ દુઃખત્વવ્યાપ્ય જાતિ નથી. કારણ કે તશરીરપ્રયોજ્ય જાતિથી સાંકર્મ આવે છે. તથા બીજું ચરમત્વ કહેવાનો કોઈ અર્થ નથી. (૨૫/૨૯)
ટીકાર્થ :- ચમત્વ દુઃખત્વવ્યાપ્ય જાતિ નથી. કારણ કે તશરીરપ્રયોજ્ય જાતિથી સાંકર્ય આવે છે. તે આ રીતે – મૈત્રના ચરમ સુખમાં ચમત્વ રહે છે પણ દુઃખત્વજાતિ રહેતી નથી. ચૈત્રના અચરમ દુઃખમાં દુઃખત્વજાતિ રહે છે પણ ચમત્વ જાતિ રહેતી નથી. આ રીતે દુ:ખત્વ અને ચમત્વ પરસ્પર વ્યધિકરણ = ભિન્નાધિકરણવૃત્તિ સિદ્ધ થાય છે. તથા ચૈત્રના ચરમદુઃખમાં ચમત્વ અને દુઃખત્વ બન્ને રહે છે. (આમ પરસ્પર વ્યધિકરણ ગુણધર્મનો એક અધિકરણમાં સમાવેશ થવો એ જ સંકર દોષ કહેવાય છે. આ સંકર દોષ જાતિબાધક છે. અર્થાત્ ચમત્વ અને દુઃખત બન્નેનો જાતિરૂપે સ્વીકાર કરવામાં આ સંકર દોષ નડતર રૂપ બને છે. બેમાંથી એકને જાતિ માની શકાય. પણ તે બન્નેને જાતિ માની ન શકાય. દુઃખત્વ તો જાતિ તરીકે પ્રસિદ્ધ છે જ. માટે ઉપરોક્ત સાંકર્ય ચમત્વને જાતિ માનવામાં નૈયાયિકમત મુજબ બાધક બનશે. માટે ચમત્વને જાતિ માની ન શકાય.)
નૈયાયિક :- ચૈત્રીય ચરમ સુખ-દુઃખ વગેરેમાં જે ચમત્વ જાતિ રહે છે તે ચૈત્રીય શરીરથી પ્રયોજ્ય જાતિની વ્યાપ્ય છે. મૈત્રીય ચરમ સુખ-દુઃખ વગેરેમાં જે ચમત્વજાતિ રહે છે. તે મૈત્રીય શરીરથી પ્રયોજ્ય જાતિવિશેષની વ્યાપ્ય છે. આ બન્ને જાતિના પ્રયોજક ચૈત્રીય શરીર, મૈત્રીય શરીર વગેરે જુદા-જુદા છે. માટે તેનાથી પ્રયોજ્ય જાતિની વ્યાપ્ય ચમત્વ જાતિ પણ જુદી-જુદી છે. આવું માનવાથી ઉપરોક્ત સાંકર્ય દોષને અવકાશ નહિ રહે. તે આ રીતે - “મૈત્રીય ચરમ સુખમાં ચમત્વ જાતિ છે પણ દુઃખત્વ જાતિ નથી. ચૈત્રીય અચરમ દુઃખમાં દુઃખત્વ જાતિ છે પણ ચમત્વ જાતિ નથી. પરંતુ તે બન્ને ચૈત્રીય ચરમ દુઃખમાં છે.' - આવું કહીને આપવામાં આવેલ સાંકર્ય દોષ વ્યાજબી નથી. કેમ કે મૈત્રીય ચરમ સુખમાં જે ચમત્વ જાતિ છે તે મૈત્રીય શરીરથી પ્રયોજ્ય છે, નહિ કે ચૈત્રીય શરીરથી પ્રયોજ્ય. માટે મૈત્રીય ચરમ સુખમાં જે ચમત્વ જાતિ રહે છે તે ચૈત્રીય ચરમ દુઃખમાં રહેતી જ નથી. માત્ર શાબ્દિક આનુપૂર્વી ૨. દસ્તાવ ‘તછરીર જ્યોતિ:' તિ નત્તિ | ૨. મુદ્રિત તો “...યોગા, કતો ન...” ત્ય: 4: / રૂ. મુદ્રિતપ્રતો વરમ:.' શુદ્ધ: પાઠ: | ૪. મુદ્રિતપ્રતો દુ:વર્તિ...' ત્યશુદ્ધ પાઠ ત્યવઘેયમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org