Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६७८
• प्रकारान्तरेण त्रिविधपरिणामविमर्शः • ત્રિશવ-૨૪૨૪ तत्र धर्मिणः पूर्वधर्मनिवृत्तावुत्तरधर्माऽऽपत्तिधर्मपरिणामः । यथा मृल्लक्षणस्य धर्मिणः पिण्डरूपधर्मपरित्यागेन घटरूपधर्मान्तरस्वीकारः । लक्षणपरिणामश्च यथा तस्यैव घटस्याऽनागताऽध्वपरित्यागेन वर्तमानाऽध्वस्वीकारः, तत्परित्यागेन वाऽतीताऽध्वपरिग्रहः । अवस्थापरिणामश्च यथा तस्य
एव घटस्य प्रथम-द्वितीययोः क्षणयोः सदृशयोरन्वयित्वेन । चलगुणवृत्तीनां गुणपरिणमनं धर्मीव शान्तोदितेषु शक्तिरूपेण स्थितेषु सर्वत्र सर्वात्मकत्ववद् अव्यपदेश्येषु धर्मेषु कथञ्चिद्भिन्नेष्वन्वयी दृश्यते । यथा पिण्ड-घटादिषु मृदेव प्रतिक्षणमन्याऽन्यत्वाद्विपरिणामाऽन्यत्वम् । तत्र केचित्परिणामाः प्रत्यक्षेणैवोपलक्ष्यन्ते, यथा सुखादयः संस्थानादयो वा । केचिच्चाऽनुमानगम्याः, यथा कर्म-संस्कारशक्तिप्रभृतयः । धर्मिणश्च भिन्नाभिन्नरूपतया सर्वत्राऽनुगम इति न काचिदनुपपत्तिः । तदिदमुक्तंतथाहि तत्र = त्रिषु परिणामेषु मध्ये धर्मिणः मृदादेः पूर्वधर्मनिवृत्तौ पिण्डादिरूपप्राक्तनधर्मव्यये उत्तरधर्माऽऽपत्तिः = घटादिरूपोत्तरकालीनधर्माऽऽविर्भावः = धर्मपरिणामः ।
सूत्रत्रयेण योगसूत्रसंवादमाह- ‘एतेने'त्यादि । अत्र राजमार्तण्डवृत्तिरेवं वर्तते → एतेन = त्रिविधेन કહેવાય. (૨) તથા તે જ ઘડો પોતાની અનાગત દશાને-ભાવી અવસ્થાને છોડીને વર્તમાનકાલીનતા સ્વીકારે છે તે લક્ષણ પરિણામ કહેવાય. અથવા તો ઘડો ફૂટી જાય ત્યારે વર્તમાનકાલીનતા ગુણધર્મને છોડીને ભૂતકાલીનતા નામના ગુણધર્મને ઘડો સ્વીકારે છે તે લક્ષણ પરિણામ કહેવાય. તથા (૩) તે જ ઘડાની પ્રથમ અને દ્વિતીય ક્ષણ સમાન છે. તે બન્ને સમાન ક્ષણમાં અન્વયી તરીકે જે ઘડો રહેલો છે તે અવસ્થા પરિણામ કહેવાય. સત્ત્વાદિ ગુણોની વૃત્તિ અત્યંત ચંચળ છે. પ્રતિક્ષણ તે પરિણમે છે. ચંચળ એવી ગુણવૃત્તિઓનું ગુણરૂપે પરિણમન અન્વયીરૂપે દેખાય છે. જેમ કે પૂર્વે દ્વા.ઠા.૧૪/૨૪, પૃ.૯૮૬) જણાવેલ શાંત અને ઉદિત ગુણધર્મ શક્તિરૂપે રહેલા હોય તેમાં આધાર = ધર્મી સર્વત્ર અન્વયીરૂપે દેખાય છે તેમ ચંચલ ગુણવૃત્તિનું ગુણરૂપે પરિણમન પણ અનુગત સ્વરૂપે દેખાય છે.
અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શક્તિરૂપે રહેલા ગુણધર્મોને સર્વાત્મકત્વની જેમ પ્રતિનિયત ચોક્કસ સ્વરૂપે બોલી શકાતા નથી. માટે તે અવ્યપદેશ્ય તરીકે પાતંજલદર્શનમાં ઓળખાવાય છે. તે ગુણધર્મો અવ્યવદેશ્ય તરીકે ઓળખાવા છતાં તેઓમાં પરસ્પર કથંચિત ભેદ પણ રહેલો હોય છે. તેમાં પણ ધર્મી અન્વયીરૂપે દેખાય છે. અર્થાત્ શાન્ત, ઉદિત અને અવ્યપદેશ્ય = સર્વાત્મક આમ ત્રણેય ગુણધર્મોમાં અનુગત = અન્વયી સ્વરૂપે ધર્મી = આધાર દેખાય છે. (જેમ કે સોનું બંગડી અવસ્થાનો ત્યાગ કરીને હારરૂપે પરિણમે ત્યારે પણ સોનારૂપે તો તે સોનું બંગડી અને હારમાં અનુગત જ હોય છે. તેમાં આધારરૂપે સોનું સામાન્યસ્વરૂપે જણાય છે તથા તે જ સોનું બંગડી-હાર વગેરે ગુણધર્મરૂપે તો વિશેષસ્વરૂપે રહેલું હોય તેમ જણાય છે. એક જ ધર્મીના = આધારના અનેક પરિણામ કઈ રીતે હોઈ શકે? આ શંકાનું સમાધાન આપવા માટે ગ્રંથકાર કહે છે કે, મૃત્પિડ, કપાલ, ઘડો વગેરે પરિણામોમાં માટી પ્રતિક્ષણ અન્ય-અન્યસ્વરૂપે રહેલી હોવાથી વિશેષરૂપે પરિણામોમાં ભેદ રહે છે. તેમાં કેટલાક પરિણામો પ્રત્યક્ષથી જ દેખાય છે. જેમ કે સુખ, દુઃખ વગેરે આંતરિક પરિણામો અને સંસ્થાન-આકૃતિસંયોગ વગેરે બાહ્ય પરિણામો. કેટલાક પરિણામો અનુમાનથી ઓળખી શકાય તેવા હોય છે. જેમ કે કર્મ, સંસ્કાર, શક્તિ વગેરે. આધાર સ્વરૂપ ધર્મી તો સર્વત્ર ભિન્નભિન્ન સ્વરૂપે અનુગત જ હોય છે. ૨. અતિપ્રતો ‘ઇવ' નાતિ / ર. મુદ્રિતત્રતો ..મને' : રૂ. મુદ્રિત તો “સર્વાત્મત્વચપશે...” ત્યશુદ્ધઃ પાઠ:/ ૪. મુદ્રિતપ્રતો “..પત્તિ' તિ ગુરિતોશુદ્ધ પાઠ: |
Jain Education Internationa
For Private & Personal Use Only
www.jainelibrary.org