Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• શિવત્વસ્વવિષ્ય મીમાંસા •
१७१५ किं च 'क्षणिको ह्यात्माऽभ्युपगम्यमानः स्वनिवृत्तिस्वभावः स्यात्, उताऽन्यजननस्वभावः, उताहो उभयस्वभावः ? इति त्रयी गतिः, तत्राऽऽद्यपक्षे आह
तत्र = त्रिषु विकल्पेषु मध्ये आद्यपक्षे 'क्षणिकः सन् आत्मा स्वनिवृत्तिस्वभाव एव' इति प्रथमाદૃષ્ટિએ રહેતો નથી. પણ આત્મસ્વરૂપે તો આત્મા તેવો જ છે. આ છે જૈનમાન્ય સાન્વયનાશ. કોઈક પૂર્વઅવસ્થાની અપેક્ષાએ આત્માનો નાશ થવા છતાં મૂળભૂત અવસ્થાની અપેક્ષાએ આત્માનો નાશ થતો નથી. આવું માનવાથી જ હિંસા-અહિંસા વગેરે દ્વારા નરક-સ્વર્ગાદિની પ્રાપ્તિ આત્માને થઈ શકે.
બૌદ્ધ લોકો તમામ પદાર્થોનો નિરન્વય નાશ અર્થાત્ ઉપાદાનકારણસહિત કાર્યનાશ માને છે. એટલે પ્રસ્તુતમાં તમામ સ્વરૂપે આત્માનો નાશ થાય છે. હિંસા-અહિંસાનું આચરણ કર્યા પછીની બીજી જ ક્ષણે આત્મા વંધ્યાપુત્રસમાન સર્વથા અસતું-તુચ્છ બની જાય છે. સર્વથા અવિદ્યમાન પદાર્થમાં કોઈ પણ ભાવરૂપે પરિણમી જવાની શક્તિ હોતી નથી. માટે એકાંતક્ષણિકવાદમાં સારી કે ખરાબ ક્રિયાનું કશું પણ ફળ કોઈને પણ મળી ન શકે.
દૂધમાંથી દહીં બને છે. દહીંમાંથી છાશ બને છે. છાશમાંથી માખણ બને છે. માખણમાંથી ઘી બને છે. આનું કારણ એ છે કે પૂર્વ-પૂર્વકાલીન કારણભૂત સ્થિર એવા દૂધ વગેરે પદાર્થમાં ઉત્તર-ઉત્તરકાલીન કાર્યભૂત દહીં વગેરે પદાર્થને ઉત્પન્ન કરવાની અત્યંત યોગ્ય એવી શક્તિ રહેલી છે. અત્યંત યોગ્યતાવાળી આ કાર્યોત્પાદક શક્તિના લીધે જ દૂધમાંથી દહીં થવાની સામગ્રી હાજર થાય છે. ગોરસસ્વરૂપે દૂધ અને દહીં સમાન છે. માટે કારણસમાન કાર્યની સામગ્રી તો કારણમાં રહેલી અત્યંત યોગ્ય એવી શક્તિના પ્રભાવે જ હાજર થાય છે. - આવો નિયમ માનવો જરૂરી છે. આઠમા શ્લોકની ટીકાની છેલ્લી પંક્તિનો આ આશય છે. તેથી પ્રસ્તુતમાં વિચાર કરવામાં આવે તો > “દયા-દાન કરનાર આત્મા ભવાંતરમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે તથા હિંસા-ચોરી વગેરે કરનાર દુષ્ટ આત્મા નારક વગેરે રૂપે ઉત્પન્ન થાય છે.' - આ પ્રમાણે બૌદ્ધના ત્રિપિટક ગ્રંથોમાં બતાવેલી વાતની સંગતિ તો જ થઈ શકે કે જો કર્મકર્તા આત્મા દેવ-નરક વગેરે ભવમાં કોઈકને કોઈક સ્વરૂપે હાજર રહે પુણ્ય કર્મ કરનાર માનવ આત્મા કાલાંતરે દેવાત્મા રૂપે ઉત્પન્ન થાય છે. તેથી પુણ્યકર્મ કરનાર માનવાત્મામાં દેવાત્મા થવાની સામગ્રી માનવી પડે. તથા તે સામગ્રી તો જ તેમાં હાજર થઈ શકે કે જો તે નરાત્મામાં દેવાત્મા થવાની અથવા દેવાત્માને ઉત્પન્ન કરવાની અત્યંત યોગ્ય એવી શક્તિ માનવામાં આવે. તે ત્યારે જ શક્ય છે કે દેવાત્માના જન્મની પૂર્વેક્ષણે અત્યંત યોગ્ય શક્તિનો આશ્રય એવો નરાત્મા વિદ્યમાન હોય. આવું સ્વીકારવાથી આપમેળે આત્મામાંથી સર્વથા ક્ષણિકતા રવાના થાય છે. અર્થાત્ આત્મા કોઈને કોઈ સ્વરૂપે બીજી-ત્રીજી વગેરે ક્ષણે હાજર રહે છે. માટે “આત્મા સર્વથા ક્ષણભંગુર હોવાથી નૈરામ્ય = આત્મશૂન્યતા અને માન્ય છે.” આવો બૌદ્ધમાન્ય દ્વિતીય વિકલ્પ (છઠ્ઠા શ્લોકમાં બતાવેલ) પણ બરાબર નથી.(૨૫/૮)
વળી, નૈરામ્યવાદી બૌદ્ધ દ્વારા સર્વથા ક્ષણિકરૂપે સ્વીકારવામાં આવતો આત્મા કેવો છે ? આ બાબતમાં ત્રણ વિકલ્પ ઉદ્ભવે છે. (૧) શું સ્વનિવૃત્તિસ્વભાવવાળો હોવાના લીધે આત્મા સર્વથા ક્ષણિક છે? કે (૨) પરજનનસ્વભાવવાળો હોવાના લીધે ? કે (૩) ઉપરોક્ત બન્ને સ્વભાવવાળો હોવાના કારણે? આમ ત્રણ પ્રકારના વિકલ્પ ઉપસ્થિત થાય છે. તેમાં પ્રથમ અને બીજા વિકલ્પને સ્વીકારવામાં
૨. દસ્તાવ સત્ર “નિવૃતિ’ ફુધવ: 8: સત્પાતાયાત: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org