Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• आत्मदर्शनस्य वैराग्यप्रतिबन्धकताविचारः •
नैरात्म्यदर्शनमेव मुक्तिहेतुरिति सिद्धम् ॥ ५ ॥ एतद्दूषयति
प्रियं सर्वं नान्यथा प्रियता कदा ← ( म.गी. ३७/१२ ) इति, अध्यात्मगीतायां च आत्मानमन्तरा कोऽपि नाऽन्यः प्रियतमो भुवि ← ( अ. गीता . ५१ ) इति । तस्मात् कारणात् आत्मदर्शनस्य = देहादिभिन्नपरलोकगामि-स्थिराऽऽत्मगोचरदर्शनस्य पारलौकिकादिसुखकामना-तत्साधनममताद्युत्थापकतया वैराग्यप्रतिपन्थित्वात् = तृष्णाविरहविरोधित्वाद् नैरात्म्यदर्शनमेव मुक्तिहेतुः । तदुक्तं नैरात्म्यदर्शनवादिमतनिरूपणाऽवसरे योगबिन्दौ →
१७०६
द्वात्रिंशिका - २५/५
तृष्णा यज्जन्मनो योनिर्धुवा सा चाऽऽत्मदर्शनात् । तदभावान्न तद्भावः तत्ततो मुक्तिरित्यपि ।। न ह्यपश्यन्नहमिति स्निह्यत्यात्मनि कश्चन । न चाऽऽत्मनि विना प्रेम्णा सुखकामोऽभिधावति ।। सत्यात्मनि स्थिरे प्रेम्णि न वैराग्यस्य सम्भवः । न च रागवतो मुक्तिर्दातव्योऽस्या जलाञ्जलिः ।।
← (यो.बिं.४६०-१-२) इति । ततश्चाऽयं समुदितः फलिताऽर्थो यदुताऽऽत्मदर्शने सति तदर्थं सुखादिकं कामयमाना विहित निषिद्धसाधनगोचरराग-द्वेषकरणतः तथाऽनुतिष्ठन्तः कर्माशयमाचिन्वानाः प्रदीर्घजन्मादिपरम्परामनुभवन्ति । यदि पुनः अमी 'नाऽहं न कश्चित् किमपि वा मम नास्ति, न किञ्चिदपि वस्तु स्थिरं विश्वमेव क्षणभङ्गुरमलीकञ्चेत्यवधारयेरन् न किञ्चिदपि कामयेरन् । न चाऽकामयमानाः केचिदपि प्रवर्तन्ते । न चाऽप्रवर्तमानाः कर्माशयेन सिच्यन्ते । न चाऽन्तरेण कर्माशयं सम्भवो जन्मादेर्भोगादेर्वेति भवति नैरात्म्यदर्शनं साधनमपवर्गस्येति ।। २५/५ ।।
સુખસાધનોને વિશે પ્રવર્તતો નથી. તેથી સિદ્ધ થાય છે કે આત્મદર્શન વૈરાગ્યનું વિરોધી છે. માટે નૈરાત્મ્યદર્શન જ મોક્ષનો હેતુ છે એમ સિદ્ધ થાય છે. (૨૫/૫)
વિશેષાર્થ :દરેકને પોતાની જાત અત્યંત વહાલી છે. પોતાને સુખી કરવા માટે જ દરેક પ્રાણી પ્રવૃત્તિ કરે છે. ધંધો, નોકરી, ભાગીદારી, ભીખ, ફેરી, મજૂરી વગેરે તમામ પ્રવૃત્તિ પોતાના સુખનું સાધન છે, એમ સમજીને જ દરેકે દરેક પ્રાણી તે તે સુખસાધનો વિશે પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિના મૂળમાં આત્માનો રાગ-સ્નેહ-મમત્વભાવ કારણભૂત છે. નૈરાત્મ્યદર્શન એમ કહે છે કે ‘ભાઈ ! તું જ નથી. તું આત્મા નથી. દેહાદિભિન્ન પરલોકગામી આત્મા તું નથી. ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈ પણ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ આત્મા નથી. આ ત્રિકાલ અબાધિત સત્ય છે. તો આ જગતમાં તારું કોણ હોઈ શકે? તું પોતે જ નથી તો કોને સુખી કરવા માટે તું આ બધી દોડધામ કરે છે ?' આવું સાંભળતો-જોતો-વિચારતો બુદ્ધિશાળી માણસ ક્યાંય પણ મૂર્છા-મમતા-આસક્તિ કરતો નથી. આ રીતે તૃષ્ણા મૂળમાંથી રવાના થતાં પુનર્જન્મની પરંપરા અટકે છે. અને મોક્ષ મળે છે. આમ નૈરાત્મ્યદર્શન જ મુક્તિહેતુ છે એમ સિદ્ધ થાય છે.
-
આત્મદર્શન તો રાગનું કારણ છે કારણ કે ‘હું દેહાદિભિન્ન પરલોકગામી આત્મા છું. દેહ વગેરેનો નાશ થવા છતાં મારો નાશ થવાનો નથી. મારે ક્યાંક જવાનું છે. પરલોકમાં જ્યાં જવાનું છે ત્યાં સુખી બનવા માટે હું દાન કરું, તપ કરું, ઉગ્ર સાધના કરીને પુણ્યસંચય કરું. તો મને પરલોકમાં દેવલોક, અપ્સરા-ભોગસુખસામગ્રી વગેરે મળશે. પછી હું સ્વર્ગમાં દેવવિમાનની અંદર અપ્સરાઓ, દેવાંગનાઓ સાથે મોજ-મજા કરીશ.' આ પ્રમાણે વિચારણા આત્મદર્શનમાંથી ઊભી થાય છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org