Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५८६ • गन्तव्याऽभेदेऽध्वाऽभेदः .
द्वात्रिंशिका-२३/२२ "संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ।। तत् तस्मात्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ।।"
6 (यो.दृ.स.११३,११४) ।।२२।। + (यो.दृ.स.११५-११९) इति । इदमुपजीव्य योगसारप्राभृतेऽपि → यतः समेऽप्यनुष्ठाने फलभेदोऽभिसन्धितः । स ततः परमस्तत्र ज्ञेयो नीरं कृषाविव ।। बहुधा भिद्यते सोऽपि राग-द्वेषादिभेदतः । नानाफलोपभोक्तृणां नृणां बुद्ध्यादिभेदतः ।।
6 (यो.सा.प्रा.८/७९,८०) इत्युक्तम् ।
विभिन्नानामित्यादि स्पष्टम् । कारिकायुगलेन योगदृष्टिसमुच्चयसंवादमाह- 'संसारिणामिति, 'तदिति च । तद्वृत्तिस्त्वेवम् → संसारिणां हि देवानां लोकपालादीनां यस्मात् चित्राणि = अनेकाऽऽकाराणि अनेकधा = अनेकैः प्रकारैः । 'कैः कानि ?' इत्याह स्थित्यधर्य-प्रभावाद्यैः आदिशब्दात् सहजरूपादिपरिग्रहः, स्थानानि = विमानादीनि प्रतिशासनं = शासनं प्रति ब्रह्माण्डत्रैविध्याऽनुभेदात् (यो.दृ.स.११३ वृत्ति)। यस्मादेवं तस्मात् कारणात् तत्साधनोपायः = संसारिदेवस्थानसाधनोपायः नियमात् चित्र एव हि भवति । इदमेव वस्तु लोकप्रसिद्धोदाहरणद्वारेणाह- न भिन्ननगराणां स्याद् = भवेद् एकं वर्त्म कदाचन तथा तभेदाऽनुपपत्तेः (यो.दृ.स.११४ वृत्ति) 6 इति । इष्टापूर्तफलसमाप्त्यनन्तरं पुनर्निम्नतरसंसारफलभोगपरम्परोपतिष्ठते, भोगैकरसिकाऽन्तःकरणत्वादित्यवधेयम् । यथोक्तं मुण्डकोपनिषदि → इष्टापूर्तं मन्यमाना वरिष्ठं नाऽन्यच्छ्रेयो वेदयन्ते प्रमूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभूत्वेमं लोकं हीनतरं वा विशन्ति ।। - (मुं.२/१/१०) इति ।।२३/२२ ।। = ક્રિયાવિશેષ પણ આશય વગેરેના ભેદથી વિવિધ પ્રકારના હોય છે. તેથી તો યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે “જે કારણે સંસારી દેવોના વિમાનાદિ સ્થાની સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ, સહજરૂપ વગેરે કારણથી દરેક લોકમાં જુદા-જુદા પ્રકારના હોય છે તે કારણે તે દેવ, વિમાન વગેરે સ્થાનની પ્રાપ્તિનો ઉપાય પણ અવશ્ય જુદા-જુદા પ્રકારનો જ હોય છે. ખરેખર, અલગ-અલગ નગરોનો માર્ગ ध्यारेय में न छोय.' (२3/२२)
વિશેષાર્થ :- જો માર્ગ સંપૂર્ણતયા એક જ હોય તો પ્રાપ્તવ્ય નગરોમાં ભેદ સંગત ન થાય. જો માર્ગ જુદા-જુદા હોય તો જ ગંતવ્ય સ્થાનમાં તફાવત યુક્તિથી સંગત થઈ શકે. તે જ રીતે લોકપાલ, ક્ષેત્રપાલ, દિપાલ વગેરે દેવોના આયુષ્ય, ઐશ્વર્ય, ઋદ્ધિ-સમૃદ્ધિ, પ્રભાવ, સ્વાભાવિક રૂપ-સૌંદર્ય વગેરેમાં ભેદ હોવાના કારણે જુદા-જુદા પ્રકારના વિમાન-ભવન-નગર વગેરે સ્થાનોમાં તે સાંસારિક દેવો નિવાસ કરે છે. આ સ્થાનભેદ હોવાથી તેની પ્રાપ્તિના ઉપાય પણ જુદા-જુદા હોય છે. જો ઉપાય એક હોય તો તેના દ્વારા જુદા-જુદા જીવોને મળનારા દેવલોક-વિમાન વગેરેમાં રહેલો તફાવત યુક્તિસંગત થઈ न श. - ઈષ્ટ અને પૂર્તનું સ્વરૂપ પ્રથમ બત્રીસીના ચોથા શ્લોકની (પૃષ્ઠ ૧૬) ટીકામાં બતાવી ગયા હોવાથી અહીં તેનું પુનરાવર્તન કરવામાં નથી આવતું. જિજ્ઞાસુઓએ ત્યાં દષ્ટિપાત કરી લેવો. (२3/२२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org