Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६०४
• महात्मनां कारणं विना द्रव्याऽसत्याऽप्रयोगः •
द्वात्रिंशिका - २३/२७
तदुक्तं- “चित्रा तु 'देशनैतेषां स्याद्विनेयाऽऽनुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ।।” ( यो दृ.स. १३४ ) ।। २७ ।।
नाऽनाप्तः स्यादिति ध्येयम् । इदमेवाभिप्रेत्य शास्त्रवार्तासमुच्चये बुद्धो महामुनिः सुवैद्यवद् विना कार्यं द्रव्याऽसत्यं न भाषते ← (शा. वा. स. ६/५३) इत्युक्तम् ।
तदुक्तं योगदृष्टिसमुच्चये अपि 'चित्रा' इति । तद्वृत्तिस्त्वेवम्
=
चित्रा तु = नानाप्रकारा पुनः देशना 'नित्य आत्मा, अनित्य इति च' इत्यादिरूपा एतेषां सर्वज्ञानां कपिल-सुगतादीनां स्याद् भवेद् विनेयाऽऽनुगुण्यतः तथाविधशिष्याऽऽनुगुण्येन कालान्तराऽपायभीरुमधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगाऽऽस्थावतस्त्वधिकृत्योपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना अनित्यदेशना । न तु तेऽन्वयव्यतिरेकवद्वस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वाऽनुपपत्तेः । एवं देशना तु तथागुणसम्पादनेनाऽदुष्टैवेत्याह- यस्मादेते महात्मानः सर्वज्ञाः 'किम् ?' इत्याह भवव्याधिभिषग्वराः - संसारव्याधिवैद्यप्रधानाः ← (यो. दृ.स. १३४ वृत्ति) । तदुक्तं अध्यात्मगीतायामपि
परस्परविरुद्धा ये, सर्वे धर्मा जगत्तले । वैद्यानामिव लोकानां भवन्ति चित्तशुद्धये ।। वैद्यौषधिमहारोग-वैविध्यं च यथातथम् । सर्वदर्शनधर्माणां वैचित्र्यं चित्तशुद्धये ।। वैद्या औषधयो रोगा विविधाश्च यथा तथा । धर्माश्च गुरवः सर्वे, ह्याचारा विविधा मताः || तारतम्यं च वैद्येषु, रोगेषु यौषधादिषु । तथा वक्तृषु धर्मेषु, धर्मकर्मसु दृश्यते ।। ← (अ.गी.४२०-४२३) इति । प्रकृते च विचित्रा देशनास्तत्र भव्यचित्ताऽनुरोधतः । कुर्वन्ति सूरयो वैद्या यथाव्याध्यनुरोधतः ।। ← (यो.सा. प्रा. ८ / ९४ ) इति योगसारप्राभृतकारिका स्मर्तव्या ।।२३/२७।।
તેથી તો યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે ‘શિષ્યોના અભિપ્રાયને અનુસરવાના લીધે કપિલ અને ગૌતમ બુદ્ધ વગેરે સર્વજ્ઞોની ધર્મદેશના જુદા-જુદા પ્રકારની જોવા મળે છે. કારણ કે આ સર્વજ્ઞ મહાત્માઓ સંસાર સ્વરૂપ રોગનો નાશ કરવા માટે ઉત્તમ વૈદ્યો છે.' (૨૩/૨૭)
=
,
વિશેષાર્થ :- કપિલ સામે મુખ્યતયા બ્રાહ્મણો શ્રોતા હતા. જ્યારે ગૌતમ બુદ્ધની સામે ક્ષત્રિયપ્રધાન શ્રોતાવર્ગ હતો. બ્રાહ્મણો પાપભીરુ તો હોય, સાથે સાથે દુઃખભીરુ-મોતભીરુ પણ હોય. તેથી મૃત્યુ, રોગ, ઘડપણ વગેરેથી ડરનારા બ્રાહ્મણ આદિ શ્રોતાવર્ગને ‘તું ડરે છે શા માટે ? તું તો અમર છે.' આવું કહેવા દ્વારા તેની દૃષ્ટિ ધ્રુવ આત્મદ્રવ્ય તરફ કેન્દ્રિત કરવાનો આશય કપિલ મુનિનો છે. તથા ‘હું ક્યારેય મરવાનો જ નથી. હું અમર છું. તો શા માટે રાજ્ય-સંપત્તિ-રાજકુમારી વગેરે ભોગ-સુખની સામગ્રીથી જલસા ન કરું ?’ આવી વિચારસરણીથી ઉન્માર્ગ તરફ ખેંચાતા ક્ષત્રિય આદિ શ્રોતાવર્ગને સન્માર્ગે લાવવા માટે ‘ભાઈ! શા માટે આ ભોગસુખમાં આસક્ત બને છે ? આ કાંઈ કાયમ ટકવાનું નથી. તથા તારે પણ જવાનું છે. સમગ્ર જગતમાં બધું નાશવંત જ છે.’ આવો ઉપદેશ ગૌતમબુદ્ધ આપે છે.
શ્રોતાની ભૂમિકાને લક્ષમાં રાખીને ઉન્માર્ગથી તેને ઉગારવા માટે કપિલ મુનિ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરે છે, તથા પર્યાયાર્થિક નયને ગૌણ કરે છે. જ્યારે ગૌતમ બુદ્ધ વગેરે પર્યાયાર્થિક નયને મુખ્ય કરે છે તથા દ્રવ્યાર્થિક નયને ગૌણ કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે કપિલ મુનિ પર્યાયસ્વરૂપે આત્માની અનિત્યતાનો અપલાપ કરે છે અથવા ગૌતમબુદ્ધ દ્રવ્યરૂપે આત્મગત ધ્રૌવ્યનો અપલાપ કરે છે. વસ્તુમાં નિત્યાનિત્યત્વ, દ્રવ્યપર્યાયાત્મકતા, ભિન્નાભિન્નતા તો પ્રમાણથી સિદ્ધ છે. તેથી જો વસ્તુના એક અંશને જ તેઓ જાણતા હોય અને १. हस्तादर्शे 'देशनेते...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org