Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• स्थिरस्वभावादन्यमुद्दोषत्यागः •
१६४१
धारणा प्रीतयेऽन्येषां कान्तायां नित्यदर्शनम् । नाऽन्यमुत् स्थिरभावेन मीमांसा च हितोदया ॥ ८ ॥ धारणेति । कान्तायां उक्तरीत्या नित्यदर्शनम् । तथा धारणा वक्ष्यमाणलक्षणा अन्येषां प्रीतये भवति । तथा स्थिरभावेन नाऽन्यमुत् नाऽन्यत्र हर्षः, तदा तत्प्रतिभासाऽभावात् । हितोदया = सम्यग्ज्ञानफला मीमांसा च सद्विचारात्मिका भवति ||८||
=
स्थिरा दर्शिता । साम्प्रतमवसरसङ्गतिप्राप्तां कान्तामाह - ' धारणे 'ति । अन्येषां स्वव्यतिरिक्तानां प्राणिनां प्रीतये भवति मैत्र्यादिवासितचित्तत्वात्, न तु द्वेषाय भवति । स्थिरातोऽपि अधिकतरेण स्थिरभावेन न अन्यत्र = अनुष्ठीयमानव्यतिरिक्ते हर्षः सम्भवति, तदा = प्रकृताऽनुष्ठानकरणसमये अनुष्ठीयमाने एव समुचितोपयोगपरतया तत्प्रतिभासाऽभावात् = अक्रियमाणगोचरकुतूहलौत्सुक्यादिविरहात् । सद्विचारात्मिका नित्यं सदागमाऽनुसारिविचारविमर्शस्वरूपा, न तु स्वकल्पनाशिल्पिघटितरूपा । तदुक्तं योगदृष्टिसमुच्चये कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा । अतोऽत्र नाऽन्यमुन्नित्यं मामासाऽस्ति हितोदया ।। ← (यो. दृ.स. १६२ ) इति । अध्यात्मतत्त्वालोकेऽपि
ततश्च कान्तादृशि सम्प्रवेशस्ताराप्रभासन्निभदर्शनायाम् । चित्तस्य देशे स्थिरबन्धनं यत् तां धारणामत्र वदन्ति सन्तः ।। योगस्य षष्ठाङ्गमिहोपगम्य स्वसाधने यात्यधिकं विकासम् । स्थिरस्वभावादिह नान्यमुच्च स्वधर्मरक्तेर्न भवाय भोगाः । । ← (अ.तत्त्वा.३/१२३,१२४ ) इत्येवं कान्तोपवर्णनमकारि न्यायविजयेन || २४ / ८ ।। હોય છે. પરલોકમાં પણ તે ગુણો પ્રાયઃ સાથે આવે છે. આ છે પાંચમી સ્થિરા દૃષ્ટિમાં રહેલા યોગીની अल-अलय. (२४/७ )
=
=
* કાન્તા દૃષ્ટિની કાન્તિ ફ્ર
ગાથાર્થ :- કાન્તા દૃષ્ટિમાં નિત્ય તત્ત્વદર્શન હોય છે. તથા અન્ય જીવોને પ્રીતિનું નિમિત્ત બને તેવી ધારણા હોય છે. સ્થિરભાવ હોવાના લીધે અન્યમુદ્ નામનો દોષ નથી હોતો. તથા હિતકારી भीमांसा होय छे. (२४/८)
ટીકાર્થ :- પાંચમી દૃષ્ટિમાં બતાવી ગયા તે મુજબ કાન્તા નામની છઠ્ઠી દૃષ્ટિમાં તત્ત્વદર્શન નિત્યસ્થાયી હોય છે. તથા બીજા જીવોને પ્રીતિનું નિમિત્ત બને તેવી ધારણા છઠ્ઠી યોગદૃષ્ટિમાં પ્રગટે છે. ધારણાનું લક્ષણ નવમી ગાથામાં કહેવામાં આવશે. તથા ભાવની સ્થિરતા હોવાના કારણે છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા યોગીનો અન્યમુદ્ નામનો દોષ ન હોય અર્થાત્ એક સાધના કરતી વખતે બીજી આરાધનાનું આકર્ષણ તેમને નડે નહિ. આનું કારણ એ છે કે જે સાધના ચાલી રહેલી હોય તેમાં ઉપયોગ-રુચિ-પ્રણિધાન-લીનતા એટલી તીવ્ર હોય છે કે ત્યારે તે યોગીને અપ્રસ્તુત આરાધના યાદ જ નથી આવતી. (૧૮ મી બત્રીસીમાં ૧૯ મી ગાથામાં અન્યમુદ્ દોષનું વિસ્તારથી નિરૂપણ કરેલ છે.) વળી, કાન્તા દૃષ્ટિમાં રહેલા યોગીની સદ્વિચારણાસ્વરૂપ તત્ત્વમીમાંસા પણ સમ્યજ્ઞાનસ્વરૂપ હિતકારી ફળને આપે છે.(૨૪/૮)
વિશેષાર્થ :- યમ-નિયમ આદિ અષ્ટાંગ યોગમાંથી ધારણા નામનું યોગનું છઠ્ઠું અંગ છઠ્ઠી ષ્ટિમાં મળે છે. ખેદ-ઉદ્વેગ વગેરે આઠ દોષો ૧૮ મી બત્રીસીમાં દેખાડી ગયા તેમાંથી અન્યમુદ્ નામનો ચિત્તદોષ અહીં રવાના થાય છે. તથા અદ્વેષ આદિ આઠ ગુણોમાંથી મીમાંસા નામનો ગુણ અહીં પ્રગટે છે. પાંચમી દૃષ્ટિ કરતાં છઠ્ઠી યોગદૃષ્ટિવાળા જીવ પાસે આત્મબળ ઘણું હોય છે; શુભ અધ્યવસાયોની સ્થિરતા ચિરંજીવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org