Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६४६
• માત્મા યોગાસ્પેર્ચે પ્રવૃત્તિ. નિવૃત્તિ ચા • ત્રિશિવ-૨૪/૧૨ मायाऽम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ।।११।।
- (મ.સા.૫/૨૩,૨૪) રૂત્યુમ્ | પૃચપસ્થિમિના પિ રૂપશે ) ब्रुवन्नपि न ब्रूते, गच्छन्नपि न गच्छति । स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ।। यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिम् । यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ।। अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु बध्यते न, विमुच्यते ।।
6 (इष्टो. ४१,४३,४४) इत्युक्तम् । यदपि मज्झिमनिकाये षट्षट्कसूत्रे → सुखाय वेदनाय रागानुसयं पहाय दुक्खाय वेदनाय पटिघानुसयं पटिविनोदेत्वा अदुक्खमसुखाय वेदनाय अविज्जानुसयं समूहनित्वा अविज्जं पहाय विज्जं उप्पादेत्वा दिढेव धम्मे दुक्खस्सन्तकरो भविस्सतीति-ठानमेतं વિન્નતિ ૯ (નિ. રૂાવ દ્દિ ૪ર૭,પૃ.રૂ૪૪) રૂત્યુí તUત્ર યથામમનુયોગ્યમ્ વાર૪/૧૦ના
વિશેષાર્થ :- છઠ્ઠી દૃષ્ટિમાં સતત શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાન-ભાવનાજ્ઞાનના પરિશીલનથી આક્ષેપક જ્ઞાન પ્રાપ્ત થાય છે. પાંચેય ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રત્યે અનાદિ કાળથી ખેંચાતા-તણાતા મનને ઈષ્ટ વિષયોમાંથી વાળીને, ભોગતૃષ્ણાને બાળીને શ્રુતધર્મમાં-આનંદમય આત્મતત્ત્વમાં સતત જોડી રાખે તેવું જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. માટે ભોગ પણ ભવભ્રમણકારણ બની શકતા નથી. અંતઃકરણની નિર્મળતાના લીધે કાન્તા દષ્ટિમાં રહેલા યોગીની પ્રવૃત્તિ શુદ્ધ હોય છે – આવું જે જણાવેલ છે તે બહુ મહત્ત્વની વાત છે. પરસ્ત્રીગમન, મદ્યપાન, બળાત્કાર, વેશ્યાગમન વગેરે અત્યંત અનુચિત પ્રવૃત્તિથી મળનારા ભોગસુખો કાન્તાદૃષ્ટિમાં રહેલા યોગીના જીવનમાં હોતા જ નથી.
જો કાન્તાદષ્ટિમાં રહેલો જીવ સંસારમાં રહેલો હોય તો સ્વદારાસંતોષ, નીતિપૂર્વક જીવનજરૂરી અર્થોપાર્જન તેના જીવનમાં જોવા મળે છે. સામાયિક-પૌષધ-શ્રાવકની પડિમાને વહન કરવી, રાત્રે દીર્ઘ સમય સુધી કાયોત્સર્ગ-જપ આદિ સાધના પ્રત્યે અત્યંત આકર્ષણ હોય છે. જે કાંઈ અર્થ-કામપ્રવૃત્તિ કરવી પડે તે પણ આક્ષેપક જ્ઞાનના લીધે ભવભ્રમણકારણ બને નહિ. જો કાન્તા દૃષ્ટિમાં રહેલો જીવ સંસારત્યાગી સાધુ હોય તો તેના જીવનમાં શાસ્ત્રવિહિત ભિક્ષાટન-ભોજન-જલપાન-પરિમિત નિદ્રા વગેરે પ્રવૃત્તિ “ભોગ” તરીકે સમજવી. આક્ષેપક જ્ઞાનના કારણે તેની ઉપરોક્ત ભોગપ્રવૃત્તિ કર્મબંધનું કારણ બનતી નથી. જે કાંઈ ભોજનાદિ પ્રવૃત્તિ હોય છે તે વધુ સારી રીતે આત્મસાધનામાં-જિનાજ્ઞાપાલનમાં જોડાવા માટે હોય છે. ખાવાનું ગમે છે માટે તેઓ ખાતા નથી. પરંતુ “શરીરને ભોજનાદિનો ટેકો આપ્યા વિના આત્મસાધનામાં શરીર સાથ-સહકાર નહિ આપે' આવી સમજણથી ધર્મસાધનીભૂત કાયાને શાસ્ત્રોક્ત માર્ગે ટેકો આપે છે. અંતઃકરણ તો આક્ષેપક જ્ઞાનના કારણે વિષયોમાંથી પાછું વળીને ધર્મમાં આત્મસ્વભાવમાં જ નિરંતર જોડાયેલ હોય છે. માટે જ ભોજનાદિ પ્રવૃત્તિ ભવભ્રમણકારણ બનતી નથી. (૨૪/૧૦)
કાન્તા દૃષ્ટિમાં રહેલા યોગીને ઉદેશીને યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જે ચાર શ્લોક જણાવેલ છે તેને મહોપાધ્યાયજી મહારાજ સાક્ષીરૂપે ટાંકે છે. તેનો અર્થ નીચે મુજબ છે.
હ ભોગસુખો મૃગજળ તુલ્ય ભાસે છે ગાથાર્થ - જેમ મૃગજળને પરમાર્થથી મૃગજળ તરીકે જોતો માણસ તેનાથી ઉદ્વિગ્ન થયા વિના મૃગજળની અંદરથી તકલીફ વિના ઝડપથી પસાર થઈ જાય છે. તેમ ભોગોને સ્વરૂપથી મૃગજળ તરીકે જોતો સાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org