Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
44
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका કાનને બંધ કરતાં જો અવાજ ન સંભળાય તો મૃત્યુકાળ નજીક છે એમ જાણવું. આ આધ્યાત્મિક અરિષ્ટ છે. આકાશમાં વિકૃત છાયાપુરુષનું દર્શન મૃત્યુનું સૂચક છે. આ આધિભૌતિક અરિષ્ટ જાણવું. તથા સ્વર્ગનું અચાનક દર્શન વગેરેથી આસન્ન પરલોકગમન સૂચવાય તે આધિદૈવિક અરિષ્ટ જાણવું. તે રીતે મૈત્રી વગેરે ભાવના પ્રવૃષ્ટ બને તો તેવા સંયમથી તે ભાવનાનું બળ મળે છે. હાથીના બળનું સંયમ કરવાથી હાથી જેવી તાકાત યોગીમાં પ્રગટે છે. (ગા.૫-૭)
પ્રકાશમય સૂર્યને વિશે સંયમ કરવાથી સાત લોકનું જ્ઞાન થાય છે. ચંદ્રને વિશે સંયમ કરવાથી તારાના યૂહનું જ્ઞાન થાય છે. ધ્રુવતારાને વિશે સંયમ કરવાથી તારાઓની નિયત સ્થળમાં નિયત સમયે થનારી ગતિનું જ્ઞાન થાય છે. નાભિને વિશે સંયમ કરવાથી રસવાહીની, મલવાહિની વગેરે નાડીઓના સ્થાનનું જ્ઞાન થાય છે. કંઠકૂપ વિશે સંયમ કરવાથી ભૂખ-તરસ રવાના થાય છે. કંઠકૂપની નીચેના ભાગમાં રહેલી કૂર્મનાડીને વિશે સંયમ કરવાથી મનની ચંચળતા દૂર થાય છે. મૂર્ધજ્યોતિને વિશે સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે. પાતંજલદર્શન મુજબ, સિદ્ધ એટલે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે રહેલા દિવ્યપુરુષો જાણવા. (ગા.૮-૯) વિશિષ્ટ પ્રતિભાસ્વરૂપ પ્રાતિજજ્ઞાનના સંયમથી પ્રગટ થતું તારકજ્ઞાન ચારે બાજુનું જ્ઞાન કરાવે છે. કમળના આકારવાળા, છાતીના ડાબા ભાગમાં રહેલા હૃદયને વિશે સંયમ કરવાથી પોતાના અને બીજાના મનના રાગ-દ્વેષ-સંસ્કાર વગેરેનું જ્ઞાન થાય છે. પરાર્થ એવા ભોગથી ભિન્ન સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. (ગા.૧૦).
સ્વાર્થ = પુરુષસંયમના અભ્યાસથી પ્રતિભજ્ઞાન થાય છે. તેના પ્રતાપે યોગી સૂક્ષ્મ-વ્યવહિત વગેરે પદાર્થોને સાક્ષાત્ જુએ છે. શ્રોત્રેન્દ્રિયનું જ્ઞાન પ્રકૃષ્ટ થવાથી યોગી દિવ્ય શબ્દને જાણે છે. આ રીતે પાંચે ઈન્દ્રિયને વિશે સમજી લેવું. આવા સંયોગમાં જો યોગીને પોતાનું જીવન સાર્થક-કૃતાર્થ થઈ ગયું એમ લાગે તો તેનો સાધનાનો વેગ-ઉત્સાહ ઘટી જાય. આત્માનું ઓજસ અને મનની પવિત્રતા રવાના થાય. દિવ્ય અનુભૂતિની આસક્તિ વધે. આમ તે સાંસારિક ભાવોમાં ફસાઈ જાય. પણ જો તેના પ્રત્યે નિર્લેપ રહી સાધના ચાલુ રાખે તો તેની સમાધિમાં આ અનુભૂતિ વિહ્નરૂપ ન બને. (ગા.૧૧)
“આત્મા ભોક્તા છે તથા ચિત્ત ભોગ્ય છે' - આ રીતે સંવેદન થાય તે દેહબંધ કહેવાય. શરીરબંધના કારણોની શિથિલતાથી અને શરીરમાં રહેલી નાડીઓના નિર્ણયની શક્તિથી યોગીના ચિત્તનો પરકાયપ્રવેશ થાય છે. અર્થાત્ તેવા યોગી મરેલા પશુ-પંખી કે માનવીના દેહમાં પ્રવેશી તેનો ભોગવટો કરી શકે છે. આ યોગની એક પ્રકારની સિદ્ધિ છે. (ગા.૧૨) આ રીતે પાંચ પ્રકારના વાયુ ઉપર વિજય મેળવવાથી મળતી સિદ્ધિઓ, દિવ્યકર્ણપ્રાપ્તિ, આકાશગામિની લબ્ધિ, પંચભૂત વિજય, અણિમા-મહિમાદિ આઠ ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ, વિશોકા સિદ્ધિ વગેરે અનેક સિદ્ધિઓનો યોગસૂત્ર મુજબ ઉલ્લેખ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૧ સુધી કરેલ છે. જિજ્ઞાસુઓ ૨૬મી બત્રીસીના વિવેચનમાં દષ્ટિપાત કરી શકે છે.
ગ્રન્થકારશ્રી જણાવે છે કે મુખ્યતયા ઉપરોક્ત સિદ્ધિઓને જ્ઞાનસિદ્ધિ અને શક્તિસિદ્ધિ એમ બે પ્રકારના વિભાગમાં ગોઠવી શકાય. જ્ઞાનસિદ્ધિમાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કારણ છે તથા હાથી જેવું બળ વગેરે શક્તિસિદ્ધિમાં વિર્યાતરાય કર્મનો ક્ષયોપશમ આદિ કારણ છે. જૈનદર્શન મુજબ સંયમ = સદોષ પ્રવૃત્તિનો ત્યાગ અને નિર્દોષ પ્રવૃત્તિનો સમન્વય. આવુ સંયમ જ ઉપર કહેલ સિદ્ધિનું કારણ છે. કારણ કે પાતંજલમત મુજબ, અગણિત પદાર્થથી ભરપૂર વિશ્વના પ્રત્યેક પદાર્થનું પ્રણિધાન = સંયમ કરીને તેની સિદ્ધિ કરવી તે અલ્પજીવી મનુષ્ય માટે અશક્ય છે. જૈન દર્શન મુજબ, શાસ્ત્રવિહિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org