Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
38
• ૨૩ થી ૨૬ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका સ્વાભાવિક રીતે ઊંચી કક્ષાના ગુણો પ્રગટે છે – ખીલે છે – વિકસે છે – દઢ બને છે અને પરલોકમાં પણ સાથે આવે છે. (ગા.૭).
- છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં રહેલા જીવને ધારણા નામનું યોગનું છઠ્ઠું અંગ મળે છે. અહીંથી અન્યમુદ્ર નામનો દોષ રવાના થાય છે. મીમાંસાં નામનો ગુણ પ્રગટે છે. તેમની પાસે આત્મબળ ઘણું હોય છે. શુભ અધ્યવસાયોની સ્થિરતા પણ લાંબી હોય છે. આવા યોગીના મનમાંથી કેષ-વાસના-સ્વાર્થ જેવા ભાવો ઓગળી જવાથી લાંબો સમય તેમની પ્રશસ્ત ધારણા ટકે છે. ધારણા એટલે ચિત્તને એક સ્થાનમાં બાંધી રાખવું. આની અસર શરીર પર પણ થાય છે. જેમ કે મુખાકૃતિની સૌમ્યતા, શરીરની કાંતિ વગેરે વિકસે છે. આથી તે યોગી સ્વાભાવિક રીતે લોકોને પ્રિય લાગે છે. આ યોગીઓ પાસે આક્ષેપક જ્ઞાન હોય છે. વિવિધ પ્રવૃત્તિ વખતે પણ તેમનું મન શ્રુતધર્મમાં જ હોય છે. તેથી કર્મજન્ય ભોગસુખ તેમના માટે ભવભ્રમણનું કારણ બનતા નથી. આવા યોગીની વિશેષતા બતાવતા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવ્યું છે કે આવા યોગી આસક્તિ વિના, કેવળ કર્મોદયથી ખેંચાઈને આવેલા ભોગસુખોને કેવળ અસંગભાવે ભોગવે છે. માટે નવા કર્મને તેઓ બાંધતા નથી. રણમાં મૃગજળને જોવા છતાં તેમાં મૂંઝાયા વગર પસાર થતા હોશિયાર મુસાફર જેવા આ યોગીઓ ચક્રવર્તીના કે ઈન્દ્રના ભોગસુખને પણ મૃગજળ તુલ્ય માનતા હોય છે. મૃગજળમાં સત્યજળની કલ્પના મુસાફરને ઉભો રાખી દે છે તે રીતે ભોગમાં મૂઢ જીવો મોક્ષમાર્ગમાં આગળ વધતા અટકી જાય છે. પરંતુ કાંતાદૃષ્ટિવાળા યોગીઓ આ રીતે મૂઢ બનતા નથી. પરંતુ અમ્મલિતપણે મોક્ષમાર્ગે આગળ વધે છે. (ગા.૮ થી ૧૪)
નાનકડા દીવાને વાયુ બૂઝવી નાંખે છે પરંતુ ભયંકર દાવાનળને તો તે જ વાયુ સહાય કરે છે. તેમ કાન્તાદષ્ટિમાં ભોગશક્તિ ધર્મશક્તિ કરતાં નિર્બળ બની હોવાથી ભોગશક્તિ તેઓની ધર્મશક્તિને ખતમ કરી શકતી નથી પણ તેને સહાયક બને છે. સ્થિરાદષ્ટિના જીવ માટે ભોગસુખો પ્રમાદમાં સહકારી બની શકે છે. પરંતુ કાન્તાદષ્ટિમાં સમ્યક જ્ઞાનનો અત્યંત ઉત્કર્ષ થવાથી તે ભોગસુખો પ્રમાદમાં સહકારી બનતા નથી. કાન્તાદષ્ટિના જીવો સંસારમાં રહેલા હોય તો પણ તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ કામદેવ શ્રાવક વગેરેની જેમ કર્મનિર્જરા કરાવનારી હોય છે. આવા જીવોમાં તત્ત્વજ્ઞાનનો પ્રકાશ ઝળહળતો હોય છે. માટે અવિચારિતપણું-મૂઢતા-અસમંજસપણાને અહીં અવકાશ જ નથી. (ગા.૧૫-૧૬)
સાતમી પ્રભાષ્ટિ ધ્યાનના કારણે અત્યંત રોચક-પ્રિય બને છે. અહીં જીવમાં તત્ત્વમતિપત્તિ નામનો ગુણ પ્રગટે છે અને રોગ નામનો દોષ જાય છે. આ દૃષ્ટિ સત્યવૃત્તિપદને લાવનારી છે. આ યોગીઓને થતો શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ મધ્યાહ્ન કાળના સૂર્યપ્રકાશ સામાન હોય છે. ધ્યાનનું બળ, જ્ઞાનની પારદર્શકતા અને આત્મવિશુદ્ધિના બળથી આત્મતત્ત્વનું અસંગપણું-ધૈર્ય-ધ્રૌવ્ય વગેરે અહીં વધુ વિશદ સ્વરૂપે જણાય છે. (ગા.૧૭) ધારણાના વિષયમાં મનના ઉપયોગની અત્યંત એકતાનતા એટલે ધ્યાન. તેનાથી ઉત્કૃષ્ટ સ્વાધીન તાત્ત્વિક સુખ પ્રવર્તે છે. કારણ કે યોગદૃષ્ટિસમુચ્ચય જેવા શ્વેતાંબર ગ્રંથોમાં, ઈબ્દોપદેશ જેવા દિગંબર ગ્રંથોમાં, ઉદાન વગેરે બૌદ્ધ ગ્રન્થોમાં, ભાગવત જેવા વૈદિક શાસ્ત્રોમાં, કવિતામૃતકૂપ જેવા કાવ્યોમાં એક સરખી વાત કહેલ છે કે બધી જ પરાધીન ચીજ દુ:ખરૂપ છે અને જે સ્વાધીન છે તે બધું પરમાર્થથી સુખ છે. (ગા.૧૮-૧૯) જેમ વાદળા વિનાના આકાશમાં ચંદ્રપ્રકાશ કાયમ લાયેલો જ રહે છે તેમ તત્ત્વબોધ નિર્મળ હોય તો મહાત્માઓને સદા માટે ધ્યાન જ ચાલુ રહે છે. વિહાર વગેરે ક્રિયા ધ્યાનબાધક બનતી નથી. (ગા.૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org