________________
પ્રભાવ, અને વિધિ તેની આરાધના કરનારા પ્રાચીન અર્વાચીન જીના દૃષ્ટાંતે, ટૂંકામાં, ને સહેજ વિસ્તારથી શ્રી ચંદ્રકેવલીનું જીવનચરિત્ર, જાતિસ્મરણ જ્ઞાનવાળા પ્રાચીન અર્વાચીન જીના જીવનની ટૂંક બીના, આયંબિલનું સ્વરૂપ ને પ્રભાવ, પૂર્વભવના શુભ સંસ્કારને પ્રભાવ, તેમાં પહેલાંના તથા હાલના દષ્ટાંતે વગેરે બીના સરલ પદ્ધતિએ જણાવી છે.
એ પ્રમાણે આ છઠ્ઠા ભાગને ટૂંક પરિચય કરાવવા સાથે શ્રી સ્તંભન પાર્શ્વબૃહત્કલ્પાદિને પણ પરિચય ટૂંકામાં જણાવી દીધે. વિશેષ જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ અનુક્રમણિકા જેવી જોઈએ. પરમપકારી શ્રી ગુરૂમહારાજના પસાયથી મેં રચેલા પ્રાકૃતભાષામય શ્રી પ્રવયન કિરણાવેલી, કદંબગિરિ બૃહકલ્પ વગેરે, અને સંસ્કૃત ભાષામય તત્ત્વા. મૃતભાવના, શ્રી સુસઢચરિત્ર, શ્રી વિપાકકૃતાદિ પાંચ અંગે વગેરેની પ્રાકૃતાંશની વિશેષતા વાળી વૃત્તિઓ વગેરે ગ્રંથની રચનાની માફક, આ પ્રાકૃત છÇ ભાગની સંસ્કૃત ટીકા પણ રચી છે. તે નહિ પ્રસિદ્ધ કરતાં આ પદ્ધતિએ છઠ્ઠા ભાગને છપાવવાનું કારણ એ પણ છે કે–ચાલુ પ્રસિદ્ધ ગુજરાતી ભાષામાં બાલ છે પણ સમજી શકે. આ પ્રસંગે મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે આર્થિક સહાયકાદિ ભવ્ય જીની અનુકૂળતા જાળવવા ખાતર ઘણુંયે સ્થલેમાં મેં વિવક્ષિત પદાર્થોનું વર્ણન બહુ જ ટૂંકામાં કર્યું છે. ભાવના છે કે–અવસરે તેવા પ્રસંગેને વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપે ગઠવીને સ્વ૫ર લાભદાયક બનાવવા.
હાલની પરિસ્થિતિ પ્રમાણે આ છ ભાગને છપાવવાનું કામ બહુ જ મુશ્કેલી ભરેલું જરૂર જણાય જ, તે છતાં દેવ ગુરૂ ભક્તિકારક-સુશ્રાવક-શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ તથા મનુભાઈ જેસંગભાઈની અપૂર્વ જ્ઞાનભક્તિ સહિત ઉદારતાથી શેઠ ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાયે છે.
છેવટે નમ્ર નિવેદન એજ કરૂં છું કે “ભવ્ય જીવે આ છ ભાગના પઠન પાઠન નિદિધ્યાસન (અર્થચિંતવનાદિ) કરીને, શ્રી પદ્મપ્રભ સ્વામિની દેશના વગેરે પદાર્થોના યથાર્થ તત્વને સમજીને સન્માર્ગમાં આવે, અને તેની પરમ ઉલાસથી સાત્વિકી આરાધના કરીને મુક્તિપદને પામે ” એમ હાદિક નિવેદન કરીને હવે હું આ પ્રસ્તાવનાને સંક્ષેપી લઉં છું. તથા છદ્મસ્થ જીવેને જ્ઞાનાવરણીયાદિ કર્મોદયના પ્રતાપે અનાગાદિ કારણોમાંના કઈ પણ કારણથી ભૂલ થવાનો સંભવ છે. તેથી આ પજ્ઞ સ્પષ્ટાર્થ સહિત છ ભાગની રચના, મુદ્રણ, સંશોધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાળી વાચક વર્ગાદિને જે કંઈ
ગ્ય ભૂલ જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે ને કૃપા કરીને જણાવશે તે બીજી આવૃતિમાં સુધાર પણ થઈ શકશે.
નિવેદક – પરમેપકારી સંગ્રહીત નામધેય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર
ચરણકિંકર—વિનેયારુ-વિજયપઘસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org