________________
| શ્રીવિજયપધરિતસ્પષ્ટાર્થ–પ્રશ્ન-ગૃહસ્થપણામાં જ કેવલજ્ઞાન પામે તે કેણ મુનિવેષ ધારણ કરે અને કોણ ધારણ ન કરે?
ઉત્તર–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પુત્ર પુણ્યશાળી શ્રી ભરત ચક્રવર્તી એક વખતે આરીસા ભુવનમાં રહેલા હતા તે વખતે તેમની એક આંગળીએથી એક વીંટી પડી ગએલી હોવાથી વીંટી વિનાની તે આંગળી શભા રહિત જણાતી હતી. તે જોઈને ભરત મહારાજા અનિત્ય ભાવના ભાવતાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા અને મેહનીય કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. તે વખતે તેમનું આયુષ્ય એક લાખ પૂર્વ જેટલું બાકી હતું. તે વખતે આવેલા ઈન્દ્રાદિક દેએ તેમને મુનિવેષ આપતાં કહ્યું કે હજુ તમારું આયુષ્ય વધારે છે માટે તમે મુનિવેષ ધારણ કરે એટલે અમે તમને વંદન કરીએ. આથી શ્રી ભરત કેવલી મહારાજાએ જ્યારે મુનિવેષ ધારણ કર્યો, ત્યારે જ ઇંદ્રાદિ દેવેએ તેમને વંદન કર્યું. ૧૩૧ મહત્તા મુનિવેષની સાબીત એથી થાય છે,
જેમને નિજ જ્ઞાનથી આયુષ્ય અલ્પ જણાય છે; મુનિવેષને ધાર્યા વગર તેઓ લહે શિવશર્મને, દૃષ્ટાંત મરૂદેવા પ્રમુખનું અંતકૃકેવલિપણે.
૧૩૨ સ્પષ્ટાર્થ –ભરત મહારાજાના દષ્ટાંત ઉપરથી સાબીત થાય છે કે મુનિવેષની મહત્તા છે. કારણ કે કેવલજ્ઞાન થયા છતાં મુનિવેષ જ્યાં સુધી ધારણ ન કર્યો હોય ત્યાં સુધી દેવો પણ ગૃહસ્થ વેષવાળા કેવલજ્ઞાનીને વંદન કરતા નથી. અહીં ખાસ સમજવા જેવી બીના એ છે કે જેમને ગૃહસ્થ વેષમાં કેવલજ્ઞાન થાય તેમનું આયુષ્ય અધિક હોય તે તેઓ મુનિવેષને જરૂર ધારણ કરે છે અને પૃથ્વી ઉપર વિચરે છે. પરંતુ જેમને કેવલજ્ઞાન થાય ત્યારે પિતાનું આયુષ્ય થવું જણાય છે તેઓ મુનિવેષને ધારણ કરતા નથી. તેઓ કેવલજ્ઞાન થયા પછી ઓછામાં ઓછું અંતમુહૂર્ત તે જરૂર જીવે છે અને આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ગૃહસ્થ વેષમાં જ યુનિવેષ ધારણ કર્યા વિના જ (મરીને) સિદ્ધિપદને પામે છે. તેઓ અંતગડ કેવલી કહેવાય છે અથવા આયુષ્ય પૂરું થવા આવે અને કેવલજ્ઞાન પામે છે તેઓ મરૂદેવા માતાની પેઠે ગૃહસ્થ વેષમાં જ મરીને મેસે જાય છે. (૭૧) ૧૩૨
સમ્યકત્વ હોય તે જ જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ કુલ મળે છે – સમ્યકત્વના યોગે કરી છે મૂલ્ય જ્ઞાન ચરણ તણું,
સમ્યકત્વ હીન અભવ્ય જીવે જ્ઞાન ને ચારિત્રનું; મુક્તિફલ ના પામતા ન્યૂન પૂર્વ દશ જાણે છતાં,
મક્ષિકાની પાંખ પણ ન દુભાય ઈમ સંયમ છતાં, ૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org