________________
૧eo
[ શ્રીવિજયપધ્ધસૂરિકૃતદેવમંદિરને ઉદ્ધાર કરાવતાં અને સત્કાર પૂર્વક મહા દાન આપતાં પુષ્કલ પુણ્ય પદા કરી શકાય છે. તેથી આ વર્તમાન સંકટ દૂર થશે. દુર્ગધથી કંટાળેલા રાજાએ નાગાર્જુનનું વચન સત્ય માનીને તે પ્રમાણે કરવા માંડયું, કારણ કે આપત્તિકાલે ધર્મો પદેશ કાર્ય સાધનાર થાય છે. પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગળા સહિત યંત્ર રચાવ્યાં અને ધર્મસ્થાને ભાંગવા માંડ્યાં. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં રાજા બલમિત્રને સર્વ ભંડાર ખાલી થઈ ગયે. પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતાવાહન રાજાએ કિલ્લે કબજે કરી, બલમિત્રને નિગ્રહ કરી સ્વનગર તરફ પ્રયાણ કર્યું.
એ પ્રમાણે સાતવાહન રાજા પિતાનું રાજ્ય ચલાવતું હતું, તેવામાં એક વખત રાજમહેલના દરવાજાની પાસે શાસ્ત્ર સંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા. પ્રતિહાર રાજાને પૂછી અંદર જવા રજા આપી. રાજાની પાસે આવી આ પ્રમાણે તેઓ એક શ્લેક
जीर्णे भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया।
बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रीषु मार्दवम् ॥१॥ અર્થ–આત્રેય ઋષિએ ખાધેલું અનાજ પચ્યા પછી નવું ભેજન કરવું એમ કહેલું છે, કપિલ ઋષિએ સર્વ ની ઉપર દયા ભાવ રાખવાનું કહેલું છે, બૃહસ્પતિએ સ્ત્રીઓને વિશ્વાસ ન કર એમ કહ્યું છે તથા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદુતા (કેમળ ભાવ) રાખવી. આ લેક સાંભળીને રાજાએ ખુશી થઈ ઘણું દાન આપ્યું. ત્યારે તે કવિવરોએ રાજાને પૂછ્યું કે તમારે પરિવાર અમારી પ્રશંસા કેમ કરતે નથી? એ સાંભળી રાજાએ ભગવતી નામની વેશ્યાને કહ્યું કે તું આ કવિજનેનાં વખાણ કર ! ત્યારે તે બેલી કે આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ વિના હું બીજા કેઈની સ્તુતિ કરતી નથી, કારણ કે-પૂજ્ય તે જ સૂરિજી મહારાજ આકાશ માર્ગે ચાલવાને સમર્થ છે, વિદ્યાસિદ્ધ છે અને મહાકિયાયુકત છે.
એવામાં સંધિ વિગ્રહ કરાવનાર, મહાઅભિમાની અને પાદલિપ્તસૂરિજીની પ્રશંસાને સહન નહિ કરનાર શંકર નામને એક રાજપુરુષ કહેવા લાગ્યું કે જેના પ્રભાવથી મરેલે જીવતે થાય, તેના પ્રકટ પાંડિત્યને અમે માનીએ છીએ. બાકી શુક પક્ષિઓની માફક આકાશમાં ગમન કરનારા ઘણા વિદ્વાને નજરે પડે છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે એ કલા પણ આચાર્યશ્રીમાં જરૂર સંભવે છે, કારણ કે-કંચન કામિનીના ત્યાગી, નિસ્પૃહ શિરોમણિ પરમ પૂજ્ય જૈન મહર્ષિએ દેવિક શકિતને હઠાવી દે તેવી શકિતના ધારક અને લબ્ધિ સિદ્ધિ પ્રભાવવાળા હોય છે.
આ કૌતુક જેવાને માટે જ રાજા સાતવાહને કૃષ્ણરાજાને પૂછાવીને પૂજ્ય શ્રીપાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org