________________
૨૫૬
[ શ્રીવિજયપરિકૃતવ્યવહાર છે. આવા તપમાં ગુરૂને આપવાની જે પ્રવૃત્તિ કેઈ કોઈ સ્થાનકે થયેલી છે તે આચાર વગરના યતિ વિગેરેના સમાગમથી થએલી જણાય છે તે દૂર કરવી, ૧૯ દરેક તપમાં પાણી વાપરવું હોય તે તે અચિત્ત પાણી જ સમજવું, ૨૦ રાત્રીએ તે દરેક તપમાં ચેવિહાર જ સમજ, ૨૧ કોઈ પણ તપ સાંસારિક-પૌગલિક પદાર્થોની આશાથી ન કરવો. ૨૨ કષાયને જેમ બને તેમ વિશેષ શોધ કરે. ક્ષમા સહિત જે તપ કરવામાં આવે, તેજ તપ પૂર્ણ ફળદાયક થાય છે, એટલું ધ્યાનમાં રાખવું. આ રીતે ટૂંકામાં તપની બીના જણાવીને હવે મહાપ્રભાવિક શ્રી આયંબિલ વર્ધમાન તપની બીના ટૂંકામાં જણાવું છું.
અખંડ પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જેનેન્દ્રશાસનમાં પ્રસિદ્ધ ધર્મના વિવિધ ભેદમાં “ શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધનાને અંગે ઐતિહાસિક દષ્ટિએ અને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરતાં કશાલી અંતિમ નિર્ણય આ રીતે થયે છે કે આ ( શ્રી આયંબિલ વર્ધમાન) તપની આરાધના બહુજ પ્રાચીન છે. એમ શ્રી ચંદ કેવલિ ચરિત્ર, શ્રી અંતગડદશાંગ સૂત્ર વગેરે સૂત્રાદિના વાંચન, અનુભવથી જાણી શકાય છે.
શિષ્ય—આપે જે તપને બહુજ પ્રાચીન કહ્યું, તે તપ “શ્રી આયંબિલ વર્ધમાન તપ” નામથી પ્રસિદ્ધ છે, તેનું શું કારણ?
- ગુરૂ–આ શ્રી વર્ધમાન તપમાં આયંબિલ તપની મુખ્યતા છે કે તેની આરાધના વધુ પ્રમાણમાં થાય છે. તેથી શરૂઆતમાં આયંબિલ શબ્દ મૂકીને આ તપનું નામ જણાવ્યું છે. જે તપમાં આયંબિલ સિવાયના ઉપવાસાદિકની વૃદ્ધિ થતી હોય, તેવા તમામ તપના પ્રકારથી આ તપને જુદે પાડવા માટે આ તપના નામમાં શરૂઆતમાં આયંબિલ શબ્દ મૂળે છે. આ તપમાં પહેલી ઓળીથી માંડીને અનુક્રમે અંતિમ ૧૦૦ મી એળીમાં આયંબિલની સંખ્યા વધતી જ જાય છે. આ મુદ્દો સમજાવવા માટે આયંબિલ શબ્દની પછી “વર્ધમાન” શબ્દ મૂકે છે. વર્ધમાન નામ પ્રભુ શ્રી મહા વીર દેવનું છે, એમ સમજીને કેટલાએક જ શ્રી વર્ધમાન પ્રભુએ કરેલ જે તપ તે વર્ધમાન તપ કહેવાય એ અર્થ કરે છે, પણ આ અર્થ ન કરે. કારણ કે પ્રભુ શ્રી મહાવીરદેવના તપમાં આયંબિલની વાત આવતી નથી.
શિષ્ય—આ શ્રી આયંબિલ વર્ધમાન તપને આરાધવાનો વિધિ કૃપા કરીને જણાવે ?
ગુરૂ–આ તપમાં ઉપવાસના આંતરાવાળા આયંબિલ એકથી માંડીને સો (૧૦૦) સુધી અનુક્રમે ચઢતાં ચઢતાં કરાય છે. એટલે પહેલી એળીમાં-૧ આયંબિલ, ને ઉપવાસ કરે. (૨) બીજી એળીમાં બે આયંબિલ, અને એક ઉપવાસ કરે. (૩) ત્રીજી એળીમાં ૩ આયંબિલ કર્યો પછી છેવટે એક ઉપવાસ કરે. (૪) ચોથી ઓળીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org