Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 281
________________ o [ શ્રીવિજયપધસૂરિકૃતધાર્મિક ભાવનાવાળા શ્રી ચંદ્રરાજાએ ધર્મનાં ઘણાં કાર્યો કર્યા. તેનું ટૂંકમાં વર્ણન આ પ્રમાણે જાણવું -રાજા બન્યા પછી શ્રી ચંદ્રરાજાએ જિનેશ્વર દેવેના ઘણાં જિન મંદિરે બંધાવ્યા. તે ઉપરાંત ઘણી સામાયિક શાળાઓ, જ્ઞાનભંડા, ધર્મશાળાઓ, દાનશાળાએ વગેરે પણ બંધાવ્યાં. સુવતાચાર્ય પાસે પ્રતાપસિંહ રાજાની દીક્ષા. એક વાર મહાજ્ઞાની આચાર્ય મહારાજ શ્રી સુવ્રતાચાર્ય કુશસ્થળીમાં પધાર્યા. તે જાણીને શ્રી ચંદ્રરાજા, પિતાના માતા પિતા તથા પરિવાર સાથે ગુરૂ મહારાજને વંદન કરવા ગયા. ત્યાં આચાર્ય મહારાજે અવસરેચિત ધર્મોપદેશ આપે. તેમાં તપ અને સંયમ ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં જણાવ્યું કે– આ બેની આરાધના કરનારા છે સંસાર સમુદ્રને જલદી તરી જાય છે વગેરે ધર્મોપદેશ સાંભળી પ્રતાપસિંહ રાજા વગેરેને સંસાર તરફ વૈરાગ્ય ભાવના જાગ્રત થઈ તેથી પ્રતાપસિંહ જા, સૂર્યવતી રાણી, લક્ષમીશેઠ, લક્ષમીવતી શેઠાણી તેમજ વૃદ્ધ મંત્રીઓ વગેરે પુણ્યશાલી જીએ આચાર્ય મહારાજ પાસે સંસાર સમુદ્રમાંથી તારનારી દીક્ષા ગ્રહણ કરી શ્રીચંદ્ર મહારાજા છે તેમને મહોત્સવ મટી ધામધૂમથી ઉજવે. આ બધા ચારિત્ર લેનારા પુણ્યાત્માઓ ચારિત્રનું યથાર્થ પાલન કરી અંતે અનશન કરી દેવલેકમાં ગયા અને એકાવતારી થયા. શ્રીચંદ્ર રાજેશ્વરની દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ ગમન. જ્યારે માતા પિતા વગેરેએ સુવ્રતાચાર્ય પાસે દીક્ષા ગ્રડણ કરી તે વખતે શ્રીચંદ્ર કુમારે સમકિત મૂળ શ્રાવકનાં બાર વ્રતે ગ્રહણ કર્યા હતા. અને તેમની સાથે તેમની રાણુઓએ પણ બાર તે ઉચ્ચાર્યા હતા. મેટા રાજ્યને કારભાર સંભાળવાને હોવા છતાં પણ શ્રીચંદ્ર મહારાજા ધર્મપ્રવૃત્તિમાં બીલકુલ પ્રમાદ રાખતા નહિ. તેઓ સવાર સાંજ પ્રતિક્રમણ કરતા અને ત્રણે કાળ જિન પૂજા કરતાં, તે ઉપરાંત ત્રણસે કલેક પ્રમાણ સ્વાધ્યાય કરતા હતા. અને એક હજાર નવકાર મંત્રને હંમેશાં જાપ કરતા હતા. દરરોજ સાત ક્ષેત્રમાં એક લાખ દ્રવ્ય (રૂપિયા વગેરે) ખરચતા હતા. વળી તેમણે મેળવેલ પારસમણિ તથા સુવર્ણ પુરુષના વેગથી ઠેર ઠેર દાનશાળાઓ વગેરે ધર્મસ્થાને કરાવી ચંચળ લક્ષ્મીને સદુપયોગ કર્યો. આ તેમણે જૈન ધર્મની અપૂર્વ પ્રભાવના કરી. ઉત્તમ પુરૂષોની યાદગીરી માટે કીર્તિ સ્થભે બંધાવ્યા. આ પ્રમાણે અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિમાં તેમને કાળ આનંદ પૂર્વક પસાર થતું હતું તેઓ જે કે રાજ્યનું પાલન કરતા હતા અને શ્રાવક ધર્મનું પણ પાલન કરતા હતા છતાં તેમની ભાવના તે ચારિત્ર ધર્મને આરાધવાની જ હતી. રાજ્યનું નીતિથી પાલન કરતાં હોવાથી તેમની પ્રજા પણ નીતિવાળી અને સુખી હતી. વ્યાજબી જ છે કે –“યથા રાજા તથા પ્રજા” એ ન્યાયે રાજાના જેવી પ્રજા પણ ધાર્મિક ભાવનાવાળી હોય જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290