Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 289
________________ २४४ ( શ્રીવિર્યપદ્ધતિતે પ્રમાણે ગોઠવણ કરી. આ જૈન ભાઈએ નવે દિવસ બાજારાને રોટલે ને દાળ વાપીને અચંબિલ કર્યા. આ પ્રસંગને નજરે જોનાર પાટીદારભાઈ મુનિવરોને જણાવે છે કે–આ બનાવ જોઈને અમને એમના પ્રત્યે બહુમાન થયું. આ ઓળીના દિવસે ર્મા અમારો કેસ કેર્ટમાં ચાલુ થતાં તે જૈનભાઈ એ જુબાનીમાં એમ જણાવ્યું કે-જે દિવસે આ અનિષ્ટ પ્રસંગ બન્યું, તે દિવસે હું અહીં નહોતે, પણ અમદાવાદ હતું. આ વાત સાક્ષિ પૂરાવા દ્વારા સાચી ઠરી, તેથી તે ભાઈ નિર્દોષ સાબીત થઈને છૂટી ગયા. જતા વખતે અમે તેમને આયંબિલને વિધિ પૂછી લીધું હતું, તે દિવસથી અમે ૧૯ જણાં આયંબિલ તપ કરવા લાગ્યા. તે જૈન બંધુએ અમને (૧૯ જણને) છેડાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, મુદ્દાઓ એકઠા કરી સાક્ષીઓ કેટેમાં હાજર કર્યા. તપનો પણ પ્રત્યક્ષ અલૌકિક પ્રભાવ જણાયે, તે એ કે-જ્યારે અઢારમું આયંબિલ હતું, તેજ દિવસે કોર્ટમાં કેસ ચાલ્યું. તે વખતે સાક્ષીઓએ પણ સચોટ પુરાવા રજૂ કર્યા, જેથી અમે ઓગણીસે ભાઈઓ નિર્દોષ ઠરાને છૂટી ગયા. આ ઉત્તરસંડા ગામના લેકે અમારું સ્વાગત કરતા હતા, પણ અમને તો ચોકકસ ખાત્રી થઈ ગઈ હતી કે આયંબિલ તપને જ આ અપૂર્વ ચમત્કાર છે. આજ અપૂ શ્રદ્ધાને લઈને અમે પટેલ છીએ છતાં નવપદજીની એકળી આયંબિલ તપની આરાધના કરવા પૂર્વક અરધીએ છીએ. જૈન ધર્મના ત્યાગને અમે સાચે ત્યાગ માનીએ છીએ. અહીં આ દૃષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લે કેજૈન શાસનમાં આયંબિલ તપ એ મહામંગલિક છે. શ્રી આયંબિલ વર્ધમાન તપ વગેરે તપશ્ચર્યાની આરાધના દ્રવ્યથી અને ભાવથી આરોગ્યને પમાડે છે. એમ સમજીને હાલ પણ ચતુર્વિધ સંઘમાં ઘણું પુણ્યશાલી ભવ્ય છે આ વર્ધમાન તપની પરમ ઉલાસથી સ વિકી આરાધના કરે છે, ને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેવાની જ. વર્તમાનકાલે શ્રી વર્ધમાન તપની આરાધના પૂર્ણ કરનારા ભવ્ય જીની, અને ૫૦ ઉપરાંત વર્ધમાન તપની એાળી કરનારા ભવ્ય જીની નામાવલી બીજા ગ્રંથોમાં જણાવેલી છે. એ પ્રમાણે વર્ધમાન આયંબિલ તપના સંક્ષિપ્ત વર્ણનને સાંભળીને જે ભવ્ય જીવો આ તપને પૂર્ણ ઉલાસથી વિવિ સહિત નિર્નિદાન સાત્વિક ભાવે આરાધશે, તેઓ અ૫ કાલે જરૂર મુક્તિના શાશ્વત સુખને પામશે. તપગચ્છાધિપતિ-શાસનસમ્રાટ-પરોપકારિ-પૂજ્યપાદ-સદગુરૂ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજીના ચરણકિંકર વિયાણુ શસ વિશારદ કવિદિવાકર-આચાર્યશ્રી વિજય પદ્મ પૂરીશ્વરે વિ. સં -૨૦૧૨ ના આ સુદિ દશમે વધમાન આયબિલ તપના આરાધક શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ કાલીદાસ વગેરે ભવ્ય જીવોની વિનંતિથી જૈનપુરી અમદાવાદમાં આ શ્રી આયંબિલ વર્ધમાન તપ પ્રકાશ અથવા ભાવારેગ્ય રસાયણ નામના પ્રાકૃત ગ્રંથના અનુવાદની રચના કરી. તેનાથી મેળવેલા પુણ્યના ફલ રૂપે હું એજ ચાહુ છું કે સર્વ જી આ શ્રી આયંબિલ વર્ધમાન તપને આરાધી મુક્તિપદને પામે. સમાસ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290