________________
२४१
[ શ્રીવિજયપરકૃતચતુષ્પાદ એટલે ઉપવાસ ને દિપાદ એટલે (બે એકાસણાં જેટલું વ૫) આયંબિલ કહેવાય. આ આયંબિલ કરવાથી શરીરમાં રહેલી બેટી ધાતુઓનું શોષણ થાય છે, તેથી તે
ધાતુશેષણ” નામથી ઓળખાય છે. તથા કામવાસનાને મૂળથી નાશ કરનાર હોવાથી આયંબિલ “કામન” નામે પણ ઓળખાય છે. તેમજ તેનાથી નિર્વિધનપણે સર્વ કર્યો પૂર્ણ થતા હોવાથી તેનું નામ “મંગળ” કહેવાય છે. આયંબિલ આત્મિક શાંતિને આપે છે, તે અશાંતિને પણ દૂર કરે છે, તેથી વાસ્તવિક “શીત' નામથી પણ ઓળખાય છે.
જેઓ જૈનધર્મની આયંબિલ' સંજ્ઞાથી અજાણ છે, તેને એમ કહી શકાય કેઆયંબિલ એટલે સ્વાદ વગરનું એકાશન (એકાસણું). કારણ કે આયંબિલમાં મરચાં વગેરે સ્વાદને કારણભૂત મસાલે વપરાતા નથી. તમામ રેગનું મૂલ કારણ રસ (દુધ વગેરે) છે, તે ૬ વિગઈ તથા ફળાદિ આ તપમાં વપરાતા નથી. તેથી આયંબિલને રૂક્ષ તપ” આ નામે પણ ઓળખાવી શકાય. મારવાડ, મેવાડના પ્રદેશમાં હાલ પણ આયંબિલમાં સુંઠ વગેરે પણ વપરાતા નથી. એટલે તે બાજુના લે કે આયંબિલમાં પાણીમાં રાંધેલા કે બાફેલા ધાન્યાદિને વાપરે છે. આવા આયંબિલ લાગટ કરવામાં ને આંતરે આંતરે છુટક (વચમાં પારણું કરે, વિસામે ભે) કરવામાં ભૂતાધિક લાભ હોય છે.
જેમ બે ઉપવાસ લાગટ કરનાર પુણ્યશાલી જીવને છુટક પાંચ ઉપવાસ જેટલે લાભ મળે છે, ત્રણ ઉપવાસ લાગટ કરનાર તપસ્વિને છૂટક ૧૦ ઉપવાસ કરવા જેટલે લાભ મળે છે, તે પ્રમાણે અહી પણ સમજી લેવું. આ પ્રસંગે યાદ રાખવું કે આયંબિલમાં એક ધાન્યની બનાવેલી ચીજો વાપરવી, સર્વ ધાન્યની બનાવેલી ચીજો વાપરવી. તેમાં પણ ઈચ્છાનુસાર બલમન, સૂઠ આદિ વાપરે, કેઈન વાપરે-વગેરે પ્રકારોમાંના કેઈપણ પ્રકારે ભાવનાનુસારે ભવ્ય આયંબિલ કરીને આહારાદિ સંજ્ઞાઓને જીતે છે, અપૂર્વ શાંતિ મય જીવન ગુજારે છે રોગ સંકટ વિદને પદ્વવાદિને પણ જલદી દૂર કરી શકે છે. તેમાં જેમ શ્રી સિદ્ધચકની આયંબિલ તપ કરવા પૂર્વક વિધિ સહિત આરાધના કરવાથી શ્રીપાલ મહારાજાદિને કોઢ રોગ નાશ પામ્ય, તેમ એક કાંક્ષી વેચનારી બાઈને પતિને કોઢ રેગ આયંબિલના પ્રભાવે નાશ પામ્યું, તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી –
માળવા દેશમાં રતલામ શહેર સુપ્રસિદ્ધ છે. ત્યાં જે મહોલ્લામાં ગુજરાતીની ધર્મશાળા છે, તે જ મહેલામાં એક કાંક્ષી વેચનારી બાઈ દૂધ વગેરે વેચવા આવતી હતી. તે બાઈને અહીં રહેનારી શ્રાવિકાઓની સાથે પરિચય વધતાં એક ધર્મિષ્ઠ શ્રાવિકાને પોતાના દુઃખની વાત કહેવાની ઈચ્છા થઈ તેથી એક દિવસ બપોરે આવી તે બાઈએ શ્રાવિકાને કહ્યું કે – બેન ! તમારે ધર્મ (આ જૈન ધર્મ) બહુ જ ઉત્તમ છે. તે તમારી લાગણી ભૂલાય જ કેમ? આજે તમારી પાસે મારા દુઃખની વાત જણાવવા આવી છું.
શ્રાવિકા–બહેન! ગભરાઈશ નહિ. તારા દુઃખની બીના ખૂશીથી વિના સંકેચે જણાવ? કાંક્ષીવાળી બાઈ--મારા ધણને ૧૫-૨૦ વર્ષથી કોઢ રેગ નીકળે છે. તેને મટાડવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org