Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 286
________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ] ૨૪૫ મા-બાપને કહેવા લાગ્યું કે હું પર્યુષણના પહેલે દિવસે ઉપવાસ કરીશ. નાના બાળકના આ વચને સાંભળનાર મા-બાપ વગેરે બહુ જ રાજી થયા. મા-બાપે “એકાસણું કરાવવા માટે ઘણું યે સમજાવ્યું, છતાં તે કહે કે-હું તે ઉપવાસ જ કરીશ. ને તે પ્રમાણે ઉલ્લાસથી ઉપવાસ કર્યો પણ ખરો. ઉપવાસમાં શું વપરાય? આને જવાબ તેણે આપે કે ઉપવાસમાં ગરમ પાણી સિવાય બીજું વપરાય નહિ. તે દિવસ અને રાત ઉપાશ્રયમાં રહ્યો હતો. સવારે ગુરૂવંદન, નવકારશીનું પચ્ચખાણ, દેવદર્શન કરી પારણું કર્યું હતું. આ હકીકત પાછલા ભવના શુભ સંસ્કારોના પણ ઉદય પરભવમાં થાય છે એમ જણાવે છે. જુઓ ગોશાલાને પ્રભુશ્રી મહાવીર દેવની ઉપર રહેલા ઠેષના સંસ્કારને લઈને તે જ્યાં જ્યાં જન્મ પામે છે, ત્યાં ત્યાં તને સાધુને જોઈને દ્રષાનલ પ્રકટે છે. રાજકુમારના ભવમાં (ગશાલાને જીવ) તે રથમાં બેસીને ચાલ્યા જાય છે, ત્યાં સુમંગલ મુનિને જોઈને દ્વેષ જાગતાં તેમની ઉપર રથ ચલાવે છે. એ વખતે સુમંગલ મુનિ-જ્ઞાનથી જાણે છે કે આ તે શાલ સંખલિ પુત્રને જીવ છે. તેને ઉદ્દેશીને મુનિએ કહ્યું કે–તારા ઉપસર્ગો તે પ્રભુશ્રી મહાવીર દેવ જ સહન કરે, એમ કહી તેમણે મૂકેલ તેજે લશ્યાના પ્રતાપે બળીને નરકે ગયે. વ્યાજબીજ છે કે-જેમ સેનાને પણ ત્રાજવામાં તેલવાના પ્રસંગે કાળા મેંઢાવાળી ચણોઠીની આગળ ઉંચા નીચા થવું પડે છે, તેમ નીચ માણસના પ્રસંગે ઉચ કોટીના મુનિઓ પણ ઉંચા નીચા થ ય છે. આ રીતે બહુ જ બે દાયક જાતિ સ્મરણાદિની બીના મેં તને ટૂંકામાં જણાવી દીધી. શ્રદ્ધા ગુણને નહિ પામેલા છે પણ આ બંને વાતને જરૂર કબૂલ કરવા પૂર્વક પૂર્વ ભવને અને પુનર્જન્મને જરૂર સ્વીકારશે જ. કારણ કે આ બંને બનાવ તાજા પાંચ વર્ષની અંદર જ બનેલા છે. આવાજ ૬ દઈ તે અવસરે તને જરૂર જણાવીશ. શિષ્ય-પૂજ્ય ગુરૂદેવ ! આયંબિલ તપનું સ્વરૂપ શું છે? તે આપ કૃપા કરીને સમજાવે ? ગુરૂ–જે તપમાં કેવળ પાણીમાં બાફેલ રસ કસ વિનાને નીરસ આહાર વપરાય તે આયંબિલ તપ કહેવાય. આ તપમાં દૂધ, દહીં, ઘી, તેલ વગેરે ૬ વિગઈમાંની કે પણ વિગઈ વાપરી શકાય નહિ. આ આયંબિલના આહારમાં લગાર પણ ખટાશ હતી નથી. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને આ તપને “આચામાસ્ત” નામથી શ્રી સંબંધમકરાદિમાં ઓળખાવ્યું છે. - ૧ એક જ પાત્ર (ભાજન, વાસણ)માં રાંધેલા ભાત કે પેંશની સાથે ઉકાળેલું પાણી (ભાત વગેરેની ઉપર) ચાર આંગળ તરતું રહે તેવી રીતે ભેળવીને એટલે પાણીથી નીરસ બનાવીને વાપરે, તે આયંબિલને મુખ્ય પ્રકાર છે. આવા આયંબિલને “ઉત્કૃષ્ટ આયબિલ” તરીકે ઓળખાવેલ છે. આમાં જે આહાર વપરાય છે તે રસહીન હોવાથી નીરસ (જલ) તપ કહેવાય. વળી જેવી રીતે ઉપવાસનું બીજું નામ ચતુ વાદ છે તેવી રીતે આયંબિલનું બીજું નામ દ્રિપાઇ કહેવાય છે તે વ્યાજબી છે. કારણ કે ઉપવાસને પાદ એટલે ભાગ એકાસણું કહેવાય, તેવા ચાર એકાસણું ઉપવાસમાં ગણાય તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290