________________
શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ]
૨૩૦ આ વખતે શ્રી ચંદ્રકુમારના પિતાના પૂર્વ ભવના સંબંધીઓની હકીકતના પ્રશ્નમાં જ્ઞાની આચાર્ય મહારાજે જણાવ્યું કે હે શ્રી ચંદ્રકુમાર ! બારમા અશ્રુત દેવલેકમાં ઈંદ્રનાં સુખ ભેગવી તું શ્રી ચંદ્રકુમાર નામે રાજપુત્ર થયેલ છે. અશેકશ્રીને જીવ જે તારે સામાનિક દેવ હતા તે તારી પટ્ટરાણું ચંદ્રકળા થઈ. નરદેવ રાજા જે ચંદનના ભાવમાં તમારે મિત્ર હતું તે ઘણુ (નિ) કરવાને લીધે કેટલાક ભવ રખડીને સિંહપુરમાં ધરણ નામે બ્રાહ્મણ થયે. આ બ્રાહ્મણના ભવમાં તેણે મહાતીર્થ શત્રુંજયની સેવા કરી અને મરીને પુણ્યના ભેગે તારે ગુણચંદ્ર નામને મિત્ર થયે. તારી સાથે વર્ધમાન તપ કરનાર હરિદાસ સેવક તે લક્ષ્મીદાસ શેઠ થયા અને ઘાવમાતા તે શેઠની લક્ષ્મીવતી ભાર્યા થઈ. તે બંને જણે પૂર્વ ભવના સ્નેહને લીધે તારૂં બાર વર્ષ સુધી પાલન કર્યું. પાડે શની ૧૬ સ્ત્રીઓ જેમણે અશકશ્રી સાથે વર્ધમાન તપ કર્યું હતું તે મરણ પામીને તપના પ્રભાવથી દેવતા થઈને ત્યાંથી ચ્યવીને રાજપુત્રીઓ થઈ અને તે બધી હાલ તારી મુખ્ય રાણીઓ થઈ.
આ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલું પિતાના પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળીને શ્રી ચંદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુણચંદ્ર, ચંદ્રકળા અને રત્નાવતી પણ ત્યાં આવેલા હતા. તેઓને પણ જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેઓએ ગુરૂ મહારાજે કહ્યા પ્રમાણે પિતાના પૂર્વ
ભવે જોયા. આ પ્રસંગે શ્રીચંદ્ર વિદ્યાધરને પરસ્પર ખમાવ્યા, અને અનેક વિદ્યાધરોએ પિતાની કન્યાઓ શ્રી ચંદ્રકુમારને પરણાવી. વળી આકાશગામિની, કામરૂપિણી વગેરે ઘણું વિદ્યાઓ તેઓએ તે શ્રી ચંદ્રકુમારને આપી. ત્યાર પછી સુગ્રીવ વગેરે ૧૧૦ વિદ્યાધર રાજાઓએ એકઠા થઈને મોટા ઉત્સવપૂર્વક ભાગ્યશાળી અને પરાક્રમી તે શ્રી ચંદ્રકુમારને વિદ્યાધરના ચક્રવતી પણાને અભિષેક કર્યો.
ચંદ્રકુમારને પિતાના રાજ્ય ઉપર અભિષેક અને રાજા પ્રતાપસિંહ
વગેરેની દીક્ષા, વિદ્યાધરના ચક્રવતી બન્યા પછી શ્રી ચંદ્રકુમારે ઘણા ઉલાસપૂર્વક શ્રી સિદ્ધાચલ તીર્થાધિરાજની યાત્રા કરી. વળી માતા પિતા, સ્ત્રી અને મિત્રાદિ પરિવાર સાથે વૈતાઢય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોનાં નગર જોયાં.
શ્રી ચંદ્રકુમારને ચંદ્રકળા વગેરે ૧૬ મુખ્ય રાણીઓ હતી. અને ૧૭૬૦૦ બીજી (લઘુ) રાણીઓ હતી. તથા ઘણા પુત્ર પુત્રીઓને પરિવાર પણ હતો. આ અવસરે પ્રતાપસિંહ રાજાએ પુત્રને રાજ્યભાર ઉપાડવાને ગ્ય થએલે જાણીને શ્રી ચંદ્રકુમાર રાજ્યાભિષેક મોટા મહોત્સવ પૂર્વક કર્યો. આ રીતે તેઓ કુશસ્થળીના રાજા થયા. તેમને ૧૬ મંત્રીશ્વરે અને તેમના હાથ નીચે ૧૬૦૦ મંત્રીઓ હતા. ૪૨ લાખ હાથી, ૪૨ લાખ ઘેડા, ૪૨ લાખ રથ, દશ ક્રોડ ગાડાં તથા ઉંટ તેમજ ૪૮ કોડ સુભટે હતા સેનાધિપતિ ધનંજય નામે હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org