Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 278
________________ શ્રીચ'વું કેવલી ચરિત્ર ] ૨૩૭ છે તેથી ૫૧૫૦ દિવસે અથવા ૧૪ વર્ષે ૬ માસ અને ૨૦ દિવસે આ તપ પૂરા થાય છે., શુભ મન વચન કાયાથી વિધિ પૂર્વક આ તપની સાત્ત્વિકી આરાધના કરવાથી પુણ્યશાલી જીવાના નિકાચિત કર્મો પણ જલ્દી નાશ પામે છે. માટે તમારી સકલ કમૅને નાશ કરનારી મુક્તિ પદને પામવાની તીવ્ર ઈચ્છા હોય તે આ શ્રી આયંબિલ વધમાન તપની પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક આરાધના કરી, ઉપર પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળી ચ ંદન શેઠે તથા અશોકશ્રીએ આ મહાતપના આરંભ કર્યાં. તે વખતે અશકશ્રીની પાડાશમાં રહેનારી ૧૬ સીએએ પણ તેમની સાથે આ તપની આરાધના કરવા માંડી, ચંદન શેઠને હિર નામને એક સેવક હતા તેણે તથા ધાવમાત.એ પણ આ તપની આરાધના કરવા માંડી, આ વખતે નદેવ રાજાએ આ તપની તથા તેના આરાધકાની ભાવથી ઘણી અનુ માઇના કરી. આ બધા તપ કરનારા પુણ્યશાલી જીવાએ પોતાના કર્મોને નાશ કરવાની ભાવનાથી નિયાણા રહિત અને દૃઢ શ્રદ્ધા પૂર્વક વધતા વીર્યલ્લાસથી સળંગ આળીએ કરીને આ તપ પૂરો કર્યા. ત્યાર પછી વિધિ પૂર્વક પારણુ કરીને મેટુ' ઉદ્યાપન (ઉજ મ') તપની પૂર્ણાહુતિ નિમિત્તે કર્યું. તે વખતે સાતે ક્ષેત્રમાં ઉદારતાથી દ્રવ્ય વાપર્યું આ પ્રમાણે તેમણે કરેલા તપની અસર ઘણા જીવા ઉપર થઈ અને તેથી ઘણા જીવે તેમાં રૂચિવાળા થયા. આ તપની નરદેવ રાજાએ પણ ઘણી અનુમાઇના કરી. પરંતુ મુખશુદ્ધિ વગેરે નથી થતાં તેથી તપ ઉપર મનમાં થાડી ઘૃણા ( અરૂચિ, નિદા ) કરવાથા તેણે નીચગે ત્ર ખાટું, આ પ્રમાણે તપની વિશુદ્ધ આરાધના કરવા રૂપ અગ્નિથી તે ચંદન શેઠે તથા અશોકશ્રીએ ઘણાં પાપ કર્મી રૂપી લાકડાં બાળી નાખ્યાં અને પુણ્યકર્મોના સંચય કર્યો. છેવટે સંસાર ઉપર વૈરાગ્ય ભાવવાળા તે 'પતીએ ચારિત્ર હુણ કર્યું. નિરતિચારપણે ચારિત્રનું પાલન કરી તે ચંદનના જીવ ખારમા દેવલેાકમાં અચ્યુતેદ્ર થયા અને અશોકશ્રીના જીવ તેજ ઢેલેકમાં સામાનિક દેવ થયા. (૫) શ્રી ચદ્રકુમારના જન્માદ, આ ભરત ક્ષેત્રમાં કુશસ્થલ નામનું નગર હતું. આ નગરમાં પ્રતાપસિહુ નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને સૂર્યવતી નામની પટરાણી હતી. આ રાણીની કુક્ષિને વિષે ઉપર જણાવેલ પુણ્યશાળી ચંદનના જીવ જે ખારમા દેવલેાકના અચ્યુતેન્દ્ર પણે ઉત્પન્ન થયા હતા તે આવીને અવતર્યાં. ( જે શ્રી ચંદ્રકુમાર નામે ભવિષ્યમાં પ્રસિધ થયા. સૂર્યવતી રાણીને એક એરમાન ( શાકને ) પુત્ર હતા. તેના ભયથી (તે મારી નાંખશે એવા ભયથી) રાણીએ તરતના જન્મેલા તે શ્રીચંદ્રને ફૂલના ઢગલાની અંદર સંતાડી ને એક કર'ડીયામાં મૂકી નગરની બહારના ઉદ્યાનમાં તજી દીધા. હવે તેજ નગરમાં લક્ષ્મી દત્ત નામે એક ધનાઢચ અને ધર્મિષ્ઠ શેઠ રહેતા. તેમને લક્ષ્મીવતી નામની પત્ની હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290