Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 283
________________ ૨૪૨ [ શ્રીવિજયપધસૂરિકૃતઆ પ્રમાણે શ્રીચંદ્ર કેવલી મહારાજાનું ચરિત્ર અનેક રીતે ઉપયોગી હોવાથી અહીં ટુંકાણમાં વર્ધમાન તપના પ્રસંગમાં કહ્યું છે. તે ચરિત્ર વાંચીને ભવ્ય જુવો આ તપની આરાધના કરનારા થાઓ. જય હે શ્રીચંદ્ર કેવલી મહારાજાને! શિષ્ય-ગુરૂદેવ! આ શ્રી ચંદ્રકેવલીનું ચરિત્ર સાંભળીને મને બહુજ આનંદ થયે. એ પુણ્યશાલી જીવના જીવનને જાણીને હું ચોક્કસ નિર્ણય કરી શકું છું કે-જેમ શ્રી સિદ્ધચક ભગવંત (નવપદજી)ની આરાધનાને અંગે શ્રીપાલ મયણા સુંદરીને જીવનની વધુ પ્રસિદ્ધિ છે તે જ પ્રમાણે શ્રી વર્ધમાન તપ, ૫૦૦ આયંબિલ વગેરે તપની આરાધનાને અંગે શ્રી ચંદ્ર કેવલના જીવનની વધારે પ્રસિદ્ધિ છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે—જેમ શ્રીપાલ મયણાસુંદરીને શ્રી નવપદજીની સાવિત્રી આરાધના જે રીતે બાહ્ય સંપત્તિ ને અત્યંતર સંપત્તિને આપનારી નીવડી, તે રીતે શ્રી ચંદ્ર કેવલીને પણ શ્રી વર્ધમાન તપ આદિની આરાધના ફલ દેનારી નીવડી છે. એ બંનેના જીવન ચરિત્રના પ્રસંગે બંને તપના સાધકોને સાધનામાં ટકાવે છે, ઉત્સાહ વધારે છે, અને ભાવનાનુસાર અનિષ્ટને નાશ, તેમજ ઈષ્ટ સિદ્ધિ પણ કરે છે. નવા જીવે ચાલુ તપની આરાધનામાં જેમ વધારે પ્રમાણમાં જોડાય, ટકે, અને દિન પ્રતિદિન વધતાજ જાય, તે રીતે તે બનેના જીવનમાં વિવિધ પ્રસંગે બનેલા છે. જે સાંભળીને ઘણાં ભવ્ય જીવેએ આ તપની આરાધના પરમ ઉલાસથી કરી હતી, કરે છે ને કરશે, આવા અનેક મુદ્દાઓથી આ બે પુણ્યશાલી જીની વધારે પ્રસિદ્ધિ છે. આટલી બીના ઉપરથી હું સમજી શકું છું કે-ભૂતકાલમાં અનંતા જીવોએ આ શ્રી વર્ધમાન આયંબિલ તપશ્ચર્યાદિની આરાધના કરી હતી. હાલ પણ ઘણું પુણ્યશાલી જીવે કરે છે ને ભવિષ્યમાં પણ ઘણું ભવ્ય જી આરાધના કરશે. - ગુરૂ–હે શિષ્ય! તે જે વિચારે જણાવ્યા તે વ્યાજબી છે. શ્રી ચંદ્ર કેવલીના જીવનને જેમ જેમ સૂમ દષ્ટિથી વિચારીએ, તેમ તેમ તેમાંથી વિવિધ પ્રકારે અપૂર્વ આત્મબોધ મળે છે ને તપશ્ચર્યા ધર્મને સાધવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે તેમજ કર્મ બંધના કારણેથી બચવાને પણ બોધ મળે છે. વળી ધર્મદેશનાને સાંભળવાને અલૌકિક પ્રભાવ એ પણ છે કે જે પૂર્વ ભવેની બીના ગુરૂ મહારાજે જણાવી, તે શ્રી ચંદ્રરાજા વગેરે પુણ્યાત્માઓએ પિતાને પ્રકટ થયેલા જાતિ મરણ જ્ઞાનથી પણ જાણીને ખાત્રી કરી એટલે જેઓ શુભ ભાવના રાખીને એકાગ્ર ચિત્ત ધર્મદેશના સાંભળે છે તે મતિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ, જીવનની નિમલતા, કર્મનિર્જર દિ ઘણું વિશિષ્ટ ફલેને મેળવે છે. - શિષ્ય–જેમ ધર્મદેશનાનું સાંભળવું વગેરે કારણે માંના કોઈ પણ કારણથી શ્રી ચંદ્ર રાજા, સુવ્રત શેઠ આદિ ભાગ્યશાલી ને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું હતું, તે જાતિ સ્મરણ જ્ઞાન કેઈ જીવને આ કાલમાં થઈ શકે કે નહિ? ગુરૂ– હે શિષ્ય! પાછલા ભવેમાં જેવા સંસ્કારે પાડ્યા હોય, તેવાજ સંસ્કાર પછીના માં પ્રકટ થાય છે. કઈ પુણ્યશાલી જીવને જ્ઞાનિ-જ્ઞાન-જ્ઞાનના સાધનેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290