________________
શ્રી વર્ધમાન તપઃ પ્રકાશ] લાગ ૪ આયંબિલ કર્યા પછી અંતે ઉપવાસ કરે. (૫) પાંચમી ઓળીમાં લાગેટ પાંચ આયંબિલ કર્યા પછી છેવટે ઉપવાસ કરે. તેમાં કાઉસ્સગ્ન કરતાં શરૂઆતમાં ઈરિયાવહિથી માંડીને પ્રકટ લોગસ સુધી કહીને ખમાત્ર ઈચ્છા. શ્રી અરિહંત પદારાધનાથે કાઉસ્સગ કરું, ઈચ્છ. શ્રી અરિહંત પદ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ અન્નત્થ કહી બાર લેગને કાઉસ્સગ્ન કરી પ્રકટ લેગસ્સ કહે. અહીં કાઉસ્સગ્નમાં દરેક લેગસ સાગરવર ગંભીરા સુધી ગણ. સાથીયા વગેરે ૧૨-૧૨ સમજવા. સર્વ તપના પ્રકારોમાં આ મહાતપને દુષ્કર તપ તરીકે ગણેલ છે. કારણ કે મહાપુણ્યશાલી જીજ આ તપ પૂરે કરે છે. આ રીતે સંક્ષેપમાં વર્ધમાન તપને વિધિ જાણ.
શિષ્ય-જે આ શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધના બહુજ પ્રાચીન કાલથી થતી આવી છે, તે પહેલાના કાળમાં કયા કયા પુણ્યશાલી એ આ તપની આરાધના કરી હતી ?
ગુરૂ શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રાચીનકાલીન આરાધકેની સંક્ષિપ્ત નામાલલિ આ પ્રમાણે જાણવી–૧ શ્રી ચંદ્રરાજર્ષિ, ૨ શ્રી મહાસેન કૃણ સાધ્વીજી, ૩ પાંચ પાંડે, ૪ સનસ્કુમાર ચક્રવર્તા. ૫ શ્રી વર્ધમાન સૂરીશ્વરજી વગેરે. તેમની સંક્ષિપ્ત બીના આ પ્રમાણે જાણવી
૧ શ્રી ચંદ્રરાજર્ષિ–આ રાજર્ષિ ન્યારે પિતાના પૂર્વ ભવમાં ચંદન નામે મંત્રીપુત્ર હતા તે વખતે ૧-૨ પિતાના ધર્મપત્ની ભદ્રા સહિત શ્રી ચંદન સાથે વાહ, 3 થી ૧૮ ભદ્રાની ૧૬ હેનપણીએ, ૧૯ હરિ નામને નેકર, ૨૦ ધાવમાતા, આ નીશ પુણ્યશાલી એ પરમ ઉલ્લાસથી શ્રી વર્ધમાન તપની ૧૦૦ એળીની વિધિ સહિત સાત્ત્વિકી આરાધના કરી હતી. તથા શ્રી ચંદન સાર્થવાહના પૂર્વભવમાં શ્રી ચંદ્ર. રાજર્ષિ–સુલસ નામે શેઠ હતા. તે ભવમાં તેમણે એકાંતરે પ૦૦ આયંબિલની આરા. ધના કરી હતી. તેમના ધર્મપત્ની અશેકશ્રીએ લાગટ ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા કરી હતી, આ શ્રી ચંદ્ર રાજર્ષિનું કુલ આયુષ્ય ૧૫૫ વર્ષનું હતું. તેમાં ૧૨ વર્ષ કુમારપણામાં, ૧૦૦ વર્ષ રાજ્ય કરવામાં ગયા, ૧૧૨ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લીધી. ૮ વર્ષ સુધી છદ્મસ્થપણે વિચરી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ ઘાતી કર્મોને નાશ કરી ૧૨૦ વર્ષની ઉંમરે કેવલી થઈ ૩૫ વર્ષ સુધી કેવલિપણે વિચર્યા. અંતે ૧૫૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ગઈ વીશીના બીજા નિર્વાણી નામના તીર્થકરના સમયમાં સિદ્ધિપદને પામ્યા આ શ્રી વર્ધમાન આયંબિલ તપની અપૂર્વ આરાધના કરવાથી તેમનું નામ ૮૦૦ ચેવશી સુધી અમર રહેશે. વિશેષ બીના આગળ જણાવી છે.
૨ શ્રી મહાન કૃષ્ણસાધ્વીજી–શ્રમણ ભગવાન મહાવીરદેવના શાસનમાં જે નવ જણુએ તીર્થંકર નામકર્મ બાંધ્યું, તેમાં શ્રેણિક રાજાને જણાવ્યા છે તે મહારાજાના પત્ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org