Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 270
________________ શ્રી વર્ધમાન તપઃ પ્રકાશ ] ૨૨૯ હતા તેમને આચાર્ય મહારાજે આ તીર્થમાં પ્રતિબેષ કરી શાંત કર્યાં હતા. તથા દુર્જન શલ્ય રાજાએ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથના મંદિરનો જીણેદ્વાર આ સૂરિજીના ઉપદેશથી કરાખ્યા હતા, જગડ઼ેશાહે ભદ્રેશ્વર તીર્થાંમાં આ સૂરિજી પધાર્યા, ત્યારે નગરપ્રવેશ મહાત્સવ કર્યાં હતા. તેમજ તેમની વિનંતિથી આ સૂરિજીએ પાતાના પટ્ટ પર શ્રીષેણ સૂરિજીને સ્થાપન કર્યાં, ત્યારે જગડૂશાહે મહાત્સવ પ્રસંગે અનગંલ લક્ષ્મીના સદુપયોગ કર્યા હતા. તેમણે જગરૂશાહને સંઘપતિપદની માળા પહેરાવી હતી. આ સવે દૃષ્ટાંતા શ્રી વર્ધમાન આયમિલ તપના આરાધકાના જાણવા. શિષ્ય--- આયંબિલ તપના આરાધક પુણ્યશાલી જીવાના નામ કુપા કરીને જણાવે? ગુરૂ-(૧) સુંદરી (૨) દ્રૌપદી (૩) દ્વારિકાની પ્રજા (૪) શિવકુમાર (૫) ધમ્મિલ કુમાર (૬) દમયંતી (૭) નિમ્પંગ મહષિ' (૮) કુરૂદ મહિષ (૯) કાર્કદીના ધન્ના અણુ ગાર (૧૦) જગચ્ચદ્ર સૂરિ (૧૧) સિદ્ધસેન દિવાકર. આ અગીયાર દૃષ્ટાંતાના ટ્રક પરિચય આ પ્રમાણે જાણવા--- ૧ સુંદરી‘બ’ભી સુંદરી રૂપિણી ” ભરહેસરની સજઝાયમાં જેનું નામ આવે છે, તે ‘સુંદરી' શ્રી ઋષભદેવ પ્રભુની પુત્રી થાય, તેમને પ્રભુદેવની પાસે દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા છતાં મેાટાભાઈ ભરત મહારાજા ના પાડે છે, તેથી તે દીક્ષા લઈ શકતા નથી. મા અવસરે ભરત મહારાજા ઃ ખંડ સાધવા ગયા છે, ને સુદરીએ ૬૦૦૦૦ વર્ષ સુધી આયંબિલ તપની મારાધના ચાલુ રાખી, અહી ભરત મહારાજાએ દિગ્વિજય કરીને સ્વસ્થાને આવી સુંદરીના શરીરની કૃશતા જોઈ ને તપાસ કરી તો તેમને કારણુ જણાયું કે દીક્ષા લેવા માટે સુંદરી તપ કરે છે, ભરત મહારાજાએ દીર્ઘદષ્ટિથી વિચાર કરીને પોતાની ભૂલ સુધારી પ્રભુદેવની પાસે સુદરીને દીક્ષા અપાવી, સુંદરી સાધ્વી ઘણાં કાલ સુધી પરમ શાંતિના કારણભૂત શ્રમણધમની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરી તે ક્ષપકશ્રેણિમાં ઘાતી કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા, ત્યાર પછી અઘાતી કર્માના પણુ ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા. વર્તમાન ચેવીશીના દીર્ઘ તપસ્વિના વિચાર કરતાં સુંદરી સાધ્વી પહેલા ન બના દી તપશ્ચર્યાના આરાધક ગણાય. ૨ દ્રોપદી મહાસતી-જમ ખરા વેદ્ય દરદના મૂળને પારખીને જેવું દરદ હાય, તેવી જ દવા કરે છે, તેથી પિરણામે વૈદ્યના જશ વધે, રાગી મારાગ્ય પામે, તે વૈદ્યને ધનાદિકની પ્રાપ્તિ કરાવે. એજ પ્રમાણે સતી દ્રૌપદીએ પણ પોતાની ઉપર અચાનક આવી પડેલી આપત્તિને પારખી ીધી, તેનેા નાશ કરવાના ઉપાય પણ નક્કી કરીને તેને ખરે અવસરે અમલમાં મૂકયા, જેથી આપત્તિ જલ્દી દૂર થઈ. આમ કહેવાનું તાત્પર્યં એ છે. કે—ઘાતકીખડમાં અમરકકા નગરોને પદ્મોત્તર નામના રાજા પરસ્ત્રીમાં આસક્ત થયેલા હાવાથી તેણે આરાધના કરીને વશ કરેલા દેવની મારફત મહાસતી દ્રૌપદ્મીનું હરણુ કરાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290