________________
છે શ્રીચંદ્ર કેવલીનું સંક્ષિપ્ત ચરિત્ર,
નરદેવ અને ચંદન આ વર્ધમાન તપના માહાભ્યને જણાવનારૂં શ્રીચંદ્ર કેવલીનું ચરિત્ર અહીં સંક્ષેપમાં જણાવું છું -
| સર્વ દ્વીપ અને સમુદ્રના મધ્યમાં એક લાખ યેજ લાંબે પહેળે જબૂદ્વીપ નામને દ્વિીપ આવેલ છે. આ દ્વીપમાં વિદેહ નામના ક્ષેત્રમાં બહણ નામની નગરીમાં જયદેવ નામને રાજા ન્યાયથી પ્રજાનું પાલન કરતું હતું. તે રાજાને જ્યાદેવી નામની રાણી શીલાદિ ગુણોથી શોભતી હતી. તેમને ત્યાં એક પુત્રને જન્મ થયે. રાજાએ મેટો ઉત્સવ કર્યો અને તેનું નરદેવ નામ પાડયું.
જયદેવ રાજાને વર્ધન નામને મુખ્ય મંત્રીશ્વર હતું. તેને વલ્લભા નામની પ્રિયા હતી. તેમને ચંદન સરખા ગુણવાળો ચંદન નામને પુત્ર હતે. - રાજપુત્ર નરદેવ અને મંત્રીપુત્ર ચંદન લગભગ સરખી ઉપરના હતા. તે બે જણાંએ સાથે કલાભ્યાસ કર્યો. બંને બુદ્ધિશાળી હોવાથી ઘણી કળાઓ શીખ્યા. તે બંનેને પરસ્પર ગાઢ પ્રીતિ અને મિત્રી હતી. અનુક્રમે તે બંને મિત્રે યુવાવસ્થાને પામ્યા.
તે વખતે ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પ્રજા પાળ નામે રાજા હતું. તેને દેવી નામની પટરાણી હતી. તેની કુક્ષિને વિષે એક પુત્રીને જન્મ થયે. તેનું અશકશ્રી નામ પાડ્યું. તે અશકશ્રી રૂપ તથા ગુણને ભંડાર હતી. તેણે સ્ત્રી જાતિને યેગ્ય કળાઓને અભ્યાસ કર્યો. અનુક્રમે રૂપ અને લાવણ્યથી શોભતી તે કન્યા યુવાવસ્થાને પામી. રાજાએ તેને પરણાવવા માટે સ્વયંવર મંડપની રચના કરી. તે સ્વયંવર મંડપમાં નરદેવ તથા ચ દન એ બંને મિત્રે આવ્યા.
તે સ્વયંવર મંડપમાં અનેક રાજાએ તથા રાજકુમારે આવ્યા હતા. અશકશ્રી વરમાલા લઈને સ્વયંવર મંડપમાં આવી અને રાજાઓ તથા રાજકુમારને ત્યાગ કરીને તેણે પૂર્વભવના નેહને લીધે મંત્રીપુત્ર ચંદનના ગળામાં વરમાળા પહેરાવી. આથી નરદેવ ઘણે રાજી થયો. પ્રજાપાળ રાજાએ તે વખતે પિતાની શ્રીકાંતા નામની ભાણેજ નરદેવને આપી. રાજાએ તે બંનેને લગ્ન મહોત્સવ એક સાથે મેટી ધામધૂમથી કર્યો. રાજાએ બંનેને કન્યાદાનમાં ઘણું દ્રવ્ય વગેરે આપ્યું. તે લઈને બંને મિત્રે પિતાની પ્રિયાએ સાથે બહણી નગરીમાં આવ્યા. તેઓ સંસાર સુખને અનુભવ કરતા સુખ પૂર્વક દિવસ ગાળવા લાગ્યા.
(૨)
ચંદનનું પરદેશ ગમન ચંદન મહત્વાકાંક્ષી હતે. પરણ્યા બાદ છ મહિના પસાર થઈ ગયા. તે વખતે ચંદનને પરદેશ જઈને દ્રવ્ય કમાવાની ઈરછા થઈ, તેથી તેણે મા બાપની રજા લઈને
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org