________________
૨૩૪
( શ્રીવિજયપધરિતપાંચ વહાણે માલથી ભરીને પરદેશ તરફ સમુદ્રમાર્ગે પ્રયાણ કર્યું. અનુક્રમે તે રત્ન દ્વીપમાં આવ્યું. ત્યાં વેપાર કરતાં તે ઘણું ધન કમાયે. ત્યાંથી તે કેણપુર જવાને વહાણે લઈને નીકળ્યા. રસ્તામાં પવનનું મોટું તેફાન થયું, તેથી તેનું એક વહાણ ડૂબી ગયું અને બાકીના વહાણે પવનને લીધે આડા અવળા ખેંચાઈ ગયા. જે વહાણમાં ચંદન હતું તે વહાણુ પુણ્યદયે શર્વર મંદિર નામના બંદરે પહોંચ્યું. ત્યાં તેણે મેતીથી વહાણ ભરીને કેણપુર તરફ પ્રયાણ કર્યું અને ફરતાં ફરતાં બાર વર્ષે તે કેણપુર બંદર સહીસલામત પહોંચે. - હવે જે વહાણ સમુદ્રમાં ડૂબી ગયું, તેમાંના કેટલાક માણસે પાટીયા વગેરે સાધનથી બચી ગયા હતા. તેઓ કેટલાક વખત પછી બૃહણી નગરીમાં આવ્યા. તેમણે વર્ધન મંત્રીને ચંદનના વહાણ દરિયામાં તે ફાનની અંદર સપડાયાની અને પોતે જે વહાણમાં બેઠા હતા તે ડૂબી ગયાની વાત કરી. ચંદનના વહાણનું શું થયું તેની તેમને ખબર નહતી. આ વાત સાંભળી મંત્રી તથા કુટુંબ પરીવાર તેમજ નરદેવ વગેરે બહુ શકાતુર થયા. ત્યાર પછી મંત્રીએ સાત વર્ષ સુધી તપાસ કરાવી પરંતુ તેને કાંઈ સમાચાર મળ્યા નહિ તેથી તેઓએ તેનું મરણ થએલું માનીને ઘણે કલ્પાંત કર્યો. આ તે વખતે અશકશ્રીએ બધાના કહેવાથી વિધવા વેષ ધારણ કર્યો. અશેકશ્રીનું મન આ વાત કબૂલ કરતું નહોતું. તેને લાગતું હતું કે તેના પતિ જીવતા છે, પરંતુ પિતાની ઉપર આ એક મોટી આફત આવી છે. આ આફતને દૂર કરવા માટે તે વિશેષતાથી તપશ્ચર્યાદિ ધર્મારાધન કરવા લાગી. એ પ્રમાણે કેટલીક વખત ચાલ્યા ગયે અને આ આફત પણ દૂર થઈ ગઈ, કારણ કે કેણપુર બંદરે આવેલે ચંદન ત્યાંથી પગે ચાલતે ચાલતે એક દિવસ બૃહણી નગરીમાં આવી પહોંચ્યા.
ચંદનને બાર વર્ષ પછી આવેલે જોઈને બધા લેકે ખુશી થયા. વર્ધન મંત્રીના કુટુંબને તે આનંદને પાર નહોતે. લેકે અશકશ્રીની ધર્મ ભાવનાને લીધે જ ચંદન જીવતે આવ્યું એમ કહેવા લાગ્યા. આ પ્રસંગે અશકશ્રીના આનંદનું તે કહેવું જ શું? તેણે વિધવા વેષ તજીને ફરીથી સધવા સ્ત્રીને વેષ પહેર્યો. અશકશ્રીની ધન ભાવના વિશેષ દઢ થઈ. પિતાના મિત્રને જીવતે આવેલ જેઈને નરદેવ પણ ઘણે છ થયો. શેકને બદલે આનંદ આનંદ થયો. એ પ્રમાણે કેટલેક કાળ પસાર થઈ ગયા. ત્યાર પછી જયદેવ રાજા કાલધર્મ પામવાથી નરદેવ કુંવર રાજા થયે. તે વખતે તેણે પિતાના મિત્ર ચંદનને મહામંત્રી પદે સ્થાપન કર્યો અને નગરશેઠ બનાવ્યો.
(3) શ્રી જ્ઞાનસૂરીશ્વરે કહેલ ચંદનને પૂર્વભવ. એક વખતે મહાજ્ઞાની શ્રીજ્ઞાનસૂરીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે બૃહણી નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ગુરૂમહારાજનું આગમન સાંભળી નરદેવ રાજા, ચંદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org